________________
પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ આ છએ છ પદનો-શુદ્ધ આત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવવા માટે અમે આત્મસિદ્ધિની રચનાનો પ્રારંભ કરીએ છીએ. આ ભૂમિકા સમાપ્ત થઈ. હવે શંકા શિષ્ય કરે છે. સૂત્ર છેશિષ્ય ઉવાચ, શિષ્ય બોલ્યો. અર્જુન ઉવાચ, કૃષ્ણ ઉવાચ આપણે ત્યાં આ પરંપરા છે. જનકવિદેહી ઉવાચ, અષ્ટાવક્ર ઉવાચ. અહીં શિષ્ય ઉવાચ એટલે શિષ્ય બોલે છે. શિષ્ય પોતાનો પક્ષ રજુ કરે છે. અહીં શિષ્યનું વલણ નકારાત્મક નથી. વલણ પોઝીટીવ છે, તેને સ્વીકારવું છે, તેને નકારમાં રસ નથી. તેને વાતને સ્પષ્ટ કરવી છે. માટે શિષ્ય મનનાં પ્રશ્નો સદ્ગુરુ પાસે પ્રગટ કરે છે, અને સદ્ગુરુ તેનું સમાધાન કરે છે.
હવે પછી શિષ્યનો પ્રશ્ન રજૂ થશે. તેને જે પ્રશ્નો ઊઠે છે તેનો સમજીને સ્વીકાર કરવો છે. શિષ્યની ભૂમિકા સમજી લો. શિષ્ય ટોટલ નેગેટીવ નથી. તેના મનમાં છે કે ગુરુદેવ સમજાવે અને મારી સમજણમાં આવી જાય . હું મરી જાઉં તોપણ મારો મત કે આગ્રહ ન છોડું એવા મતનો તે નથી. આ જાત જરા જુદી છે. ગધ્ધા પુચ્છ પકડ્યું તે પકડ્યું પછી ભલે લાતો ખાય પણ પુચ્છ ન છોડે તેવો શિષ્ય નથી. ઉદાર મનવાળો છે. સ્વીકાર ન કરે તેવો જક્કી નથી, પરંતુ તે વાત સ્વીકારવા તૈયાર છે.
૨૦
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળવા બદલ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org