________________
૨ ૨
પ્રવચન ક્રમાંક - ૩૯, ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ છે, મૂળ આદિ પુરુષનું સ્મરણ કરે છે.
શાસ્ત્રોમાં વિવિધ પ્રકારનાં જીવો વર્ણવ્યા છે. દુર્લભબોધિ જીવ, સુલભબોધિ જીવ, સમીપ મુક્તિગામી, દૂર મુક્તિગામી એમ ઘણાં પ્રકારો છે, પણ નિકટ મુક્તિગામી-નજીકમાં જે જીવ મુક્ત થવાનો છે, જે જીવ પૂર્વ તૈયારીમાં છે, એવા જીવને પોતાની સહજ વિચારણા માટે આ છ પદો છે. વાંચવું જુદી વસ્તુ છે અને સુવિચારણા જુદી વસ્તુ છે. “સહજ સુવિચારણા માટે આ છ પદો નિશ્ચયરૂપ જાણવા યોગ્ય છે.' પરમકૃપાળુદેવ કહે છે કે અમારા માટે આ સંદેહરહિત છે, અને તમારા માટે સંદેહરહિત થવાની વાત અમે કરવાના છીએ. અમને એક ટકો પણ સંદેહ નથી. જ્ઞાની પુરુષો જે કહે છે તે પરમ સત્ય છે, તે પરમાર્થ છે, અને અમારો તો અનુભવ પણ છે. સોનું તો છે જ પણ સોનામાં સુગંધ ભળી છે. ફૂલ તો છે જ પણ અંદરમાં સુવાસ છે. જ્ઞાન તો છે જ સાથે અનુભવ પણ છે. છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાના અર્થે કહેલ છે. આ કહેવાનું બીજું કોઈ કારણ નથી, પણ જીવ યથાર્થપણે સ્વસ્વરૂપને સમજે. સ્વસ્વરૂપને સમજવાની અને અનુભવવાની ઘટના સમ્યગદર્શનથી થાય છે.
બીજું પણ સમજી લેજો કે સમ્યગુદર્શન થયા પછી પણ પ્રચંડ પુરુષાર્થ કરવાનો રહે છે. સમ્યગદર્શન પછી કંઈપણ કરવું નહિ પડે, એની મેળે મોક્ષ થઈ જશે, પડી પડી ખીચડી પાકી જશે, એવી જો ભ્રમણા હોય તો એ ભ્રમણામાંથી બહાર આવવા જેવું છે. કારણ કે સમ્યગદર્શન પછીની સાધના એ પ્રચંડ પુરુષાર્થની સાધના છે. સમ્યગુદર્શન થયા પછી તે જ ભવમાં મોક્ષમાં જઈ શકે, ન જાય તો ત્રીજા ભવે મોક્ષમાં જાય અને ત્રીજા ભવે ન જાય તો પંદરમા ભવે મોક્ષે જાય. અને જો પંદરમા ભવે ન જાય તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં જાય. આ ટાઈમ અને આ વિકલ્પો કેમ આપવા પડ્યા? જીવનો પુરુષાર્થ સમ્યગદર્શન થયા પછી કેટલો અને કેવો છે તેના ઉપર બધો આધાર છે. જો તીવ્રપણે પુરુષાર્થ ઊપડે તો તે ભવમાં જ મોક્ષે જાય. તે પુરુષાર્થ એટલે સમ્ય-ચારિત્રનો પુરુષાર્થ.
બે વાત સમજી લઈએ. સમ્યગદર્શન થયા પછી બધો પુરુષાર્થ લેખે લાગે છે. એ પરિણામ લાવે છે, એ વેલીડ ગણાય છે. એરોપ્લેનમાં જવું હોય તો ઓફિસર સ્ટેમ્પ મારી આપે પછી તમે જઈ શકો છો. અને સ્ટેમ્પ ન હોય તો આગળ અટકાવશે કે સ્ટેમ્પ મરાવીને આવો. તેમ જ્ઞાની સિક્કો મારી આપે છે. સમ્યગદર્શન થયા પછી જ્ઞાની કહે છે કે, હે જીવ! તું જે પુરુષાર્થ કરીશ તે વેલીડ ગણાશે. સમ્યગ્દર્શન પછીનો પુરુષાર્થ ક્યારેય એળે જતો નથી. સમ્યગદર્શન થયા પછી કર્મનો ક્ષય ઝડપથી થાય છે. કારણ કે જે પુરુષાર્થ થાય છે તે સાચી સમજણથી થાય છે.
ઉપશમ સમ્યગ્દર્શન થાય ત્યારે મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધિ ચાર કષાય એમ પાંચ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. ક્ષાયિક સમક્તિ થાય તો સાત પ્રકૃતિનો ક્ષય થયો હોય છે બાકીના કર્મો ખપાવવાના છે, તેનું નિરાકરણ કરવાનું છે, ઉકેલ કરવાનો છે. એ કામ સમ્યગુદર્શન થયા પછી સમ્યફચારિત્ર કરશે. સમ્યગદર્શન થયા પછી જે કર્મો બાકી રહે તે પૂરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org