________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૩૯
ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ આત્માના અસ્તિત્વની શંકા
આત્માના હોવાપણાની શિષ્ય શંકા કરે છે.
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. (૪૫) અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. (૪૬) વળી જો આતમા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. (૪૭) માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય;
એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. (૪૮). ટીકાઃ દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈપણ રૂપ જણાતું નથી, તેમ સ્પર્ધાદિ બીજા અનુભવથી
પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. (૪૫) અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઈદ્રિયો છે તે આત્મા છે. અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાતુ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એધાણ એટલે ચિન્હ નથી. (૪૬) અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય? (૪૭) માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. (૪૮)
આ ચાર ગાથાઓ શિષ્યના પક્ષમાં છે. અતલ ઊંડાણમાં, ગહન સાગરમાં ઊતરતા પહેલાં કિનારે રહીને બે-ત્રણ વાતો સમજી લઈએ. પહેલી વાત - જ્ઞાની પુરુષોએ સમ્યગુદર્શનના મુખ્ય નિવાસભૂત એવા છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. પરમકૃપાળુદેવે હવાલો પોતાના નામે નથી નાખ્યો પણ જ્ઞાની પુરુષોએ કહ્યું છે એમ કહે છે. મોટા માણસોની, જ્ઞાની પુરુષોની આ ખૂબી છે કે તેમનો અહમ્ વચ્ચે આવતો નથી, અને અહમ્ જો હોય તો વચ્ચે આવ્યા વગર રહે નહિ. અહમ્ જ જો ન હોય તો આવે કેવી રીતે ? માટે તેઓ જ્ઞાની પુરુષોને પુરસ્કાર કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org