________________
૧૪
પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ છે. મૌનમાં જાવ, સમાધિમાં જાવ, શાંત બનો તો એમાં તમને સત્ય દેખાશે. એટલે જેમણે સત્ય જોયું તેમણે સમાધિ અને શાંતિમાં જોયેલ છે. એમણે એકાગ્રતાથી અંતરમાં જોયું છે. ભાગવતજીએ જે કહ્યું તે ભાગવત સમાધિમાં જોયું. ભાગવતને સમજવા સમાધિની ભાષા સમજવી પડે, પરંતુ સમાધિની ભાષા સમજ્યા વગર જેટલાં ભાગવતને કહે છે, એ ભાગવતના નામે બીજું જ કહે છે. શુકદેવજી સમાધિમાં હતા અને તેમણે સમાધિની ભાષામાં કહ્યું. કહેનાર નાનો માણસ ધંધાદારી છે, કથાકાર છે, વકતા છે, પૈસા માટે કામ કરે છે. તેને લોકોના દિલ બહેલાવવાં છે, લોકોને રાજી કરવા છે, તેને ટોળું ઊભું કરવું છે. તે પૂછે છે કે તમારી કથામાં કેટલાં માણસો આવ્યાં ? પાંચ હજાર. તો બસ, મારી કથામાં દસ હજાર આવે છે. એને રાજી થવું છે. તેને બે કામ કરવા છે, અહંકાર પણ પોષવો છે, અને પૈસા તથા પ્રતિષ્ઠા પણ મેળવવી છે. કથાકારને સતું એટલે જે સત્ય છે તેની સાથે કંઈ લેવા દેવા નથી.
સોક્રેટીસે સત્ય કહ્યું અને તેને ઝેર પીવું પડ્યું. લોકોએ ઝેર પાયું. લોકો તમને આ ધરતી ઉપર સત્ય બોલવા નહિ દે. કોઈએ કહ્યું કે તમે એક દિવસ સત્ય બોલશો તો તમારી પાછળ લોકો પડશે પણ વધારે સત્ય બોલશો તો જીવતા રહેવા નહિ દે. સત્ય કેમ બોલો છો? અસત્ય બોલો. સત્યને નામે અસત્ય બોલશો તો એ તેમને ગમશે. સત્ય બોલશો એ નહિ ગમે, માટે કહ્યું છે કે પરમાર્થિક સત્ય કહેવું એ જગતમાં મોટામાં મોટી જવાબદારી છે.
| દર્શન જે થયાં જુજુઆ, ઓધ નજરને ફેરે રે. આ દર્શનો જગતમાં થયાં તે ઓધ દૃષ્ટિથી થયાં. દૃષ્ટિના ભેદથી થયાં, મૂળ તત્ત્વ આવું નથી. “ભિન્ન ભિન્ન મત દેખીયે, માત્ર દૃષ્ટિનો દોષ'. દૃષ્ટિના દોષના કારણે ભિન્ન ભિન્ન મત થયા છે. આ આત્મસિદ્ધિમાં ષટ્રસ્થાનકો પણ છે અને પર્શનો પણ છે. ષદર્શનને તુલનાત્મક રીતે, સંવાદી રીતે, પરસ્પર વિરોધ નથી તે રીતે કહેવાની, સમજવાની અદ્દભુત વ્યવસ્થા આત્મસિદ્ધિમાં છે. પર્દર્શનને આત્મસિદ્ધિમાં સમાવી લીધાં છે, અને “ષટુ દરિશણ જિન અંગ ભણી” (આનંદધનજી મ.) છ દર્શનો વીતરાગ પુરુષનાં અંગ છે. વીતરાગ પુરુષે અલગ અલગ ઢંગથી આ છ દર્શનો કહ્યાં છે. તથા આમાં ષ સ્થાનકો સંક્ષેપમાં કહ્યા છે. - સ્થાનક એટલે રહેવાની જગ્યા. વ્યવહારમાં કહો છો ને કે આ તેમનું સ્થાન છે. આ દેવીનું સ્થાન છે, આ પીરનું, આ પયગંબરનું સ્થાન છે, આ અમારા પિતાજીનું સ્થાન છે.
સ્થાન એટલે રહેવાની જગ્યા. કોને રહેવાની જગ્યા ? તો કહે છે કે સમ્યગદર્શનને રહેવાની જગ્યા. સમ્યગદર્શનનાં નિવાસભૂત એવાં છ પદો જ્ઞાની પુરુષોએ કહ્યાં છે. એમાં સમ્યગ્રદર્શન રહે છે. “આત્મા નિત્ય છે એ શબ્દોમાં ? આત્મા કર્મનો કર્યા છે તે શબ્દોમાં'. જો શબ્દના સ્થાનમાં સમ્યગદર્શન હોત તો પ્રીન્ટિગ પ્રેસવાળા બધા સમ્યગુદૃષ્ટિ થઈ ગયા હોત. કારણ કે પહેલાં તેમણે છાપ્યું. પ્રુફ રીડીંગ તેઓ કરે છે, વાંચન તેઓ કરે છે અને છાપવાનું કામ પણ તેઓ કરે છે, પણ માત્ર શબ્દોથી સમ્યગ્રદર્શન ન થાય. પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org