________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩ જેઓએ હજુ પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી નથી તેમણે પણ જોયું, તેમણે ખંડ ખંડ જોયું અને ખંડ ખંડ કહ્યું, તેથી જુદા જુદા દર્શનો થયા છે. તેમણે ખંડ ખંડ જોયું અને જે ખંડ ખંડ કહ્યું તે કહ્યું નહોત તો ધરતી ઉપર અલગ અલગ દર્શનો હોત નહિ. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય છે, પોતાની દૃષ્ટિ છે. અને એ દૃષ્ટિએ પોતે વસ્તુને જુએ છે. એટલા માટે કહ્યું કે જોનાર ક્યાં કઈ ભૂમિકા ઉપર ઊભો છે ? એની કઈ સ્થિતિ છે ? તેનો આંતરિક વિકાસ કેવો છે ? તેને પ્રમાણમાં તે જોનાર માણસ કહી શકશે. જો જોનાર સંપૂર્ણ વિકસિત હોય, સર્વજ્ઞ હોય તો તેના દર્શનમાં અખંડ તત્ત્વ-વસ્તુ આવે છે.
જગતમાં ભિન્ન ભિન્ન દર્શન હોય છે, તેમાં કંઈ નવાઈ નથી. કારણ કે જોનારા તેમની અધૂરપના કારણે, તેમની અપૂર્ણતાના કારણે, તેમનું દર્શન ખંડિત થવાના કારણે એમણે એ પ્રમાણે જોયું. સૂર્ય આકાશમાં ઊગ્યો છે, પરંતુ અંધ માણસ ના પાડે છે કે સૂર્ય ઊગ્યો નથી, જેને મોતિયો આવ્યો છે તેને પ્રકાશ ઓછો દેખાય છે. ઝામર છે તેને એથી ઓછો દેખાય છે. બાળક છે તેને પ્રકાશ વધારે દેખાય છે, યુવાનને તેથી વધારે દેખાય છે અને ઘરડો ડોસો થયો હોય તેને પ્રકાશ ઓછો દેખાય છે, પણ સૂર્ય તો એનો એ જ છે. સૂર્ય તરફ જોનારાં જુદાં જુદાં છે. જે અસ્તિત્વ છે તે એનું એ છે, પણ તેના તરફ જોનારા જુદા જુદા છે. આ વાત એટલા માટે સમજવી જરૂરી છે કે આ વાતની આપણે ઉપેક્ષા કરીએ છીએ. આ વાત સમજવાની આપણી તૈયારી નથી. તુરત જ આપણે કહીશું કે રહેવા દો ને ! પણ એમ ન ચાલે કારણ જોનારા જ્યાં ઊભા છે ત્યાંથી તેમણે જોયું છે. અને એક સારું થાત કે તેમને પ્રતીતિ થઈ હોય કે જે અમે જોયું છે તે પૂરેપૂરું જોયું નથી, અધૂરું જોયું છે, ખંડિત જોયું છે, અલ્પ જોયું છે', તે કહેવું નથી. જોયું ખંડિત પણ તેઓ કહ્યા વગર રહી શક્યા નથી, અને તેમને સાંભળનારાં પણ મળ્યાં, અને માનનારાં પણ મળ્યાં, આ સાચું છે તેમ સ્વીકારનારાં પણ મળ્યાં. આમ ટોળું ભેગું થયું, ટોળું જે મળે છે તેમાંથી સંપ્રદાય બને છે. સંપ્રદાયો પાસે પરમ તત્ત્વ છે નહિ, પૂરું તત્ત્વ છે નહિ, અખંડ જ્ઞાન છે નહિ, પણ દાવો અખંડતાનો કરે છે. અમે જે કહીએ છીએ તે પરમ સત્ય કહીએ છીએ, અમે જે કહીએ છીએ તે પરમાર્થિક છે, તે પૂરેપૂરું છે. અમે જે કહીએ છીએ તે અખંડ અને પરિપૂર્ણ છે. તત્ત્વને સમજવામાં, અસ્તિત્વ અને પરમાર્થને સમજવામાં આ બધા અવરોધો છે.
મહાપુરુષોએ કહ્યું કે “સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી આ પદ એટલા માટે છે કે તમે જ્ઞાની પાસે કોઈ મત લઈને જશો નહિ. મત અને સત્ એનો મેળ નથી. સત તો મતથી પર છે. સત્ય માન્યતાથી પર છે, આગ્રહથી પર છે. તમે સત્યને જોવા માટે મતને જોશો તો તમે સત્યનું દર્શન કરી શકશો નહિ. ખલીલ જીબ્રાનનું વાક્ય ફરી યાદ કરીએ, તેઓ એમ કહે છે કે જ્યારે સત્યને શબ્દોના અલંકાર પહેરાવવામાં આવે અને સત્યને શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રસંગ આવે ત્યારે સત્ય સત્ય ન રહેતાં અસત્ય બની જાય છે. સત્યને પ્રગટ કરવા, શબ્દો જ સાધન છે, બીજો કોઈ ઉપાય નથી પણ સત્યને કહેવા શબ્દો ભંગાર સાધન છે. સત્ય જોશો શેનાથી? હા, એક રસ્તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org