________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પાપમાં નહિ. જે કરે તે ભોગવે. જો કોઈ જીવ દુઃખી થતો હોય તો તે વખતે ડાહ્યા થઈને લેક્ટર ન આપશો કે જે કર્મો કર્યા છે તે ભોગવો, અમારે શું? તમારી તો વાત ગજબ છે. તમને કહીએ કંઈ અને સમજો કંઈ. અખાએ સાચું જ કહ્યું છે કે “આંખનું કાજળ ગાલે ઘ', થાય શું? એક ભાઈએ લખ્યું કે કાકા અજમર ગયા. ઓલાએ વાંચ્યું, કાકા અજ મર ગયા. મરનારની પાછળ વિધિ તો કરવી જ પડે. આ વિધિ ચાલતી હતી ત્યાં કાકો આવ્યો. શું હાલત થાય? આ શું ચાલે છે બધું? અરે તમે છો? કોઈએ લખ્યું કે કાકા અજ મર ગયે. બસ, શાસ્ત્રો તમને કહે કંઈ અને તમે સમજો કંઈ. અમે કહીએ કે અમારી પાછળ પાછળ આવો. તો પાછળ પાછળ ચાલો છો. અરે ! એમ નહિ. અરે ! અમે જે કહીએ છીએ, તે તમે પણ કરી જીવનમાં ઉતારો. તમે શું અર્થ કરો તે જોખમ છે. એટલા માટે તમે દુઃખ ભોગવતાં હોય ત્યારે કહેજો કે આ મારું કરેલું છે, અને બીજા ભોગવતાં હોય ત્યારે તેના ઉપર કરુણા કરો, તેને હિંમત આપો, એ પ્રેમ છે, દયા છે. નિષ્ફરતા ધર્મ નથી, ઉપેક્ષા એ ધર્મ નથી. શાસ્ત્રોએ નિષ્ફરતા કરવાનું કહ્યું નથી. શાસ્ત્રો કહે છે કે તમે દુઃખ ભોગવતી વખતે તમારું કર્મ સ્વીકારી લો. અને બીજાના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરો, સહકાર આપો, બે શબ્દો સહાય માટે કહો. પરોપકાર, સેવા, ત્યાગ, મદદ, સહાય એ ધર્મ છે. એમાંથી ધર્મ પ્રગટ થાય છે.
આત્મા છે એ એક વાત, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે. અને છેલ્લે પૂછ્યું કે આ ચક્ર તો છે પરંતુ આમાં જ કાયમ રહેવાનું છે કે બહાર નીકળવાનો રસ્તો-કોઈ દરવાજો છે? મકાન બનાવીએ તો આવવા જવાનો દરવાજો તો હોય જ ને ? મકાનને જેમ દરવાજો છે તેમ આ ચક્રમાંથી બહાર નીકળવાનો દરવાજો છે? તો છે. મોક્ષરૂપી દરવાજો છે. આમાંથી મુક્ત બની શકાય છે. દુઃખમાંથી, રાગમાંથી, દ્વેષમાંથી મુક્ત બની શકાય છે. કર્મમાંથી, જન્મમરણમાંથી, આસક્તિમાંથી મુક્ત બની શકાય છે, બંધનમાંથી મુક્ત થઈ શકાય છે.
છેલ્લી વાત, મોક્ષ છે તો તેનો ઉપાય છે? અને જ્ઞાની પુરુષો કહે છે કે “છે”. જેમ મકાન ઉપર ચડવું છે તો લીફટ કે સીડી છે? હા, છે. તેમ અહીં છઠું પદ આપ્યું, “મોક્ષનો ઉપાય છે.”
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનોકર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. સાહેબ ! આ છ પદ તે તત્ત્વજ્ઞાનનો નિચોડ, આ ૪૫ આગમોનો નિચોડ અને આ ચૌદપૂર્વનો પણ નિચોડ. આના ઉપર વિગતવાર સંવાદ ગુરુ શિષ્યના ક્રમથી હવે લઈશું.
ધન્યવાદ, આટલા ધીરજપૂર્વક સાંભળ્યું. સૌના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક
નમસ્કાર,
عم
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org