________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તમને બન્નેને વહેંચી આપું છું. આ કાત્યાયનીનો ભાગ અને આ મૈત્રેયી તમારો ભાગ. કાત્યાયનીએ કહ્યું કે ભલે, ધન્યવાદ. તમે પક્ષપાત ન કર્યો અને વહેંચી આપ્યું. મૈત્રેયીએ કહ્યું કે મારે એ પૂછવું છે કે તમે આ કેમ છોડો છો? અમને કેમ આપો છો ? ત્યારે યાજ્ઞવલ્કય એમ કહે છે કે આ અનિત્ય છે અને સુખ આપી શકે તેમ નથી, આમાં સુખ નથી માટે છોડું છું. મૈત્રેયીએ કહ્યું, “આજે મેં તમને ઓળખી લીધા કે જે સુખ આપી શકે તેમ નથી તે અમને વળગાડો છો, અને તમે પોતે અમૃત મેળવવા જાઓ છો. અમે પણ તમારી સાથે આવીશું. અમારે પણ અમૃત જોઈએ છે. નાશવંત પદાર્થો જોઈતા નથી.” ઈશાવાશ્ય ઉપનિષદૂમાં કહ્યું છે કે ‘વિદ્યા મૃત્યુ તીર્તી’ આ જગ્યાએ અવિદ્યાનો અર્થ વિજ્ઞાન છે. તમે વિજ્ઞાનનો ઈનકાર નહિ કરી શકો. આજે તમને જે સુખ સગવડ મળે છે તે વિજ્ઞાનથી મળે છે. સાહેબ ! ચાર કલાક આ વિજળી જાય તો તમારું શું થાય? તે તમે જાણો. કેવાં ઊંચા નીચાં તમે થાઓ છો. કેટલી બળતરા અને મૂંઝવણ થાય છે. લાઈટ ગઈ, ગઈ, ગઈ, એમ કહી નિસાસા નાખો છો અને પાછી આવે ત્યારે નાચી ઊઠો છો. આ વીજળીનો ચમત્કાર છે, આ વિજ્ઞાનનો ચમત્કાર છે. વિજ્ઞાનથી ભૌતિક સુખ પ્રાપ્ત થશે પણ અમૃત તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય. મૈત્રેયી કહે છે, “હે ઋષિવર ! જેનાથી અમૃત પ્રાપ્ત થાય તે અમને જોઈએ છે.”
પહેલી વાત, “આત્મા છે'. આ “છે' માં તમે સંમત થાવ. હાલ થાવ તેમ હું કહેતો નથી, પણ સમજો કે આત્મા છે. તો આત્માનો સ્વીકાર થયો. અત્યાર સુધી દેહ છે, દેહ છે તે એક જ પક્ષનો સ્વીકાર હતો. આહાર, વિષયભોગ, ધન ઉપાર્જન, સંગ્રહ, ભય, કામવાસના, આ મેળવવું, સાચવવું, સંભાળવું, લડવું, ઝગડવું, પચાવી પાડવું, આપવું, રોવું આમ એક જ પક્ષે જીવન હતું. અને જ્યારે આત્મા છે તે નિર્ણય થશે ત્યારે શરીરનું મહત્ત્વ ઓછું થશે. એનો અર્થ એમ નથી કે ગજવામાંથી નોટો ફેંકી દો, પરંતુ તેની પાછળ જે ઘેલછા છે તે મટી જશે. કારણ? આત્મા છે અને આત્મા દેહથી જુદો છે તેવો સ્વીકાર થયો.
આત્મા છે તે નિર્ણય પછી બીજો મહત્ત્વનો નિર્ણય એ છે કે તે નિત્ય છે.” એ સદાકાળ છે, તે સદાજીવી છે. આ ધર્મ સાધના, આ આધ્યાત્મિક સાધના આત્મા નિત્ય હોય તો જ થાય. નહિ તો સાધના કોના માટે કરવાની ? ચાર્વાકે તો કહી દીધું કે - “મમ્મીમૂતરા વેરા પુનરામને pતઃ”. અરે ભાઈ ! આ સ્મશાનમાં કાયા બાળી નાખી પછી પાછું કોઈ આવવાવાળું છે જ નહિ, માટે દેવું કરીને પણ ઘી પીવો, બસ આ જ કરો, પણ શાસ્ત્ર એમ કહે છે કે ના, આવાગમન છે. એક તત્ત્વ એવું છે કે જે કાયમ છે, નિત્ય છે, ત્રણે કાળ રહે છે તેને કહેવાય છે સતુ. જો સત્ છે તો તે સક્રિય છે કે નિષ્ક્રિય છે? એ પરિણમે છે. એ પરિવર્તન પામે છે. એના જીવનમાં જે કંઈ ઘટનાઓ બને છે તે કોના કારણે બને છે? શાસ્ત્ર એમ કહે છે કે તે કાર્ય કરનાર કર્તા છે, એ ક્રિયા કરે છે, અને એ ક્રિયા કરે તેના પરિણામે જે કંઈપણ થાય તેને કર્મ કહેવાય, નિજ કર્મ એટલે પોતાના કર્મનો તે કર્તા છે. બહુ મોટી વાત કરવી છે, અહીંયા કહેવું છે કે તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org