________________
- પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ અનુભવના અંતે શંકરાચાર્યજીએ એ જ પળે ઉદ્ઘોષણા કરી “ત ગપ્રતિક: J’ તર્કની બ્રહ્મજ્ઞાનમાં કોઈ પ્રતિષ્ઠા નથી.” આવા તર્કવિદ પુરુષ કહે તે મહત્ત્વનું છે. જેઓ તકની ધાર ઉપર જીવ્યા છે. એમના બ્રહ્મસૂત્રો, એમના ઉપનિષદો, એમની ગીતા, એ તર્કના પાયા ઉપર છે. આવા તર્કો કરીને સત્યને સિદ્ધ કરવા જેમણે મથામણ કરી છે, તેઓ જ એક દિવસ એમ કહે છે કે તર્કથી સત્યની સિદ્ધિ નહિ થાય, તો પણ અમે શિષ્યના બોધ માટે અહીં તર્કથી વાત કરીશું.
બીજી વાત અમે શાસ્ત્રોનો આધાર લઈને પણ વાત કરીશું. શાસ્ત્રો રૂપી સમુદ્રનું મંથન કરી અમને જે માખણ નવનીત મળ્યું છે, તેની વાત કરીશું – “શ્રુતામોઘેરધાગ્ય’. આ બે પરિબળો તો ખરાં પણ ત્રીજી વાત, અમારા અનુભવથી અમે કહીએ છીએ. તર્ક પણ ખરો, શાસ્ત્ર પણ ખરું અને અમારો પોતાનો અનુભવ પણ ખરો. આ ત્રણે એક જ વ્યક્તિમાં હોય તેવી ઘટના ધરતી ઉપર વિરલ બને છે. તેવી ઘટના પરમ કૃપાળુદેવમાં બની. ઓળખી લેજો એમના અસ્તિત્વને, જાણી લેજો એમની પ્રતિભાને.
श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सद्गुरोः ।
स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥ હેમચંદ્રાચાર્યજીએ એમ કહ્યું કે શાસ્ત્રોરૂપી સમુદ્રનું મંથન કરીને એમાંથી અમને જે કંઈપણ મળ્યું તેના આધારે, અમારા ગુરુની પરંપરાથી અમને જે કંઈ મળ્યું તેના આધારે, અને અમને પોતાને જે સ્વસંવેદન થયું તેના આધારે જે કંઈ પ્રાપ્તિ થઈ તેના દ્વારા અમે યોગશાસ્ત્રને તમારી પાસે રજૂ કરીએ છીએ. અહીં પણ ત્રણે પરિબળો આવ્યાં.
આપણે શ્રીમદ્જીને પૂછી શકીએ તમને કઈ પરંપરાથી પ્રાપ્તિ થઈ ? એક બહુ મહત્ત્વની વાત કરી છે. શ્રીમદ્જીએ પોતાના મુખેથી કહ્યું છે કે અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા. ત્યાંથી અમને અનુભૂતિ મળી છે, ત્યાં અમારો પ્રમાદ થયો પછી અનુભવનો ખજાનો લઈને જુદી જુદી અવસ્થામાં જવું પડ્યું. આજે એ અવસ્થા અમને યાદ આવી જાય છે. મીરાં એમ કહે છે કે મને યાદ આવ્યું છે કે હું ગોકુળમાં ગોપી હતી. મારું નામ લલિતા હતું અને હું કૃષ્ણ સાથે હતી. એ જે લલિતા તે મીરાં. કૃપાળુદેવ ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. અને કહે છે ત્યાં અમને જે ખજાનો મળ્યો, જે અમૃત મળ્યું, જે તત્ત્વ મળ્યું, જે જાણવા મળ્યું, જે પ્રતિભા મળી, જે અસ્તિત્વ મળ્યું, જે જ્ઞાન મળ્યું, જે ભંડાર મળ્યો તે લઈને અમે આવ્યા છીએ. માટે આત્મસિદ્ધિ ગ્રંથ અલૌકિક છે. અમે જે કહીએ છીએ તે બીજા કશા માટે કહેતા નથી. અમારે શાસ્ત્ર રચવા નથી, પાંડિત્યપ્રગટ કરવા કશું કહેવું નથી, પણ જેમના હૃદયમાં આત્મા મેળવવાની તાલાવેલી જાગી છે, તેઓ સારી પેઠે તત્ત્વનો વિચાર કરી શકે તે માટે આ વાત અમે કરીએ છીએ.
કઈ શૈલીથી વાત કરશો? વાત કરવામાં કઈ શૈલી અપનાવશો? પરમકૃપાળુદેવ કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org