Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
Atted
સ્થાપ્નાદરી । श्री कुलपाकजीमंडन ऋषभ - पार्श्व महावीर तीर्थकृद्धयो नमः । · । श्री प्रेम-भुवनभानु धर्मजित जयशेखर सूरि अभयशेखर विजय गुरुभ्यो नमः ।
( દ્વિતીયાતશુત્તિઓ ઓનુણાતી ઓળનાંનો છોn વિષ્કાર ૧૦૦ ભાવસમ્યકત્વમાં કારણભૂત છેસ્વ-પર દર્શન-સિદ્ધાન્તોનું જ્ઞાન. આગમના દંપર્યાર્થનો બોધ પામવા નિ આવશ્યક છે, સૂમ પ્રજ્ઞા અને સર્વત્ર જિનવચન-આજ્ઞા પ્રતિ બહુમાન. અનુત્તરવાસી દેવની સુખ-શુક્લ લેશ્યાને ઓળંગી જવા જરુર છેતત્વઅધ્યયન-ચિંતન-મનન.શ્વાસે શ્વાસે ભવોડના પાપને ખપાવવામાં હેતુ ભૂત છે અપ્રમત્ત સ્વાધ્યાય. સાતમા ગુણસ્થાનનાનિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ છે જ્ઞાન-દર્શન-ચારિત્રનો છે અખંડ ઉપયોગ. ભવસાગરને પાર પામવામાં કારણભૂત ગણાતા અનુભવજ્ઞાનતરફ દિગ્દર્શન કરાવે છે. શિયા શાસ્ત્રાભ્યાસ. અસંગ અનુષ્ઠાન અને સામર્થ્યયોગના અપૂર્વ આનંદ તરફ દોરી જાય છે. શાસ્ત્રયોગ. કલિકાળ ના વિષ ઉતારનારા વિશિષ્ટ મણિસમ છે, જિનબિંબ-જિનાગમ...! તમામ આધિ-વ્યાધિ-ઉપાધિ, તાપ-સંતાપમાં કારણભૂત મનાતી એકાંતદર્શન-દૃષ્ટિરાગ-પૂર્વગ્રહની ત્રિપૂટીને તોડવાનું કામ કરે છે. અનેકાંતદર્શન-ગુણરાગ-સત્યાગ્રહ.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની પ્રતિભામય કાવ્યકલમના અને સૌજન્યમૂર્તિ શ્રી મલ્લિષણસૂરિ મહારાજની નવનવોન્મેષમયટીકાકલમના પવિત્ર સંગમથી તીર્થભૂત બનેલીઅન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા- સાદ્વાદમંજરીસરિતામાં અતલ ગહરાઈ સુધી પેસી જે સ્નાનાવગાહન કરે છે તે ઉપરોક્ત જ્ઞાન-સૂક્ષ્મપ્રજ્ઞા-બહુમાન વગેરે તમામ ઉપાયોની અને તેના ઉપયોની સહજ પ્રાપ્તિનું પ્રબળ પુણ્ય પ્રાપ્ત કરે
છે.
પરમ ઉપાસ્ય જૈનસંઘના શ્રમણ-શ્રમણીવર્ગમાં કદાચ આવા જ હેતુથી આ ગ્રંથનું પઠન-પાઠન વ્યાપક સ્તરે વિસ્તર્યું છે. અને આ બાબતમાં ટૂંકા ગાળામાં આ ગ્રંથના આ ગુર્જતુવાદની બીજી આવૃત્તિનું પ્રકાશન દૂ સાક્ષીભૂત છે.
સુધારા-વધારા થી સંશુદ્ધ આ બીજી આવૃત્તિનું પ્રકાશન અભ્યાસુવર્ગને વિશેષરૂપે સહાયક બનશે એવી દૂ શ્રદ્ધા છે..
પરમપૂજય, અનેકાન્તદેશનાદક્ષ સુવિશાળગચ્છનાયક આચાર્યદેવેશ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-કૃપાથી પૂજ્ય દિવ્યત્ન વિજયજી મહારાજ, મારું અને મુનિ વિમલબોધિ વિજય મહારાજનું સંવત ૨૦૪૭ નું આરાધનામય ચાતુર્માસ ગુજૂર નગરે થયું. શ્રાવક-શ્રાવિકાવર્ગ-વિશેષતયા યુવાવર્ગ પ્રવચનઆદિના માધ્યમથી સારી ધર્મજાગૃતિ અનુભવી. બધા જ ઉત્સાહ-ઉમંગપૂર્વક તપ-જપ-આરાધના અને દાન-નિયમ વગેરેમાં જોડાયા. આ ચાતુર્માસની સુમધુર સ્મૃત્યર્થ શીગુજૂર સંઘે શું જ્ઞાનખાતામાંથી માતબર રકમનો સદુપયોગ કરી આ બીજી આવૃત્તિના પ્રકાશનનો લાભ લીધો છે, જે ાિં ધન્યવાદપાત્ર, પુનઃ પુન: કરણીય અને આદર્શભૂત છે. .
આ ગ્રન્થના સુકૃતના સહુ સહભાગી બનો! અશુદ્ધિ-વીતરાગવાણી વિરુદ્ધ વાણી આદિનું મિચ્છામિ દુક્કડમ. આ ફોગન સુદ બીજ, સંવત ૨૦૪૮ કુલપાકજી તીર્થ
મુનિ અજિતશેખર વિજય.
પ્રસ્તાવના