Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
=
=
=
=
=
=
=
=
સ્થાપ્નાદમંજરી ધ ગ્રંથના વાંચન દ્વારા આ કાર્યને બિરદાવી રહ્યા છે. તેથી તેઓ પણ પ્રશંસાપાત્ર છે. મુદ્રણનું કાર્ય ઝડપથી અને ખંતથી કરવા બદલ હંસા કોષ્ણુ ગ્રાફિકસ પણ અભિનંદન પાત્ર છે.
એક ગ્રંથના સર્જનઆદિ પાછળ આટલા બધાનો યશ ભાગ મારી નજર સમક્ષ તરવરે છે. અને મન મારું છે પરમાત્મા અને પરમાત્માના શાસન પ્રત્યે અભાવથી ઝુકી જાય છે. પરમકૃપાળુ પ્રભુએ શાસન સ્થાપી અને . સત્યતત્વનો પ્રકાશ પાથરી આપણા પર કૃપાનો જે અનરાધાર ધોધ વહેવડાવ્યો છે, તે કલમથી વર્ણવી શકાય તેમ નથી. આ શાસને કલિકાળ સર્વજ્ઞ પરમ પૂજય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા જેવા ગ્રંથકાર અને પરમ પૂજય મલ્લિષેણસૂરિ મહારાજ જેવા સમર્થ ટીકાકાર બક્ષી આપણા સુધી પરમાત્માનો તત્વપ્રસાદ પહોંચતો કરવામાં અગત્યનો ફાળો નોંધાવ્યો છે. આ ક્ષણે ઉદ્ગાર નીકળી જાય છે. મોડતુ ત તવ શાસનાથ' તત્વના સૂક્ષ્મપદાર્થોને કાવ્યમાં હૃદયંગમ શૈલીથી ગૂંથીને કાવ્યકારે અને તેનો યથાર્થ અર્થપ્રકાશ કરી આપણા શ્રતભંડારને સમૃદ્ધ કરી ટીકાકારે કરેલા ઉપકારોને આ ક્ષણે ભૂલી શકાય તેમ નથી. અનેક મુદ્રિત તથા આ જ ગ્રંથની પૂર્વ મુદ્રિત થયેલી અનેક પ્રકાશક/ વિવેચકોની અનેક આવૃત્તિઓ, સાક્ષીપાઠ, શુદ્ધપાઠ, ટીપ્પણી વગેરેમાં મને ખૂબ ઉપયોગી થયા છે. આ ક્ષણે તેને ગ્રંથોના પ્રકાશકો વગેરે પ્રત્યેનો ઋણાનુભાવ વ્યક્ત કરું છું. આ કાર્યમાં પરોક્ષરૂપે.સહાયક બનેલા શાસનદેવ પ્રત્યે પણ આ અવસરે આભાર વ્યક્ત કરવો અનુચિત નથી. અને જયારે મારી દૃષ્ટિ ક્ષિતીજની વિશાળતાને નિહાળે છે, ત્યારે ઉન્માર્ગ સ્થાપી/ પ્રરૂપી સન્માર્ગની મહત્તા સમજાવનારા પરદર્શનકારો, તેમના અનુયાયીઓ પ્રત્યે પણ આભારવશતાની લાગણી ઊભરાઈ આવે છે..અને જયારે એ લાગણી ઘોડાપૂર બને છે ત્યારે આ સમગ્ર સૃષ્ટિએ આ ગ્રંથના વિષયાદિ બનવા દ્વારા કે મૈત્રાદિભાવનાના પાત્ર બનવા દ્વારા મારા પર કરેલા ઉપકારો નજર સામે ઉપસી આવે છે. અહેસાનથી નતમસ્તક બનેલો હું કૃતજ્ઞતાની કિંમત સમજનારા શિષ્યોના પેંગડામાં પગ મુકવાની ધૃષ્ટતા આચરી બેસે છું...અને મારું હૈયું કૃતજ્ઞભાવે મુખદ્વારા બોલી ઊઠે છે-“આ મૃતભક્તિ, સ્વાધ્યાય આદિના સત્કૃત્યથી જે કંઈ સકૃતની પ્રાપ્તિ થઈ હોય, તેનાથી જગતના બધા ય જીવો કલ્યાણ પામો...દુઃખ અને પાપમાંથી કાયમ માટે છૂટકારો પામો.' '
એક વાત રહી ગઈ.પૂજય આત્મીય મુનિવર શ્રી મહાબોધિ વિજય મહારાજે “અયોગવચ્છેદ પર વિશદ પ્રસ્તાવના તથા એ દ્વાર્નિંશિકાનો સરળ ગુજરાતી ભાવાનુવાદ આ બે સુંદર કાર્ય કરી ગ્રંથને સમૃદ્ધ બનાવ્યો છે–તેઓ પણ ખાસ ધન્યવાદપાત્ર છે.
કાનમાં કંઈક!. “આ ગ્રંથના ગુર્જરવગેરે ભાષામાં અનેક વિવેચનો બહાર પડ્યા છે. આ વિવેચનની 1શી જરૂર હતી? આ પ્રશ્ન તમે મને પૂછવા માંગો છોપણ એનો જવાબ હું નહિ આપું...આગ્રંથનો અભ્યાસ કર્યા બાદ સ્વત: ઉત્તર મળશે એવી મને શ્રદ્ધા છે.
એક મિનિટ!... આ ગ્રંથનું વાંચન કરતા પહેલા એક સ્પષ્ટતા... કાવ્યકાર અને ટીકાકાર મહાશયના િઉદારાશયને યોગ્ય ન્યાય મળે, તથા ન્યાયક્ષેત્રે નવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે, ન્યાયના પારિભાષિક ક શબ્દોનો સ્થૂળબોધ થાય...ઈત્યાદિ ભાવથી પ્રેરાઈ મેં મારા ક્ષયોપશમ મુજબ ઠેર ઠેર ટીપ્પનો ઉમેરી
છે. કેટલાક સ્થળે બે પંક્તિ વચ્ચે કડી જોડવા વગેરે આશયથી ભાવાનુવાદમાં જ વચ્ચે વચ્ચે નાના ટાઈપમાં આવશ્યક લાગતી કેટલીક વાતો ઉમેરી છે. આ બાબતોમાં સફળતાનો નિર્ણય વાંચકોપર છોડી દઉં છું..
પ્રાને! આ ગ્રંથમાં જે કંઈ સારું છે તેના સંપૂર્ણ યશભાગી પૂજ્ય ગુરુવર્યોની કુપા છે. અને જે કંઈ ક્ષતિ છે
પ્રસ્તાવના
સંદ
: W19