Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કે
*
*
સ્થાકુટમંજરી કાવ્યરસાયણપયોગમાં તેઓશ્રીએ આપણને પરવાદીઓના એકાવાદમાં પરસ્પર મત્સરભાવના મિશ્રણથી પ્રગટ થતું કુવિકારજનક રસાયણ અને પરમગુરુ પ્રભુના સ્યાદ્વાદમાં મત્સરના મિશ્રણનો અભાવ હોવાથી તૈયાર થતાં “સર્વસમન્વયવાદ રસાયણના સુપરિણામ બતાવ્યા છે.
(૩૧) ચરમધર્મચકવર્તીના ગુણભંડારમાં રહેલા વચનવૈભવ પર વારી ગયેલા કવિવર ત્રીસકાવ્યોમાં એ વચનવૈભવનું વર્ણન કર્યા બાદ અંતે આ કાવ્યમાં સંપૂર્ણ વર્ણન કરવાની પોતાની અશકિત જાહેર કરે છે.
(૩૨) બત્રીશ કાવ્યમજલાના “ત્રિભુવનતિલક સમા પોતાના કાવ્યમહેલના આ મજલે લઈ જઈ) કવિસમ્રાટ કુવાદીઓએ નીચે રહેલા જગતની કરેલી ખાનાખરાબીનું દયાજનક દેશ્ય બતાવી તેનાથી બચવા ચરમ તીર્થપતિની પૂજા કરવાની અનુપમ સલાહ આપે છે. હૈયાની ઊર્મિનો શાબ્દિક આકાર
આ કરી ગ્રન્થ, ગ્રન્થકાર અને ગ્રન્થના વિષયની વાત...હવે રહી મારી વાત...
ગામડીયો આંખના ડૉકટર પાસે ગયો...કહે- “હું વાંચી શકતો નથી.' ડૉકટરે તેની આંખ તપાસી એક ચમાં પહેરાવતા કહ્યું- જો! આ ચશ્માં પહેરતું બરાબર વાંચી શકશે.”
ગામડીયો કહે- “સાચે ! સાચે! સાવ અભણ મને વાંચતા આવડતું નથી. આ ચશમાથી ફટાફટ વાંચી શકીશ..બહુ સરસ! ભણવાની લપ ગઈ ! આ ગામડીયાની વાત સાંભળી ડોકટરે શું કર્યું? તેને વાંચતો કર્યો કે નહિ? એ વાત જવા દો.
પણ મારા માટે તો આવી જ કોઈક ઘટના બની...સંવત ૨૦૩૯ નું એ ચોમાસું પરમારાથ્યપાદ | સિદ્ધાન્તમહોદધિ સંગૃહીતનામય સ્વ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક શિષ્યશ્રેષ્ઠ પરમારાધ્ધપાદ, ૧૦૮ વર્ધમાનતપ ઓળી સમારાધક તપોનિધિ, સંઘહિતચિંતક, સમર્થ અનેકાન્તદેશનાદેશક, ભવોદધિત્રાતા, અનંતોપકારી પરમગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ની પરમપવિત્ર છાયામાં અચિત્યચિન્તામણિ ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના શીતલ સાન્નિધ્યમાં નવસારી નગરે હતું.
એક સુભગ દિને પૂજ્યશ્રીએ ગંભીરવાણીથી મને કહ્યું – “અજિતશેખર! તું સ્યાદ્વાદમંજરીનું ગુજરાતી) વિવેચન લેખ.',
પાસે કાણો પૈસો પણ ન હોય, તેવા ભિખારી પાસે કોઇ સો રૂપિયાનું છૂટું માંગે–ત્યારે પોતાની આટલી કેડીટ સામાએ કરીતેનો જે આનંદ ભિખારીના મુખ પર તરવરે, લગભગ તેવો જ સવિસ્મય આનંદ મને પૂજ્યશ્રીની આ વાણીના શ્રવણથી થયો. મને થયું કે મારા જેવા મુફલીસની પરમગુરુદેવે આટલી મોટી કિંમત આંકી. પણ સાથે મુંઝવણનો પાર નહિ. માંડ પાંચ વર્ષનો નાનકડો પર્યાય, અલ્પ અભ્યાસ, છીછરી બુદ્ધિ અને આવા ગ્રંથોના સંપાદન વિવેચનાદિની ક્યારેય કલ્પના પણ નહિ. હું કંઈ બોલી શક્યો નહિ.
કુશળમતિ પૂજયશ્રી મુખપર તરવરતા મનના ભાવોને કળી ગયા. કહે- “અરે! મુંઝાઇ છે શાનો? શરુ કર.... હું તને કહું છું ને! મારા પર વિશ્વાસ નથી? જા તું એ કામ અવશ્ય કરી શકશે.” વચનસિદ્ધ એ મહાપુરુષની વાણી પાછી ઠેલવાની હિંમત ન ચાલી. મેં મસ્તક નમાવ્યું. પૂજયશ્રીનો પરમકૃપાળુ હાથ માથે
===
* *
E
*
પ્રસ્તાવના