Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ક
:
:
Dાઠમંજરી દર્શનીય સૌન્દર્ય છે.
(૫) કવિવરના કુશળહસ્તે કેળવાયેલા આ કાવ્યપુષ્પ એકાનિત્યાનિત્યપક્ષે રહેલા દૂષણોની દુર્ગન્ધ દૂર કરી અનેકાન્તવાદની મહેક પ્રસરાવી છે.
(૬) ઇશ્વરની કલ્પનાના આધારે કરાયેલા તેના એકત્વ, નિયત સ્વવશ્યત્વ, સર્વવ્યાપિતા અને સર્વજ્ઞતા આદિના નિરાકરણો આ કાવ્યકમળની કેસરાઓ છે. ઇવરના માથેથી જગત્કર્તત્વનો અયોગ્ય ભારત દૂર કરી કવિવરે ઇશ્વરને આપેલો ન્યાય-આ કાવ્યકમળના કેસરાનો મધુર રસાસ્વાદ છે.
(૭) આ કાવ્યગુલાબમાં કવિવરની કલમની કૃપા પામવાનું લ્યાણ ધર્મધર્મભેદ અને સમવાયની કલ્પનાના ખંડનને પ્રાપ્ત થયું છે.
(૮) કવીશ્વર કુશળ માળી છે. તેમણે પોતાના કાવ્યબાગમાં ઉછરેલો આ કાવ્યમોગરો “સત્તા પદાર્થ, જ્ઞાનની આત્માથી ભિન્નતા અને જ્ઞાન-સુખ વિનાનો મોક્ષ પર પરિકલ્પિત આ ત્રણ સિદ્ધાન્તોના ખંડનજલથી સિચાયો છે.
(૯) વિભુઆત્મવાદના ચૂરણખાતરથી આ કાવ્યચંપકને સુંદર વિકાસ થયો છે. " (૧૦) કવિવરમાળીએનૈયાયિકમાન્ય સોળપદાર્થોની અવિચારિતરમણીયતારૂપ અને તેમના સ્થાપકના પોકળ વૈરાગ્યરૂપ બાવળોને દૂર કરવા દ્વારા આ કાવ્યમાલતીનું વાવેતર કર્યું છે.
(૧૧) આ કાવ્યકુંડમાં વેદવિહિતહિંસાની ગર્ધતા અને અપવાદપદની અયોગ્યતા સાધક અર્થ કેવો બનીને ખીલ્યો છે અને જિનભવનાદિઅંગેની હિંસાની ન્યાયપુર:સરતા પરમ આહ્વાદ બક્ષતી સુવાસ છે. ( ૧૨) નિત્યપરોક્ષજ્ઞાનવાદી મીમાંસકમત અને એકાત્મસમવાયિજ્ઞાનાન્નરવેદ્યજ્ઞાનવાદીનેયાયિકમતનું આ કાવ્યમાં “બારમું કરવામાં આવ્યું છે. તેમાં ભેગીભેગી કરેલી જ્ઞાનના સ્વસંવેદનની સ્થાપના પુષ્પાંજલિરૂપ
(૧૩) માયાવાદની માયા (= કપટ) પ્રગટ કરી કવિવરે મુગ્ધલોકોને માયામાંથી મુક્ત કરવાનો કરેલો સુયોગ્ય પ્રયત્ન આ કાવ્યચમેલીની સ્મરણીય સુવાસ છે..
૧૪) આ કાવ્યઉધાનમાં કવિવરે અનેકાન્તપુષ્પોની “સામાન્યવિશેષઉભયાત્મક વાચ્ય વાચકભાવ શું પાંખડીને પાંગરવાની તક આપી છે. અને તેમાં એકાવાદના અવરોધને દૂર કર્યા છે.
(૧૫) બત્રીશડાળીમય સ્યાદ્વાદવૃક્ષની આ ડાળી પર વિકસેલી મંજરીનો રસાસ્વાદ પીરસતા કવિ શ્રેષ્ઠ સાંખ્યમત અભીષ્ટ પુરુષપ્રકૃતિ આદિ વાદનું “કચુંબર' કર્યું છે.
(૧૬) સાપેક્ષવાદવૃક્ષની આ શાખામાં રહેલી મંજરીને પકડી કવિકોયલે કરેલા ટહુકારના પડઘામાં બૌદ્ધદર્શનમાન્ય પ્રમાણથી અભિન્ન પ્રમાણફળવાદ અને જ્ઞાનાતવાદના નિરાસનો ધ્વનિ સંભળાય છે. !
(૧૭) વિજયવાદ = સ્યાદ્વાદ) વૃક્ષની આ ડાળી પર વિકસેલી મંજરી પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રિમિતિરૂપ તત્વચતુષ્ટયનિષેધક શૂન્યવાદના ખંડન આકારને ધારણ કરે છે.
(૧૮) કવિવરે ગુંથેલા કાવ્યહારના આ સ્ફટિકમણિમયમણકામાં ક્ષણિકવાદમાં રહેલા કતપણાશ,
જ
:::
:
પ્રસ્તાવના