Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri Publisher: Jain Sangh GanturPage 19
________________ E ૪ ચાતુષ્ઠમજવી અકૃતાગમ, સંસારભંગ, મોક્ષભંગ અને સ્મૃતિભંગ–આ પાંચ દોષોનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. (૧૯) બૌદ્ધમતથી જન્મેલું લણસન્નતિ-વાસના વચ્ચેના સમ્બન્ધરૂપ બાળક ભેદ, અભેદ અને તદનભયરૂપ કફ, પિત્ત અને વાતજન્ય દોષોથી પીડિત છે. કવિવરરૂપ કુશળ ડોકટરે તે દૂર કરવા ભેદભેદસ્યાદ્વાદઔષધનું સેવન કરવાની સલાહ આ કાવ્યમાં આપી છે. | (૨૦) કવિવર કુશળ એજીનીયર છે. તેમણે સર્જેલી બત્રીશમજલાની ગૈલોકય દીપક ઇમારતનો આ છે મજલો ખંડિત થયેલા નાસ્તિકવાદના અવશેષોથી સજાવેલો નજરે પડે છે. (૨૧) કવિરૂપ માનસશાસ્ત્રીએ વસ્તુને ઉત્પાદ-વ્યય-ધવ્યયુક્ત જોવા છતાં પરમાત્માની આજ્ઞાની છે અવજ્ઞા કરી વસ્તુને તે રૂપે નહિ સ્વીકારતા પરદર્શનોની ઉન્મત્તતાનું નિદાન આ કાવ્યમાં બતાવ્યું છે. (૨૨) કવિવર કુશળ નાવિક છે. તત્ત્વસરિતામાં કાવ્યનૌકાદ્વારા આપણને સ્વૈરવિહારની મોજ કરાવતા આ કુશળનાવિકે બાવીસમાં હલેસે તસ્વસરિતામાં પ્રતિબિંબિત થતા અનન્નધર્મમય વસ્તુના સૌન્દર્યનું સરમ્ય દર્શન કરાવ્યું છે. (૨૩) કવિવર પુરાતત્વવિદ્ છે. તેઓશ્રી આ કાવ્ય દ્વારા પોતાના મ્યુઝીયમમાં રહેલી-વસ્તુની સંક્ષેપથી દ્રવ્યરૂપતા અને વિસ્તારથી પર્યાયરૂપતા, તથા આદેશભેદે રચાતી સપ્તભંગી-આઇટમની રસપ્રદમાહિતી આપે છે. (૨૪) કવિવિધાતાએ બનાવેલા કાવ્યસરોવરમાં આકાર પામેલા આ કાવ્યતરંગમાં ઉપાધિભેદે વસ્તુગત સત્વ, અસત્વ અને અવક્તવ્યતાની પ્રતિછાયા જોવા મળે છે. (૨૫) પરમાત્માએ પીરસેલા સ્યાદ્વાદામૃતના પાનથી અત્યન્ત તૃપ્ત થયેલા કવિવરને આવેલા અમૃતમય ઓડકારોની પરંપરાના આ કાવ્યઓડકારમાં વસ્તગત નિત્યાનિત્યતા, સત્તાસત્વ, સંદેશવિદેશતા અને વક્તવ્યતા-અવક્તવ્યતાની સુગંધ આવે છે. (૨૬) કવિવરે પરમાત્મભક્તિમોત્સવનિમિત્તે ગોઠવેલા ભોજન સમારંભમાં આપણને બત્રીસ કાવ્ય પકવાન્ન પીરસ્યા છે. તેમાં આ પકવાન્સ પરવાદીઓના પરસ્પર યુદ્ધથી નિષ્કટક બનેલા અને સર્વશ્રેષ્ઠ બનેલા જૈનશાસનના જયરૂપ મધુરાનંદરસથી સભર છે. (૨૭) કવિ શ્રેષ્ઠ સંગીતકાર છે. એકાનિયાનિત્યવાદમાં સુખદુ:ખ, પયપાપ, અને બધમોક્ષ યોગ્ય છે બનતા નથી. આવા એકાન્તવાદની પ્રરૂપણા કરનારા એકાન્સવાદી પ્રરૂપકોથી જગત પીડા પામી રહ્યું છે. કવિસંગીતકારે છેડેલા આ કાવ્યરૂપ સંગીત આલાપમાં જગતની આ પીડાનું કરુણસંગીત વહી રહ્યું છે. (૨૮) કવિવર શ્રેષ્ઠ ચિત્રકાર છે. તેમની આ કાવ્યચિત્રકૃતિમાં નય, દુર્નય અને પ્રમાણનું મનોરમ્ય ચિત્ર ઉપસી આવ્યું છે. (૨૯) કવિવરે સર કરેલા બત્રીશકાવ્યશિખરોમાંના આ શિખર પર આરોહણ કરતા શિખરની એક બાજુ પરિમિતવાદની કુરૂપતા નજરે ચડે છે, તો બીજી બાજૂ જિનેશ્વરકથિત જીવઅનન્નતાનું સરૂપ સૌન્દર્ય છે. આંખે વળગે છે. (૩૦) કવિવર શ્રેષ્ઠ રસાયણશાસ્ત્રી છે. પોતાની પરમાત્માસ્તતિ લેબોરેટરીમાં કરેલા આ ---------- પ્રસ્તાવના ------- 0 16 TRENNING સિદદ કરી.Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 376