Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:
:
:
:
:
:
:::
:
:
:
::
ચાકુષ્ઠમંજરી વિશે તાગ મેળવવા મેં કાળસરિતામાં ઝંપલાવ્યું. પણ કાળસરિતાના પ્રચંડ વહેણ સામે આપણે શું ગજુ? કાળના વહેણને આંબી તેમના ચરિત્રનો ચિતાર મેળવવા અલ્પજ્ઞ મેં કરેલો પ્રયત્ન વામણો નીવડ્યો. જે કંઈ મૌતિક પ્રાપ્ત થયા છે તેઓએ રચેલી પ્રશસ્તિમાંથી જ પ્રાય: ઉપલબ્ધ થયા. જે આ પ્રમાણે છે-તેઓશ્રી પાટણની અસ્મિતાના પાણભૂત નાગેન્દ્રગચ્છીય શ્રી શીલગુણસૂરિજીની પાટપરંપરારૂપ નભોમંડળના તેજસ્વી તારલા હતા. આરમ્ભસિદ્ધિવગેરે ગ્રન્થોના પ્રણેતા શ્રી ઉદયપ્રભસૂરિજી તેમના ગુરુવર્ય હતા. શ્રી મલ્લિષેણસૂરિ એ
સ્યાદ્વાદમંજરી'ની રચના શક સંવત ૧૨૧૪ (વિક્રમ સંવત ૧૩૪૯)માં કરી અને તેમાં ખરતરગચ્છીય શ્રી જિનપ્રભસૂરિ એ સુંદર સહાય કરી. પૃષ્ઠો પર અંકિત થયેલા અતીતના દર્શન કરતાં તેઓશ્રીએ
સજજનચિત્તવલ્લભ' નામની પચ્ચીશ શ્લોકમય નાનકડી કૃતિ રચ્યાના સંકેત દેખાયા. તેઓશ્રીએ આ શિ સિવાય અન્ય કોઈ કૃતિ રચી છે કે નહિ? ઈત્યાદિ વિશેષ માહિતી મને ઉપલબ્ધ થઈ નથી.
નૈયાયિકઆદિ દર્શનની મિથ્યા માન્યતાઓનું ખંડન, સ્વપક્ષનું અકાય તર્ક અને યુકિતથી સ્થાપન વગેરે બુદ્ધિની કઢી કરી નાખનારા તાર્કિક સૂક્ષ્મપદાર્થોનું સુંદર નિરૂપણ તેઓશ્રીએ ખૂબ સાહજિકતાથી કર્યું છે. તેમની પ્રતિપાદનશૈલી એટલી બધી સચોટ અને સુગમ્ય છે, કે ન્યાયજ્ઞાનમાં બાળ ગણાતી વ્યકિત પણ તરત સમજી જાય. તેથીસ્તો ન્યાયગ્રન્થોના અભ્યાસના આરંભમાં આ ગ્રન્થનું પઠન-પાઠન પ્રચલિત બન્યું છે. દષ્ટાનોની બહુલતા, લૌકિકન્યાયોનું આલંબન અને પ્રસિદ્ધ ઉકિતઓના સહારાથી આ ગ્રન્થ સુરુચિકર બન્યો છે. સ્વ-પર અનેકગ્રન્થોના સાક્ષી-સૂચનો ટીકાકારની જ્ઞાનસમૃદ્ધિને છતી કરે છે, તેમજ તેમના તર્કને બળ પૂરે છે. ઠેકઠેકાણે પદલાલિત્ય અને અલંકારગર્ભિત વચનોએ ગ્રન્થને સુરમ્ય બનાવ્યો છે. પરવાદીઓ માટે પણ સૌમ્ય વાણીપ્રયોગ તેમના વાચંયમીપણાને સુશોભિત કરે છે. તેઓશ્રીએ ખોટું પાણ્ડિત્ય દર્શાવવાનો મોહ જતો કરી મિતાક્ષરોમાં કહેવા યોગ્ય બધું કહી બતાવ્યું છે, અને એક અક્ષરનું પણ લાઘવ પુત્રજન્મોત્સવરૂપ છે ઈત્યાદિ ન્યાયોકિતને સુયોગ્ય ઠેરવી છે. અનેક મહાનુભાવો દ્વારા અનેક ભાષામાં થયેલા આ ગ્રન્થના અનુવાદો, તથા અનેક પ્રકાશકો દ્વારા થયેલું આ ગ્રન્થનું અનેક આવૃત્તિઓમાં પ્રકાશન એ જ આ ગ્રન્થની મહત્તા લોકભોગ્યતા અને લોકપ્રિયતા સૂચવે છે, તેથી એ અંગે વિશેષ કથનથી સર્યું
ગ્રન્થાવલોકન-ઊડતી નજરે હવે, બત્રીશકાવ્યપુષ્પોથી સુગ્રથિત આ ગ્રન્થના પ્રત્યેક કાવ્યપુષ્પમાં રહેલા મધુરજને આવો! આપણે દૂ મધુકર બની રસાસ્વાદ કરીએ. કાવ્યો –
(૧) આ કાવ્યપુષ્પ મંગળાચરણ, સ્તુતિપ્રતિજ્ઞા, શ્રી વર્ધમાનજિનના ચાર મૂળાતિશયોની સ્તુતિ વગેરે નાજૂક પાંખડીઓથી મનહર છે. ટીકાકારે પ્રત્યેકવિશેષણની સાર્થકતા દેખાડી, પરતીર્થિકોમાં આપ્તત્વને નિષેધ કરી સૌન્દર્યમાં વધારો કર્યો છે.
(૨) પ્રભુના બધા સ્તુત્યગણોમાં યથાર્થવાદિતા ગુણની વિશેષ મહત્તાનું દર્શન કરાવતા કાવ્યકારે રુિં કરેલો પોતાની ઉદ્ધતાઈને પરિવાર આ કાવ્ય કુસુમની કોમળ કળી સમાન છે.
(૩). અન્યતીર્થિકોને તત્વવિચાર કરવાની કવિવરે આપેલી કડવી પણ કલ્યાણકારી સલાહ આ વ્યકુસુમની કમનીય કર્ણિકા છે. (૪) વૈશેષિક પરિકલ્પિત સામાન્ય વિશેષપદાર્થદ્રયની અયોગ્યતાનું આલેખન આ કાવ્યકુમુદનું
પ્રસ્તાવના . .
દિકરી