Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
#
૨
આ ચાહુકમંજરી
દીદાદા આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા એક દષ્ટાંત સમજી લો. ભારે તાવમાં પટકાઈ પડેલો છોકરો કડવી ૬ ગોળી લેવા કેમે કરીને તૈયાર નથી. તેથી વાત્સલ્યમયી માતાએ યુકિત લડાવી. મીઠો, મધ જેવો પે તૈયાર છું કર્યો અને તેની મધ્યમાં તાવ ઉતારનારી કડવી ગોળી ધરબાવી દીધી. પુત્રના મસ્તક પર પ્રેમાળ હથ ફેરવી દે પેંડો ખાવા આપ્યો. પોતે બીજા કામમાં પરોવાઈ. થોડીવાર રહીને પૂછ્યું, “બેટા પેડો ખાધો દીકરાએ . ઠાવકા મોઢે કહ્યું-હ! મા! પંડે ખાધો, અને તેમાં રહેલો ઠળીયો ફેંકી દીધો!! તૈયાયિક વગેરે પરવાદીઓની તિ આ દશા છે. મહામોહઅને મિથ્યાત્વનો ઉદય તાવ જેવો છે. સ્યાદ્વાદનો સ્વીકાર મોહતાવને ઉતારનારું રામબાણ ઔષધ છે. મિથ્યાત્વના ઉદયમાં આ સ્યાદ્વાદ ગળે ન ઉતરે-કડવો લાગે તે સહજ છે. કરુણાસાગર તીર્થકરે છે પરમવાત્સલ્યમયી માતા છે, જૂદા જૂદા નયોને આગળ કરી પરમાત્માએ પ્રકાશેલી સુધાવાણી પૅડા તુલ્ય છે. શિ જૂદા જૂદા નયને પ્રધાન કરનારી દેશનાદ્વારા પરમાત્માને મૂળમાં તો મિથ્યાત્વમોહ તાવ ઉતારનારું સ્યાદ્વાદ શું ઔષધ જ પાવું છે. કેમકે “સિદ્ધિઃ દિવા' વચનથી તત્વની સિદ્ધિ સ્યાદ્વાદથી જ થઈ શકે–તે સુગમ્ય છે.) પરદર્શનકારોએ પ્રભુની વાણીમાંથી પોતપોતાને ઈષ્ટ નયનો સ્વીકાર કર્યો. એ વાત નંદસૂત્રના જયઈ છે સુઆણં પભવો વચનથી સિદ્ધ છે. આ પરદર્શનોએ સ્વાભિષ્ટનયરૂપ પેંડાનો સ્વીકાર કર્યો, અને સ્યાદ્વાદને ઠળીયાતુલ્ય માની ફગાવી દીધો. પંડમાં પુષ્ટિદાયક ગુણ છે, પણ તાવ દૂર થાય છે. તાવની હાજરીમાં તો પેંડા ખાવાથી તાવ વધે જ. કડવી ગોળીથી પહેલા તાવ ઉતારવો આવશ્યક છે. બસ, આ જ પ્રમાણે સ્યાદ્વાદનો સ્વીકાર મોહ-મિથ્યાત્વતાવને દૂર કરે, અને સમ્યકત્વરૂપ આરોગ્ય બક્ષે. તે પછી કરેલી નયોની વિચારણા અવશ્ય સમ્યકત્વરૂપ આરોગ્યને પુષ્ટિદાયક બને. પણ સ્યાદ્વાદને છોડી માત્ર તેને નયોને પકડવામાં મોહતાવ હિટે તો નહિ પણ ઉપરથી વધે જ. પરદર્શનકારોને મોહમિથ્યાત્વનો તાવ જોરદાર છે, તેથી તેમની પાસે નયસત્ય હેવા છતાં સ્યાદ્વાદષ્ટિના અભાવમાં લાભને બદલે નુકશાન જ થાય છે. વસ્તુના એક ધર્મને પકડી વસ્તુને સંપૂર્ણતયા તે રૂપે જ માનવા–મનાવવાની તેમની ચેષ્ટા તેમના પ્રબળ મોન્માદને પ્રગટ કરે છે. નયસત્યને તેની કક્ષામાં રહેવા દેવાને બદલે પ્રમાણની કક્ષામાં લઈ જવામાં એ નય, પ્રમાણ તો બની શકતો નથી, પણ નયરૂપે પણ રહેતો નથી, બલ્ક દુર્નય બની જાય છે. “આશિકસત્યને સંપૂર્ણ સત્ય ઠેરવવા જતાં તે મહાઅસત્ય, બની જાય છે. આ વાત તેઓ ભૂલી ગયા છે. આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વના પ્રબળ ઉદયે તેઓ પોતાની આ ભૂલને સત્યમાં ખપાવવા ઉદ્યમ કરે છે, અને તે માટે મતિઅજ્ઞાનાવરણના સંયોપશમથી મળેલી દુર્બદ્ધિનો ઉપયોગ કરે છે. અને બીજી અનેક અસત્કલ્પનાઓ ઘડી એક જૂઠ સો જૂઠને ખેંચી લાવે એ પંકિતને ચરિતાર્થ કરે છે. તેઓ મુગ્ધ લોકોને છેતરે છે, અને સન્માર્ગ પામેલાઓને ઉન્માર્ગી ઠેરવવાની બાલિશ ચેષ્ટાથી મહાપાપના પોટલા ભેગા કરે છે. તેઓની આસ્વપરને પ્રબળ હાનિકારકચેષ્ટા જોઈ, અમેય કરુણાથી છલકાતા કાવ્યકારઆચાર્યએ અને ટીકાકારઆચાર્યએ તેમની પ્રરૂપણાઓને ખાંડી છે. અહીં બને પૂજય આચાર્યોએ-આ
ભૂલા પડેલાઓસન્માર્ગને પામે, તથા મુગ્ધલોકો તેઓથી ભરમાઈને ઉન્માર્ગે ન જાય અથવા સન્માર્ગ પામેલાઓ જ તેઓના બુમરાણથી શંકા પામી સન્માર્ગ છોડી ઉન્માર્ગે ન વળે-આવા પવિત્રઆશયથી જ પરદર્શનોનું ખંડન કર્યું છે. આ ખંડનમાં ક્યાંય બીજાને હલકા ચીતરી પોતાની મોટાઈ બતાવવાની મનોદશા નથી. ક્યાંય બીજાને પછાડી પોતાની ઊંચાઈ બતાવવાની તુચ્છચેષ્ટા નથી. ક્યાંય અસૂયાદેષ્ટિનો અંશ નથી. આ બાબતની મા ચોખવટ ત્રીજા કાવ્યના પઠનથી સ્પષ્ટ થઈ શકે તેમ છે. વળી આ ગ્રંથમાં કયાંય નયસત્યોનું ખંડન નથી કર્યું છે છે, પણ મિથ્યા દુર્નયોનું જ ખંડન કર્યું છે.
વળી પ્રાય: પરદર્શનકારે સાદ્વાદના સ્વરૂપને સમજી શક્યા નથી. તેથી તેઓ જ્યારે જયારે પોતાના દે
8:
પ્રસ્તાવના
કાન