Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri Publisher: Jain Sangh GanturPage 14
________________ ' ' ' ' ' ' ' ' ક સ્થાપ્નાદયેજરી દરેકનું પ્રતિપાદન જૂદા જૂદ છે, પણ ત્યાં સુધી વાંધો નથી. વાંધો ત્યાં આવે છે, જ્યાં તેને દષ્ટિકોણથી પ્રાપ્ત A થયેલા આશિક સત્યને સંપૂર્ણ સત્ય તરીકે સ્થાપવાનો પ્રયત્ન થાય છે. નયવાક્ય ને પમાણવાક્ય કલ્પી લેવાની અયોગ્ય ચેષ્ટા થાય છે. એક સત્યાંશના આધારે એકાંતવાદનો આશરો લેવાની ભૂલ અક્ષમ્ય છે, કેમકે આ એકાન્તવાદ દષ્ટિને સાંકડી, રાંકડી અને તુચ્છ બનાવી દે છે. એકાન્તવાદીઓ પોતાને પ્રાપ્ત થયેલા એક આ સત્યાંશને સર્વથા સત્ય તરીકે સ્થાપવાના ઝનુની પ્રયાસમાં બીજાને પ્રાપ્ત થયેલા સત્યાંશની માત્ર ઉપેક્ષા નથી કરતાં, પણ જોરશોરથી વિરોધ કરે છે. પરિણામે સર્જાય છે ... કદી અંત ન પામનારી વાદોની વણઝાર... વાલારા પ્રતિવાતાં વત્તોડનિરિવતાંતથી | dીનં નૈવ જીન્ત તીતપીત્રવત્ ગતin' આ ઉક્તિને તેઓ સાર્થક કરે છે. એકાજવાદી પાસે બીજાને સમજવાનું દિલ નથી, બીજાના વિચારને અપનાવવાની તૈયારી નથી. મારું એ સાચું એ તેમની માન્યતા છે. આની સામે અનેકાન્તવાદ–સ્યાદ્વાદસિદ્ધાંત વિશાળ છે–મહાન છે. કેમકે તેની પાસે ઉમદા દેષ્ટિ છે. બધા સત્યાંશોનો સુયોગ્ય સંગ્રહ કરવાની અનોખી આવડત છે. બધાને તિરસ્કારવાનું ઝેર નથી, પણ આવકારવાનું અમૃત છે. આશાવાદ કે નિરાશાવાદના દૂષણો નથી, પણ યથાર્થવાદનું ભૂષણ છે. અદ્ભુત સમન્વયશકિત છે, આંશિક સત્યોના આધારે સંપૂર્ણ સત્યને તારવવાની કુશળતા છે. દષ્ટાંત:- કોર્ટમાં એક મહત્વના પ્રસંગનો કેસ ચાલતો હતો. પ્રસંગ કયાં બન્યો? તે શોધવા જૂદા જૂદા સાક્ષીઓની જુબાની લેવાઈ રહી હતી...એક વિશ્વાસપાત્ર સાક્ષીએ કહ્યું “આ પ્રસંગ ખુલ્લા આકાશ નીચે બન્યો છે. બીજા એટલા જ વિશ્વસનીય સાક્ષીએ કહ્યું- “આ પ્રસંગ ચાર દિવાલની વચ્ચે બન્યો છે. પ્રથમ નજરે દેખાતા આ વિરોધાભાસે ગૂંચ ઊભી કરી. ત્યાં સ્યાદ્વાદ શૈલીના હાર્દને સમજની ત્રીજી સાક્ષીએ કિરીબને સાચા છે! પ્રસંગ એક નવા બનતા મકાનમાં બન્યો છે. પ્રસંગ બન્યો ત્યારે મકાનની દિવાલો - ચણાઈ ગઈ હતી, છતનું કામ બાકી હતું અને બધી ગૂંચ ઉકળી ગઈ. કડીનું અનુસંધાન થઈ ગયું. - અનેકાંતવાદી પાસે જ આવી બીજાના વિચારને અપનાવવાની મહાનતા છે, તેથી જ તુચ્છ પકડ, હઠાગ્રહ કે મમતની ગ્રંથી તેને સતાવતી નથી. અનેકાન્તવાદને વિશાળ સમુદ્રની અને એકાંતવાદને છીછરી નદીની ઉપમા વગર કારણે મળી નથી. સાત અંધ પુરુષ અને હાથીનું દષ્ટાંત પણ આજ કારણસર પ્રસિદ્ધ થયું છે. યુએટીટ્યુડ(your attitude)-સામેની વ્યકિતના દષ્ટિકોણથી વિચારવાની તૈયારી માત્ર સ્યાદ્વાદીને જ વરેલી છે. તેથી જ સ્યાદ્વાદી સકળ જીવસૃષ્ટિ પ્રત્યે સહાનુભૂતિ અને સ્નેહની સરવાણી વહાવી શકે છે. તે જ બધા સાથે મૈત્રીના ઉષ્માભર્યા સમ્બન્ધો રાખી શકે છે. બધા ગુણોના મૂળ સ્રોત સમાન “દિલની ઉદારતા ગુણ સ્યાદ્વાદીને જ સુલભ છે. “સાચું એ મારું –એ તેમની ફિલસુફી છે. પરવાદનું ખંડન શા માટે? અહીં પ્રશ્ન થાય કે જો સ્યાદ્વાદી પાસે સમન્વયદેષ્ટિ ય, બધાને આવકારવાનું દિલ હૈય, તો પછી છે નેયાયિકઆદિ પરદર્શનોના દૃષ્ટિકોણને સમજીને સ્વીકારવાને બદલે તેઓનું ખંડન શ્રી હેમચંદ્રસૂરિએ છે અન્યયોગવ્યવચ્છેદ બત્રીશીમાં અને શ્રી મલ્લિષણસૂરિ એ તેની સ્યાદ્વાદમંજરી ટીકામાં શા માટે કર્યું છે ? બીજાની લીંટીને ટૂંકી કરી પોતાની લીટી મોટી દેખાડવાની આ પદ્ધતિ શું ઉપરોક્ત દાવા સાથે સંગત છે? બીજાને પછાડી પોતાની ઊંચાઈ દર્શાવવામાં સમન્વયષ્ટિને બદલે અસૂયાદષ્ટિ જ વ્યકત થાય છે.” ન NNNNNNN પ્રસ્તાવના ********* * * * ::::::::: પdi)Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 376