Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 13
________________ ચાલાકજરી પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના || શ્રી અહં નમ: | wwws nnnnnn અંતરની અનુભૂતિનો આંશિક આવિષ્કાર.. એક ભાઈએ બીજાને પૂછ્યું ” તને કેટલા વર્ષ થયા? બીજાએ કહ્યું - બાવીસ વર્ષ ! પહેલાએ સવિસ્મય પૂછ્યું - અરે! મે તેને થોડાક વર્ષ પહેલાં પૂછેલું, ત્યારે પણ તે બાવીસ વર્ષ શું જ કહેલા! આમ કેમ? બીજાએ ટાઢકતાથી જવાબ વાળ્યો - હું સત્યવાદી છું. અને સત્યવાદીઓ કદી પોતાના વચનને ફેરવતા નથી !! આને સત્યવાદી કહી શકાય ખરો? વચન ન ફેરવવા એ અલગ વસ્તુ છે, અને બદલાતા સત્યને અનુરૂપ વચનો બોલવા એ અલગ વસ્તુ છે. કેટલાક ટંકશાળી સત્યવચનો ત્રિકાળાબાધિત હેય છે. કદી ફેરવાતા નથી. કેમકે તેઓ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો નિર્દેશ કરનારા શ્રેય છે. ચા પદથી લાંછિત આ અવિચલિત સત્યો સંપૂર્ણ સત્ય (Perfect Truth) છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ, તો પ્રમાણવાક્યો છે. દા. ત., પવિત્ર વ્યયુક્ત સત્ (જે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા યુક્ત હેય, તે જ સત વસ્તુ છે.)વસ્તુનું આ સંપૂર્ણ સ્વરૂપ ફેરવાતું નથી. તેથી આ વાક્ય સંપૂર્ણ સત્ય-પ્રમાણવાક્યરૂપ છે. બીજા કેટલાક સત્યો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ પરિસ્થિતિને અનુરૂપ કરનારા હોય છે. જૂદા જૂદા અંશોને આગળ કરી બદલાતા રહે છે. આ સત્યો આંશિક સત્યો (Relative Truth) છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ, તો તેઓ નયવાક્ય છે. દા. ત. વસ્તુના પર્યાયઅંશને આગળ કરી બોલાતા “વસ્તુ ક્ષણિક છે" ઈત્યાદિ વચનો. ' આ બે પ્રકારના સત્યો વચ્ચે રહેલી ભેદરેખાને પારખવી ખૂબ આવશ્યક છે. અલબત્ત, આંશિક સત્યોનો સરવાળો સંપૂર્ણ સત્યની કોટિને પામી શકે છે. સર્વાભિષ્ટદાયક ચા મંત્રના પ્રભાવે પ્રમાણપદ પર પોંચી શકે છે, પરંતુ જયારે આંશિક સત્યોને જ સંપૂર્ણ સત્યરૂપે સમજવાની ભૂલ કરાય છે, ત્યારે ભારે ગેરસમજ ઊભી થાય છે અને તે સત્યો જ મહા અસત્યરૂપ બની જાય છે. આ વાત ઉપરના દૃષ્ટાંતથી સહજ સમજી શકાય છે. આંશિક-નયાત્મક સત્યો અનંતા સંભવી શકે છે. કેમકે (૧) આ સત્યની પ્રતીતિ વસ્તુના ધર્મો-પર્યાયોને અપેક્ષીને હેય છે, અને વસ્તુના ધર્મો અનંતા છે. (૨) છદ્મસ્થજીવોની પ્રતીતિ કાયોપથમિક જ્ઞાનપર અવલંબે છે, અને સાયોપથમિકજ્ઞાન એટલું બધું વિચિત્ર છે કે, તેના અપરિમિતભેદે સંભવે છે. પ્રતિવ્યકિત માયોપથમિકજ્ઞાન ભિન્ન સ્વરૂપને ધારણ કરે છે. તેથી પ્રતિવ્યકિત વસ્તુને જોવાની દૃષ્ટિ પણ જૂદી જૂદી ઈ શકે છે. તથા (૩) પ્રતિવ્યકિત દ્રવ્યાદિ સામગ્રીમાં ભેદ હેય છે. આમ પ્રતિવ્યકિત એકની એક વસ્તુ છે ભિન્ન ભિન્ન ધર્મ, પર્યાય વગેરેને આગળ કરી ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય તે સહજ છે. તાર્કિક પ્રકાડ શ્રી ઉમિયા સિક્સેનદિવાકરસૂરિના “જાવઈયા વયણપહો.” ઈત્યાદિવચનની સત્યતા અનુભવસિદ્ધ છે. વિશેષ મહત્તા આ દષ્ટિકોણની નથી, પણ આ દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલા સત્યને કેવા રૂપે પકડવામાં આવે છે. તેની છે. દ્રવ્યાર્થિકનયો અને પર્યાયાર્થિક નયના દષ્ટિકોણમાં ભેદ છે. જ્ઞાનનય અને ક્રિયાનયની વિચારવાની ઢબ ભિન્ન ભિન્ન છે. વ્યવહારનય અને નિશ્ચયનયના રાહઅલગ-અલગ છે. નૈગમવગેરે નયોનું ૪ પ્રસ્તાવના

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 376