Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલાકી ફર્યો. અને જાણે શકિપાત થયોડેકટરના ચશ્માથી ગામડીયો ભલે વાંચતો ન થયો, પણ કૃપાળુ ગુરુદેવશ્રીની
અસીમકૃપાથી હું તો લખતો થઈ ગયો.. પછી પણ મારા ઉત્સાહના દીપને તેજ રાખવા વારંવાર પ્રેરણાતેલી છે તેઓશ્રી પૂરતા જ રહ્યા. પરિણામે સર્જાયેલી આ કૃતિ આપ સૌના હસ્તકમળમાં રમી રહી છે. ત્યારબાદ પણ તે
પ્રતિમાશતકઆદિ ગ્રન્થોના સંપાદન/વિવેચન કરવાના મંદમતિ મારા પ્રયત્નો જે કંઈ સફળતાને પામ્યા. તેમાં દE પણ તેઓશ્રીની કુપા આશીર્વાદ અને પ્રેરણા જ પ્રધાન રહ્યા. તાભાવની વ્યક્તિ. ઋણસ્વીકૃતિ
પરમઔદાર્યના સ્વામી, સિદ્ધાંતદિવાકર પૂજય આચાર્યદેવેશ શ્રીવિજય જયઘોષસૂરિવર મહારાજા પણ હું સ્મૃતિપટ પર ઉપસી આવે છે. તેઓશ્રીના આશીર્વાદ અને અંગતરસયુક્ત પ્રેરણા ગ્રંથના સર્જનમાં સમર્થ છું સહભાગી છે.
અધ્યાત્મરસિક, દેવદર્શનરસિક, સિદ્ધાંતવિજ્ઞ પરમદાદાગુરુદેવ પંન્યાસપ્રવર પૂજય શ્રી ધર્મજિતવિજયગણિવર મહારાજ (સંસારીનાતે કાકા-હાલ સ્વ. આચાર્યદેવ)ના અમર્યાદિત ઉપકારો સાંભરી આવે છે અને હૈયું પુલકિત થાય છે. કુટુંબમાં સૌ પ્રથમ વિરતિજ્યોત પ્રગટાવી અમ બધાને વિરતિના રાહે ચાલવાની હિ સરળતા બક્ષી મહાઉપકાર તો કર્યો જ છે. આ ગ્રંથના વિવેચન આદિ કાર્યોમાં માર્ગદર્શક બની તેમાં સુયોગ્ય ઉમેરો કર્યો છે.
પરમાત્મભકિતરસિક, પરમ ગુણાનુરાગી, ઉપબૃહણા ગુણના સ્વામી આગમજ્ઞ દાદાગુરુદેવ પૂજય પંન્યાસ પ્રવર શ્રી જયશેખરવિજય ગણિવર મહારાજા (સંસારી સંબંધે કાકા-હલ સ્વ. આચાર્યદેવ) ની યાદ આ ક્ષણે આવશ્યક છે. તેઓએ બીજા અનેક ઉપકારોરૂપ સોનામાં, આ ગ્રન્થના ગુજરાતી વિવેચનને સાધા તપાસી યથાયોગ્ય સૂચન-માર્ગદર્શન આપવારૂપ સુગંધ ભેળવી છે. ગ્રંથના પરિમાર્જન દ્વારા ગ્રંથની ઉપાદેયતામાં વૃદ્ધિ કરી તેઓશ્રીએ ઉપકારોની સીમા રાખી નથી.
ન્યાયનિપુણમતિ, કુશાગ્રબુદ્ધિ, દુર્બળકાયાથી સત્વને ફોરવી માસક્ષમણ તપ કરી મારા ઉદ્ધારક પૂજય ગુરુવર શ્રી અભયશેખરવિજય મહારાજ (સંસારી સગપણે વડીલબંધુ)એ કરેલા અગણિત ઉપકારો આ પળે અવિસ્મરણીય છે. ગ્રંથના લેખનથી માંડી મુદ્રણ સુધીના તમામ તબક્કે યોગ્ય સૂચન-માર્ગદર્શન તેઓશ્રીએ
આપ્યા છે.
પૂજય શાસનપભાવક વૈરાગ્યવારિધિ પંન્યાસ પવરશ્રી હેમચંદ્રવિજયગણિવર સાહેબે (હાલ આચાર્યદેવ) આ ગ્રંથને જિનશાસન આરાધના ટ્રસ્ટના અન્વયે મુદ્રિત કરવાની તત્પરતા દેખાડી મારી, મુદ્રણ અંગેની ચિંતા દૂર કરી. તેઓશ્રીનો ઉપકાર પણ અમૂલ્ય છે.
તદુપરાંત ગ્રંથના લેખન આદિ કાળે એક યા અન્ય રીતે અનેકવિધ અનુકુળતાઓ કરી આપી ગ્રંથસર્જનમાં મૂક ફાળો નોંધાવનારા બધા સહવત મુનિવરો પણ આ તબક્કે શું ભૂલાય?
શ્રી સાયન જૈન સંઘે આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાનખાતામાંથી માતબર રકમ અર્ધી સુંદર શ્રુતભકિત કરી છું છે. તેઓ પણ ધન્યવાદપાત્ર છે. હંમેશા આ પ્રમાણે શ્રતભક્તિમાં તેઓ અગ્રેસર રહે તેવી શુભેચ્છા.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી ઉપાડી ધન્યવાદપાત્ર બન્યું છે. આ આ જ પ્રમાણે હમેશા ઉમંગભેર શાસનના અનેકવિધ કાર્યો તેઓ પાર પાડે તેવી શુભેચ્છા. આ ગ્રંથના વાચકો (
*
*
*
1
પ્રસ્તાવના
######18)