Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અનાસક્ત ભાવથી તેનો ઉપયોગ કરતા. ભિક્ષાથી શ્રમણ જીવન યાપન કરતા હતા. ભોજનના નિમિત્તે થતી સર્વ હિંસાથી તે મુક્ત હતા.
ભગવાન મહાવીરના યુગમાં સ્કૂલ જીવોની હિંસાથી જનમાનસ પરિચિત હતું, પરંતુ સૂક્ષ્મ હિંસાનું જ્ઞાન ત્યાગી અને સંન્યાસી કહેવાતી વ્યક્તિને પણ હતું નહિ. તેથી દરરોજ નવી માટી ખોદીને લાવતા અને આશ્રમનું લીંપણ કરતા હતા. અનેકવાર સ્નાન કરવામાં ધર્મ સમજતા હતા. તથાગત બુદ્ધ પણ પાણીમાં જીવ માનતા ન હતા. ન દિ મહારાગ ૩૬ નવતિ, નલ્થિ ૩૬ નવો વા સત્તા વા I- (મિલિન્દ પાણે પૃ. ૨૫૩ થી ર૫૫). વૈદિક પરંપરામાં વડસઠ્ઠીએ મટ્ટિયાદિ સ હાતિ | તે ચોસઠવાર માટીથી સ્નાન કરે છે. પંચાગ્નિ તપ તપવામાં ઉત્કૃષ્ટતા માનવામાં આવતી હતી. અનેક પ્રકારના વાયુકાયના જીવોની વિરાધના કરવામાં આવતી અને કંદ-મૂળ -ફળ-ફૂલના આહારને નિર્દોષ આહાર માનવામાં આવતો હતો. વૈદિક પરંપરાના ઋષિગણ ઘરનો ત્યાગ કરીને પત્નીની સાથે જંગલમાં રહેતા હતા. તેઓ ઘરનો ત્યાગ કરતા હતા પરંતુ પત્નીનો ત્યાગ કરતા ન હતા.
ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું હતું કે શ્રમણે સ્ત્રી સંગનો સંપૂર્ણરૂપે ત્યાગ કરવો જોઈએ. કારણ કે સ્ત્રીના સંગથી અનેક પ્રકારના પ્રપંચો કરવા પડે છે. જેમાં કેવળ બંધન જ બંધન છે. તેથી સંતોએ કેવળ ઘરનો જ ત્યાગ નહિ પણ સર્વના ત્યાગી થવું જોઈએ. અહિંસા મહાવ્રતનું પૂર્ણરૂપથી પાલન કરવાથી અન્ય સર્વ મહાવ્રતોનું પાલન સહજ થાય છે. શ્રમણ કોઈ પણ પ્રકારની હિંસા પોતે કરે નહિ, બીજાને કરવાની પ્રેરણા કરે નહિ અને હિંસા કરનારની અનુમોદના કરે નહિ. મન, વચન, કાયાથી આ ત્યાગ કરે છે. અહિંસા મહાવ્રતની સુરક્ષાના માટે રાત્રિ ભોજનનો ત્યાગ આવશ્યક છે.
શ્રમણને ભિક્ષામાં જે પણ વસ્તુ મળે તેને તે સમભાવ પૂર્વક ગ્રહણ કરે. પરિષહોને સહન કરવાના સમયે તેના મનમાં જરામાત્ર પણ અસમાધિ ભાવ કરતા નથી. તેના મનમાં આનંદની ઊર્મીઓ તરંગિત થાય છે. શારીરિક કષ્ટની અસર મન ઉપર થતી નથી. કારણ કે ધ્યાનાગ્નિથી તે કષાયોને બાળી નાખે છે. ભગવાન મહાવીરનું મુખ્ય લક્ષ્મ શરીર શુદ્ધિ નહિ પણ આત્મશુદ્ધિ છે. જેના જીવનમાં અહિંસાની નિર્મળધારા પ્રવાહિત થઈ રહી છે તેને જ આર્ય કહેલ છે. જેના જીવનમાં હિંસાની પ્રધાનતા છે તે અનાર્ય છે. આચારાંગ સૂત્રમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ થયો છે કે જેમાં વિશાળ
|
46
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary