Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
संधेमाणे समुट्ठिए ।
जहा से दीवे असंदीणे एवं से धम्मे आरियपदेसिए । ते अणवकंखमाणा अणइवाएमाणा दइया मेहाविणो पंडिया ।
:
શકે
શબ્દાર્થ -વિય = વિરત, રીયતા = પ્રશસ્ત માર્ગમાં ગમન કરતાં, વિરાોસિય = લાંબા સમય સુધી સંયમમાં રહેતાં, સુદીર્ઘ સંયમ પર્યાયમાં રહેતાં, તલ્થ = સંયમમાં, જિ - શું, વિષારણ્= ઉત્પન્ન થઈ છે? સથેમાળે = તે ઉત્તરોતર ગુણસ્થાનોમાં ચઢતા જાય છે, સમુદ્ગિ = કર્મક્ષય માટે ઉદ્યત સાધુ, મલલીને = નહીં ડૂબનાર, આશ્રયભૂત, પાણીના પ્રતિબંધથી રહિત, વ = એ જ રીતે, આયિવવેશિ થર્મો = તીર્થંકરોપદિષ્ટ ધર્મ કલ્યાણકારી હોય છે, અળવલમાળા = ભોગોની ઈચ્છા નહીં કરનાર, અળામાળા = હિંસા નહિ કરનાર, વડ્યા = શુભ પ્રવૃત્તિના કારણે સર્વ લોકોને પ્રિય.
ભાવાર્થ :- લાંબા સમયથી મુનિધર્મમાં પ્રવ્રજિત, વિરત અને ઉત્તરોત્તર સંયમમાં ગતિશીલ ભિક્ષુને શું અતિ, સંયમમાં ઉદ્વિગ્નતા થઈ શકે છે ? ઉત્તર- પ્રતિક્ષણ આત્માની સાથે ધર્મનું સંધાન કરનાર તથા ધર્માચરણમાં સમ્યક્ પ્રકારે ઉત્થિત મુનિને અરતિ પરાજિત કરી શક્તી નથી.
જેમ અસંદીન–પાણીમાં નહીં ડૂબેલા દ્વીપ યાત્રીઓ માટે આશ્રયનું સ્થાન હોય છે, તેવી જ રીતે આર્ય—તીર્થંકર દ્વારા કહેલો ધર્મ સંસાર સમુદ્રને પાર કરનાર માટે આશ્રયનું સ્થાન હોય છે.
Jain Education International
ભોગોની આકાંક્ષા રહિત તથા પ્રાણીઓના પ્રાણનો નાશ નહિ કરવાના કારણે લોકપ્રિય અને ધાર્મિક જગતમાં આદરણીય એવા મેધાવી મુનિ પાપોથી દૂર રહે છે.
વિવેચન :
દીર્ઘકાળ સુધી પરીષહ તેમજ સંકટ સહેવાના કારણે ક્યારેક જ્ઞાની અને વૈરાગી શ્રમણનું ચિત્ત શું ચંચળ થઈ શકે છે ? તેને સંયમમાં અરિત આવી શકે છે ? આ પ્રશ્નનું નિરાકરણ સૂત્રમાં કરવામાં આવ્યું છે. અર્ફ તત્ત્વ િવિધારÇ ?:- આ વાક્યના વૃત્તિકા૨ે બે અર્થો કર્યા છે– (૧) જે સાધક વિષયોનો ત્યાગ કરી મોક્ષ માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યો છે, ઘણાં વર્ષોથી સંયમનું પાલન કરી રહ્યો છે, તેને પણ અરિત શું ચિલત કરી શકે છે ? હા જરૂર કરી શકે છે. કારણકે ઈન્દ્રિયો દુર્બળ હોવા છતાં દુર્દમનીય છે, મોહની શક્તિ અચિંત્ય છે, કર્મની પરિણતિ શું શું નથી કરાવતી ? સમ્યજ્ઞાનમાં સ્થિત વ્યક્તિને પણ સઘન, ચીકણા, ભારે કર્મ માર્ગથી ઉન્માર્ગમાં લઈ જાય છે. "હું વર્ષોથી સંયમનું પાલન કરી રહ્યો છું, દીર્ઘ દીક્ષા પર્યાયવાળો છું, અરરિત મારું શું કરી શકવાની છે ? મારું શું બગાડશે ?" સાધક આવી ગેરસમજમાં રહે નહીં. (૨) અરિત તેને શું કરી શકે ? અર્થાત્ આટલા સુદીર્ઘ પર્યાયવાળા પરિપક્વ સાધકને અતિ કાંઈ કરી શકતી નથી. પહેલો અર્થ અરતિ પ્રત્યે સાવધાન રહેવાની સૂચના આપે છે, જ્યારે બીજો અર્થ
For Private Personal Use Only
www.jainelibrary.org