Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિમોક્ષ અધ્ય-૮, ૧ઃ ૪.
| ૨૯૭ |
મને - ૩ વન નો અર્થ અલ્પ કે સાધારણ છે. નવમ શબ્દ સંખ્યા, પરિમાણ (માપ) અને મૂલ્ય આ ત્રણે ય અપેક્ષાએ અલ્પતા કે સાધારણતાને બતાવે છે. સંખ્યાની અપેક્ષાએ અલ્પતા મૂળપાઠમાં જ સ્પષ્ટ છે. માપ અને મૂલ્યમાં પણ અલ્પતા અને ન્યૂનતાનું ધ્યાન રાખવું જરૂરી છે. અલ્પમૂલ્ય અને સામાન્ય, થોડા વસ્ત્રોથી જીવન યાપન કરનાર સાધુ મવમવેત કહેવાય છે.
હારિyMારું વત્થારું રિવેન્ના:- શ્રમણાચારની પાંચમી સમિતિ પરઠવા સંબંધી છે. તેમાં શરીરના અશુચિ પદાર્થોનો યોગ્ય સ્થાને વિવેકથી ત્યાગ કરવાનો હોય છે. તેમ જ અનુપયોગી કોઈ પણ જીર્ણ ઉપકરણ પરઠવાનો પણ તેમાં જ સમાવેશ થાય છે. અહીં જીર્ણ વસ્ત્રોને પરઠવાનું કથન છે. તેની વિધિ એ છે કે જંગલમાં એકાંત સ્થાને છોડી દેવું કે ટુકડે ટુકડા કરી રેતી કે પથ્થર વગેરેથી દબાવીને રાખી દેવું. આ સૂત્ર ચાદર–પછેડી સંબંધી અભિગ્રહધારી સાધકની દષ્ટિએ છે. પોતાના શરીરને જેટલું કસી શકે તેટલું કસે, ઓછામાં ઓછાં જેટલાં વસ્ત્રોથી રહી શકે તેટલાં વસ્ત્રોથી રહેવાનો અભ્યાસ કરે. માટે જ કહ્યું છે કે ગ્રીષ્મઋતુ આવે ત્યારે સાધક ત્રણ વસ્ત્રોમાંથી જે વસ્ત્ર અત્યંત જીર્ણ હોય તેનો ત્યાગ કરી દે. હવે બે વસ્ત્રો રહ્યા તેમાંથી પણ જીર્ણ થઈ જાય તો એક વસ્ત્ર ઓછું કરી નાખે. ફક્ત એક વસ્ત્રથી રહે, જો તે વસ્ત્ર પણ જીર્ણ થઈ જાય તો તેનો ત્યાગ કરી વસ્ત્રરહિત–ચાદર રહિત રહે. ચાદરની અપેક્ષાએ તે ભિક્ષુ અચલ કહેવાય છે પરંતુ ચોલપટ્ટક, મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો તેને રહે જ છે. તેનાથી સાધકને તપનો લાભ તો થાય છે પણ વસ્ત્ર વિષયક જે ચિંતા છે તેનાથી તે મુક્ત બની જાય છે, લઘુભૂત-હળવા ફૂલ થવાનો મહાલાભ થાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે પાંચ કારણોથી અચેલક પ્રશસ્ત છે, ૧. તેનું પ્રતિલેખન કાર્ય ઓછું હોય છે. ૨. તેનું લાઘવ-હળવાપણું પ્રશસ્ત હોય છે. ૩. તેનું રૂપ (વેશ) વિશ્વાસ યોગ્ય હોય છે અત્યંત સંગ્રહ કરનારના પ્રત્યે લોકોને સંદેહ થાય છે. ૪. તેનું તપ જિનેશ્વર દ્વારા અનુજ્ઞાત હોય છે. ૫. તેને ઈન્દ્રિયનો નિગ્રહ વિશેષ થાય છે. તત્તર:- આ શબ્દના વિવિધ અર્થ છે. (૧) ઉત્તરા.અ. ૨૩ માં આ શબ્દનો અચેલ કે અલ્પ વસ્ત્રના પ્રતિપક્ષમાં પ્રયોગ થયો છે. ત્યાં ભગવાન મહાવીરના શ્રમણોનો અચેલ ધર્મ કહ્યો છે અને પાર્શ્વનાથ ભગવાનના શ્રમણોનો વસ્ત્રના વિષયમાં–સંતત્તર ધર્મ કહ્યો છે. (૨) એક પછી એક ઉપયોગમાં લઈ શકે એવા ત્રણ વસ્ત્ર (3) ગ્રહણ કરેલા સર્વ વસ્ત્રો ધારણ કરે (૪) ઉપર નીચે સૂતરાઉ વસ્ત્ર અને વચ્ચે ગરમ કામળી એમ સાંતત્તર કરીને ઓઢવું એમ વ્યાખ્યામાં કહ્યું છે. તાત્પર્ય એ છે કે અહીં ત્રણ વસ્ત્રના અભિગ્રહનું પ્રકરણ હોવાથી સંતત્ત૨શબ્દથી ત્રણ ચાદર–પછેડી ધારણ કરવાનો અર્થ સમજવો જોઈએ. સમ્મત્તને સંભનાળિઝા - વૃત્તિકારે 'સત્તના બે અર્થ કર્યા છે– (૧) સમ્યક અને (૨) સમત્વ. સમ્યક અર્થ ગ્રહણ કરતાં અર્થ થાય છે કે ભગવાને કહેલ આ ઉપધિવિમોક્ષની સત્યતા કે સચ્ચાઈને સારી રીતે જાણીને આચરણમાં લે અને 'સમત્વ' અર્થ ગ્રહણ કરતાં અર્થ થાય છે કે ભગવાને કહેલી ઉપધિ–વિમોક્ષને સર્વ પ્રકારે સર્વાત્મનાં(પૂર્ણરૂપથી) જાણીને સચેલક–અચેલક બંને અવસ્થાઓમાં સમભાવપૂર્વક રહે. આ રીતે વૃત્તિકાર દ્વારા કથિત બને અર્થ યથોચિત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org