Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
૩૯૧ |
અવસર ફરીફરી નહિ આવે અને કહે છે કે, એ વાત અહીં શા માટે કહેવામાં આવી છે તેનું પણ તું તારા જીવનમાં શોધન કર, ત્યારે જ તને એનો મર્મ સમજાશે.
જાગ્રત સાધકને પણ અધ્યાસો વશ કરી નાખે તો બીજાનું શું ગજું? એમ માની કોઈ સાધનાના માર્ગે જવામાં નિરાશા ન અનુભવે એ ખાતર સૂત્રકાર તે ગૂંચ ઉકેલી નાખે છે અને એમ થવાના કારણને સ્પષ્ટ કરી મૂકે છે. "બધા જીવોને સુખ અને દુઃખ જુદું જુદું થાય છે," એ વાક્યના ભાવાર્થમાં તે વાત સમાવી છે. અનુભવ પણ આ વાતને સ્વીકારે છે કે જે એક વસ્તુ એકને સુખરૂપ હોય છે, તે જ વસ્તુ બીજાને દુઃખરૂપ હોય છે અથવા ઓછું સુખ કે દુઃખ આપી શકે છે. આટલી વાતને ઊંડાણથી વિચારાય તો પછી પદાર્થ પોતે સુખ કે દુઃખ આપનાર નથી એ સમજાય અને વૃત્તિમાંથી પાપ સહેજે છૂટતું જાય.
પૂર્વ અધ્યાસો ક્રિયા કરાવી નાખે એવું બને, તોપણ તે ક્રિયામાં વૃત્તિ પાપી ન હોય એટલે તે ક્રિયા વિકાસમાં બાધક ન નીવડે. જ્યાં સુધી આ વાત હૈયે ન ચોંટી હોય ત્યાં સુધી પૂર્વઅધ્યાસોને લઈને કે પ્રસંગની અધીનતાને લઈને કે ગમે તે નિમિત્તે જે પાપની ક્રિયા થાય તે આત્મામાં કુસંસ્કારને મૂકતી જાય છે અને એ કુસંસ્કાર નિમિત્ત મળતાં જ પુનઃ તે સ્વરૂપે આવીને ઊભા રહે છે. આ રીતે ચક્ર ચાલ્યા કરે. એટલે જ્યાં સુધી સમજણના મૂળમાં રહેલી ભૂલ નીકળી શુદ્ધ સમજ ન થાય ત્યાં સુધી જાગૃતિ હોય તોયે તે કાર્યકારી નીવડે નહિ.
(ઉદ્દેશક૨, સૂત્ર ૨) દેહના સ્વરૂપનું જ્ઞાન એટલે દેહ મળવાના મૂળકારણનું જ્ઞાન. આ જ્ઞાન થતાં સહેજે સમજાશે કે દેહની નશ્વરતા એટલે દેહનો નાશ નહિ પણ દેહનું પરિવર્તન. માત્ર એના સાધનનો જ ફેરફાર, એનો નહિ. જેને માત્ર આટલું દેહ સંબંધી જ્ઞાન થાય તેને મૃત્યુની ભીતિ સહેજે ટળી જાય અને નિર્ભય બને.
અવસર ઓળખવો એટલે એક પળ નિરર્થક નથી એમ માની અપ્રમત્તતા જાળવવી તે. આવો જ્ઞાની અને અપ્રમત્ત સાધક પણ દેહની શુશ્રુષા કરશે જ. પણ તે માત્ર દેહને સાધન સમજીને, આત્માનું રક્ષણ કરીને, દેહને સાચવશે; આત્માને વેચીને કે હણીને નહિ.
(ઉદ્દેશક ૨, સૂત્ર ૩) જે નિરાસક્તિની ભાવના પૂર્વસૂત્રમાં વ્યક્ત કરી તેને હવે સ્પષ્ટ શબ્દોમાં સૂત્રકાર કહે છે કેઃ- વેશ પહેરવાથી નિરાસક્તિ આવી શકતી નથી, વેશનું ત્યાગચિહ્ન પુરતું સ્થાન ભલે હોય પરંતુ એ ત્યાગ નથી, એટલું જ નહિ પણ પદાર્થ ત્યાગ એ પણ ત્યાગ નથી. નિરાસક્તિ જે દ્વારા ઉત્પન્ન થાય તેમાં જ વાસ્તવિક ત્યાગનો સમાવેશ છે. જે સાધક નિરાસક્તિના ધ્યેય વિના પદાર્થોનો ત્યાગ કરે છે, તે સાધક ધનનો પરિગ્રહ છોડશે પણ પદાર્થો પરનું મમત્વ નહિ છોડે; બાલબચ્ચા અને સંબંધીને છોડશે, પણ કોઈનો સેવક તરીકે ઉપયોગ કરવાની સંજ્ઞા નહિ છોડે.
(ઉદ્દેશક ૨, સૂત્ર ૪) સુખને બહાર ટૂંઢનારાઓને આ સૂત્રમાં બહુ સુંદર નિર્દેશ કર્યો છે. જીવન ગમે તેવું નિર્દય વિતાવનારા અને મોક્ષના ઈજારદારોને લાંચ આપી મોક્ષ કે સ્વર્ગની ચિઠ્ઠી મેળવી સંતોષ માનનારાઓને આમાં સાચું માર્ગદર્શન મળી રહે છે. મુક્તિ કે સ્વર્ગની ચિઠ્ઠી આપી દેવી એ બીજા કોઈના સામર્થ્યની વાત નથી. આપ્ત પુરુષ હોય, સર્વજ્ઞ હોય કે મુક્ત પુરુષ હોય, તે માત્ર એટલું જ કહી શકે કે આ માર્ગ નિષ્કટક છે એવો મને અનુભવ છે, એ માર્ગે જવામાં સુખ અને શાંતિ અને વેદ્યા છે. પછી એ માર્ગે ચાલવું કે ન ચાલવું તે ક્રિયા તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org