Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શ્રમણ મહાવીર પૂર્વકાળના યોગી હતા અને જ્ઞાની પણ હતા, છતાં ગૃહસ્થ જીવનના આદર્શથી માંડીને ત્યાગના ઉત્કૃષ્ટ આદર્શ સુધી તેઓએ ક્રમ જાળવી જગત કલ્યાણ સારુ સાધકની વિકાસસીડી સમજાવી.
૪૩૦
ગૃહસ્થાશ્રમમાં રહ્યાં તો હૈ ધ્યેયપૂર્વક રહ્યા, ગૃહસ્થાશ્રમ છોડ્યો તોયે ધ્યેયપૂર્વક છોડયો. સંબંધી છોડયા તે પણ સમજીને છોડયા. ત્યાગને આરાધ્યો તે પણ ક્રમપૂર્વક આરાધ્યો તથા સંયમનો અને તપશ્ચરણનો ક્રમ વગેરે બધુ ક્રમશઃ અને હેતુપૂર્વક પાળ્યું અને પ્રરૂપ્યું. વસ્ત્ર ધારણ કરો કે ત્યાગો એમાં મુક્તિના મૌક્તિક નથી, પણ મુક્તિ તો મૂર્છાના ત્યાગથી છે, એમ એમણે જીવી બતાવ્યું. તેઓના ત્યાગ માર્ગની વચ્ચે કંઈક સ્ત્રીઓનાં મધુર, ભોજનોનાં, મંજુલ સાધનોનાં અને ભકતોના પશોનાં ઈત્યાદિ પ્રલોભનો હતાં તો યે તેઓ સંયમમાં સ્થિર રહ્યા અને કર્કશ વચનો, કલુષિત નિંદા તાડન તથા અપમાનનાં દુઃખો સામે પણ તેઓ અડોલ રહ્યા. આ રીતે એમણે પોતાના જીવનદ્વારા સાધકોને સમતાયોગની સાધનાનું રહસ્ય સમજાવ્યું. પોતાના પગ ઉપર ઊભા રહી જેમ શ્રી મહાવી૨ અલ્પમાંથી મહાન બન્યા અને ક્રમશઃ સંપૂર્ણ થયા, તેમ તે માર્ગે પ્રત્યેક સાધક પોતાની શક્તિ તપાસી, ક્રમપૂર્વક આગળ વધી, પોતાનું ધ્યેય નિશ્ચિત કરીને તે દ્વારા અભીષ્ટ સાધવાનો પ્રયાસ કરે.
(ઉદ્દેશક ૨, ગાથા ૫) "જેનો આત્મા જાગૃત થયો છે, તેની નિદ્રા પ્રમાદમય હોતી નથી; તે સૂતાં સૂતાં જાગૃત રહી શકે છે.'' જોકે આ વસ્તુ અનુભવગોચર છે. પણ આથી આંતર જાગૃતિ જોઈએ, બાહ્ય જાગૃતિની શી જરૂર છે એમ માની રખે કોઈ આનો દુરુપયોગ કરે ! બાહ્ય જાગૃતિ પણ આંતર જાગૃતિ જગવવાનું એક પ્રબળ સાધન છે અને જેની આંતર જાગૃતિ થઈ છે તે બહાર નથી જાગતો એમ સમજવાનું નથી, તે તો ઊલટો વધુ જાગૃત રહે છે. એટલે બાહ્ય જાગૃતિની જરૂર તે રહેવાની જ. અલ્પાહાર, રસત્યાગ, આસનબદ્ધતા, ઉપવાસ ઈત્યાદિ તપશ્ચર્યાઓ નિદ્રા ઘટાડવામાં સહકારી નીવડે છે. આ પતિએ ઘટાડેલી નિદ્રા શરીરને હાનિકર પણ થતી નથી અને સાધનામાં સાથ પૂરે છે.
શ્રમણ મહાવીરે પોતાની સાધનાને વધુ સબળ બનાવવા અને આવી જાગૃતિ રાખવા અતિ દીર્ઘ તપશ્ચર્યાઓ કરી હતી; પણ તેમની જાગૃતિ એટલે માત્ર નિદ્રાનો ત્યાગ જ નહોતો, પણ એ જાગૃતિ આત્મભાનની જાગૃતિ હતી. શ્રમણ મહાવીર પણ સાધક દશામાં તો સાધક જ હતા. સિદ્ધ નહોતા; એ વાત અહીં ભૂલવી જોઈતી નથી. એટલે તેમની પણ ગફલત થવી સંભવિત જ હોય. તેથી ટીકાકાર સૂત્રકારના જ્ઞાવક્ ય અપ્પા” એ પદના આશયને અનુસરીને એ વાતને સ્પષ્ટ કરે છે. સારાંશ કે જેમ પ્રમત્ત સાધક ચૂકે છે તેમ પ્રબળ નિમિત્ત મળે તો અપ્રમત્ત સાધક પણ ચૂકી જાય છે. બન્નેમાં ફેર એટલો કે અપ્રમત્ત સાધક તુરત જ પાછો ઠેકાણે આવી જાય છે અને પ્રમત્ત તેમાં ને તેમાં ગોથા ખાઈ ઊંડો ને ઊંડો ખૂંચે છે. આ જ તે બન્ને વચ્ચેનું તારતમ્ય છે. 'શ્રમણ મહાવીર તુરત જાગૃત થઈ જતા" એ પરથી એમનું આત્મભાન જણાઈ રહે છે. એ અખંડ આત્મભાનને લીધે તે શીધ્ર પૂર્વાધ્યાસોનો પાર પામી શક્યા. આ પરથી શ્રમણ મહાવીર નિદ્રા નહોતા લેતા એમ નહિ પણ તેમના આસનસ્થ શયનમાં ધ્યાનસમાધિ તથા યોગનું વલણ અધિક જાગૃત હોવાથી એ નિદ્રાનિરર્થક નિદ્રા નહોતી, એટલો આશય
ફલિત થયો.
(ઉદ્દેશક ૨, ગાથા ૭ થી ૧૦) સહેવું એટલે માત્ર ખમવું, એમ નહિ. કારણ કે આવું સહવાનું તો પરતંત્ર રહેલા જીવમાત્રને થાય છે. પશુ પોતાના અવિવેકી માલિકનો ભાર અને માર બન્ને સહી લે છે. ઘણાએ મનુષ્યો આવી સ્થિતિમાંથી પસાર થાય છે અને કુદરતના કોયડા આગળ સૌને સહ્યા વગર છૂટકો ય થતો નથી. પ્રલય, જળસંકટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org