Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 499
________________ પરિશિષ્ટ-૧, ૪૯૭ અને સમૃદ્ધિ પણ ચરણે ઢળે છે. તોયે તે પ્રલોભનમાં ન લોભાતાં કેવળ આત્મલક્ષી રહેવું એમ રાજયોગ ભલામણ કરે છે અને જે યોગીની ભૌતિક પ્રલોભનમાં વૃત્તિ પ્રેરાતી નથી તેને યુક્તયોગી તથા જે યોગીની વૃત્તિ પ્રેરાવા છતાંય તેની પ્રવૃત્તિમાં પડી જતાં પહેલાં જે તુરત જ સાવધાન થઈ જાય છે અર્થાત્ કેવળ આત્મલક્ષી બની જાય છે તેને મુંજાનયોગી કહે છે. જૈનદર્શનની યોગ પ્રણાલિકા આથી કંઈ જુદી જ જાતની છે. તેનો મદાર કેવળ આંતરિક વિકાસ પર છે. બહારનાં સાધનોને તે બહુ ગૌણ સ્વરૂપ આપે છે. પ્રાણશુદ્ધિ માટે શરીરની આંતરિક શુદ્ધિ આવશ્યક જ છે, તેવો એનો આગ્રહ નથી. પ્રાણ તત્ત્વને તે સ્વતંત્ર તત્ત્વ છે, એમ પણ નથી માનતું. પ્રાણને તે માત્ર ચેતનની શરીરમાં અભિવ્યક્ત થતી શક્તિરૂપ માને છે અને તે શક્તિ મન, વચન, ક્રિયા, ઈન્દ્રિયો, આયુષ્ય અને શ્વાસોચ્છવાસમાં પણ કામ કરે છે એમ એ કહે છે. જૈનદર્શન જેમ પ્રાણને સ્વતંત્ર તત્ત્વ નથી માનતું તેમ મન અને ચિત્ત જુદાં છે, અંતઃકરણના બે વિભાગો છે એમ પણ નથી માનતું. જૈનદર્શન મન, ચિત્ત અને અંતઃકરણને માત્ર એક જ શક્તિસૂચક પર્યાય શબ્દો સ્વીકારે છે. એટલે પ્રાણનો આયામ તથા મનનું પ્રાણ સાથે નિયમન એવાં જે પ્રાણાયામ અને પ્રત્યાહાર નામનાં જે બે અંગો યોગદર્શન પ્રણાલિકામાં નજરે પડે છે તે જૈનદષ્ટિએ વિરમી જાય છે અને એને લીધે જ નવલી કે તેવી એક પણ હઠયોગની પ્રક્રિયાને અહીં સ્થાન અપાયું નથી. આ સ્થળે એટલું કહેવું જોઈએ કે જૈનદર્શન આંતરિક અને બાહ્ય મનના પણ બીજા બે વિભાગ કહ્યું છે. એ ચારે નામો આ પ્રમાણે છે. (૧) નિવૃત્ત (૨) ઉપકરણ (૩) લબ્ધિ (૪) ઉપયોગ. પરંતુ એ બધા વિભાગો માત્ર કાર્ય પરત્વે છે, પૃથક તત્ત્વ રૂપે નહિ. જૈનદર્શનના ધ્યાન અને યોગદર્શનના યોગ વચ્ચે માત્ર આટલો જ પ્રણાલિકાભેદ છે એમ નહિ, બલકે તે બન્ને વચ્ચે ધ્યેયનું પણ અંતર છે. યોગદર્શનના યોગનું ધ્યેય ચિત્ત અને વૃત્તિના નિરોધ પૂરતું જ છે. પણ જૈનદર્શનની ધ્યાન પ્રણાલિકાનું ધ્યેય માત્ર ચિત્તવૃત્તિનો વિરોધ કરીને જ વિરમતું નથી. ચિત્તવૃત્તિ નિરોધ પછી પણ ઠેઠ એ ચિત્તવૃત્તિનાં મૂળભૂત કારણો અને તેનો નાશ કરી આત્મસ્વરૂપી પૂર્ણતા અને વીતરાગ ભાવની પરાકાષ્ઠાએ પહોંચવું એ એનું અંતિમ ધ્યેય છે. એથી જૈનદર્શનને સહજયોગ માન્ય છે. તે બીજીબાહ્ય ભાંજગડમાં વધુ માથું મારતું નથી. બાહ્ય શક્તિઓ ગમે તેટલી ઊંચી, ઉપકારક કે જગત કલ્યાણના હેતુરૂપ લાગતી હોય તોયે તેને તે આદર નથી આપતું. એ આધ્યાત્મિક વિકાસમાં જગત શાંતિનું મૂળ જુએ છે અને નિખિલ વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન પણ આધ્યાત્મિક જ્ઞાન પછી પોતાનામાંથી જ જન્મે છે એવો એનો દઢ વિશ્વાસ છે. એટલે જૈનદષ્ટિના યોગમાં કેવળ આત્મલક્ષ્ય અભીષ્ટ છે. કોઈ પણ જાતના મંત્ર, તંત્ર, ઋદ્ધિ, સંપત્તિ, સિદ્ધિ કે સમૃદ્ધિની જાળમાં તે જીવન સાધના બગાડવા કે ફસાવવા ઈચ્છતું નથી અને જે કર્મકાંડો આંતરિક વિકાસમાં ઉપયોગી ન હોય તેને એ કેવળ ઢોંગ માને છે. આ સૂત્રમાં શ્રમણ મહાવીરના જે ધ્યાનનો નિર્દેશ છે એ ધ્યાનનું ધ્યેય અને એની સાધનપ્રણાલિકા સંબંધી આટલું સારભૂત કથન છે. તપશ્ચર્યા એ કર્મ બાળવાની પ્રચંડ ભટ્ટી છે. વર્તમાન કર્મોની શુદ્ધિ અને ભાવિ કર્મોથી બચવાના બીજા અનેક ઉપાયો હશે પરંતુ પૂર્વાધ્યાસો તથા પૂર્વકર્મોના વેગને દાબવાનો કે પૂર્વસંસ્કારોની શુદ્ધિ કરવાનો માત્ર એ એક જ ઉપાય છે. આધ્યાત્મિક દર્દો મટાડવાનું એ એક જ અજોડ રસાયણ છે. પણ તે રસાયણનો ઉપયોગ પથ્યપૂર્વક થવો જોઈએ તો જ તે પચે. તપશ્ચર્યાનો લાભ પણ વીર પુરુષ જ લઈ શકે છે. બાહ્ય દેખાતી ઈન્દ્રિયદમન અને દેહદમનની તપશ્ચર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512