Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 500
________________ | ૪૩૮ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ પણ આવશ્યક તો છે જ, પણ તેની આવશ્યક્તા આંતરશુદ્ધિ અને આંતરવિકાસની અપેક્ષાએ છે. બાહ્ય તપશ્ચર્યાથી ચિંતન, ચિત્તપ્રસાદ અને ધ્યાનલક્ષિતાને ટેકો મળે છે અને આત્મસ્વરૂપ તથા જગતસ્વરૂપને સમજવાની તક સાંપડે છે. જે તપશ્ચર્યા આ રીતે વૃત્તિના સંસ્કારો પલટી ચિત્ત ખિન્નતાને ઠેકાણે ચિદાનંદ ખુરાવે છે, તે તપશ્ચર્યા જીવનમાં વણવાનો સૌ કોઈ પ્રયાસ કરે. તપશ્ચર્યાથી કાયા કરમાય છે, એ ભ્રમ માત્ર છે. તપશ્ચર્યા એ તો નૈસર્ગિક ઔષધ છે. પાશ્ચાત્ય વૈદ્યકમાં પણ હવે તપશ્ચર્યાનું મહામૂલ્ય અંકાયું છે અને અખતરાઓ પણ થયા છે. એટલે આ રીતે તપશ્ચર્યા એ શરીર, મન અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનારી સફળ જડીબુટી છે અને વૈરાગ્યવૃત્તિ તથા અભ્યાસથી એ સહજ અને સુસાધ્ય બને છે. વિશેષ શું? યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. શ્રમણ મહાવીરને પલટી સર્વજ્ઞ તથા ભગવાન મહાવીર બનાવનાર સાધનામાં તપશ્ચર્યાનો પ્રધાન હિસ્સો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512