Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૩૪
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જ્ઞાની સાધકને જગતના અભિપ્રાયોની કશી પડી હોતી નથી. માત્ર આત્માની જ પડી હોય છે. એની તપશ્ચર્યા અહંતાની વૃદ્ધિ માટે, ગૌરવ માટે, મહત્વકાંક્ષા માટે અથવા લોકપૂજા કે લોકપ્રતિષ્ઠા માટે થતી નથી, એટલે જ એ તપશ્ચર્યા આદર્શ અને સફળ ગણાય છે.
તપશ્ચર્યામાં જ્ઞાન સાથે ધ્યાનનું પણ સ્થાન આવશ્યક છે કારણ કે બહારથી ઘૂસતા વિકલ્પોના અનિષ્ટની ચોકી તો ધ્યાન જ રાખી શકે છે. સર્વ ઈન્દ્રિયો, મન, વાણી અને કર્મને સત્ય પર એકાગ્ર કરી રાખવાની અદ્ભુત શક્તિ પણ ધ્યાન દ્વારા જ સાંપડે છે. એટલે આ રીતે જ્ઞાન અને ધ્યાન એ બન્ને તપસ્વીને અનિવાર્ય આવશ્યક છે. જે એ બન્નેને મેળવે છે એને એ સૌ શક્તિમાં ગાબડુંય નથી પડતું અને દુર્ભય પણ નથી થતો અને ધ્યાનપૂર્વકની તપશ્ચર્યા કેવળ આત્મ વિકાસમાં સાંગોપાંગ ઉપયોગી બની રહે છે.
આવી તપશ્ચર્યા એટલે જ્વલંત ભટ્ટી, એમાં અનેક જન્મોના સંચિત થયેલાં કર્મકાષ્ઠો ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત થાય છે અને ચૈતન્યનો અપ્રતિહત પ્રકાશ જીવનના સર્વ ભાગોમાં પથરાઈ જવાથી અંધકાર દૂર થાય
આથી જ શ્રમણ મહાવીરના આયુષ્યકાળના છટ્ટા કરતાંયે વધુ હિસ્સો કેવળ તપશ્ચર્યાની ક્રિયાને ખોળે આવે છે અને એમના સાધનાકાળનું તો એ મુખ્ય કેન્દ્ર છે.
દીર્ઘતપસ્વી મહાવીરે તપશ્ચર્યાનો સંબંધ સીધી રીતે આંતરિક વૃત્તિઓ સાથે છે એ હેતુ બરાબર જળવાઈ રહે એટલા ખાતર તપશ્ચરણના મુખ્ય આંતરિક અને બાહ્ય એવા બે ભેદો અને તેના પેટાવિભાગો મળી કુલ બાર ભેદો વર્ણવ્યા છે.
એ બધા ભેદોને એમણે પોતાના જીવનમાં કેવી રીતે ઉતાર્યા હતા એ વર્ણન આ ઉદ્દેશકમાં છે.
(ઉદ્દેશક ૪, ગાથા ૩) અહીં મૌનનું પણ અધિક મહત્ત્વ અંકાયું છે અને તે વાસ્તવિક છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. પણ અહીં એની મર્યાદા વાણી સંયમ સુધી છે. સાધકની શક્તિનો બહુ મોટો હિસ્સો કેવળ વાણી દ્વારા જ વેડફાઈ જાય છે, એટલે કારણ વિના પણ ગમે ત્યારે અને ગમે ત્યાં બોલવું જ જોઈએ એવી આદત પાડવી યોગ્ય નથી. વાચામાં જે અલૌકિક શક્તિ અને અદ્ભુત ચમત્કૃતિ છે તે પણ વાણીના આવા દુર્બયથી શીધ્ર નષ્ટ થાય છે. પરંતુ વાણીનો સંયમ રાખવો એટલે કેવળ મીઠા બની જવું એવો અવળો અર્થ કોઈ ન લઈ લે ! ખાસ પ્રસંગ પડે ત્યારે જ મૃદુ, મિષ્ઠ, પરિમિત અને સત્ય બોલવાનો પ્રયત્ન કરવો, એવો અહીં કથિતાશય છે. પણ જેમને વાચળતાનો અભ્યાસ બહુ થઈ જાય છે, તેમનામાં આટલી વિવેકબુદ્ધિ હોવી અશક્ય છે. તેથી એમને વાણીનું મૌન પણ હિતાવહ છે. (ઉદ્દેશક ૪, ગાથા ૪) ઊકડું આસન એટલે બે પગ પર બે હાથની કોણીઓને ટેકવી એ બે હાથની અંજલિ મસ્તક પાસે લઈને જોડવી તે. આ આસનનો ગુરુ પાસે બેસતી વખતે વિશેષ ઉપયોગ થાય છે. આ સૂત્ર એમ કહે છે કે ધ્યાનમાંય આસનોની અગત્ય મહત્ત્વની છે. આસનોથી દેહની અડોલતા બરાબર ટકી શકે છે અને દેહ તથા ઈન્દ્રિયો બન્ને ચિત્તની એકાગ્રતામાં સહાયક થાય છે. એથી જ આસનને યોગનું પણ અંગ ગણવામાં આવ્યું છે. અહીં આસનોની આવશ્યક્તા સમજાવી છે. પણ અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જે આસન શરીરને અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org