Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 495
________________ પરિશિષ્ટ-૧, ૪૩૩ દેહને-શત્રુતાને નહિ! પણ દેહ મરવાથી વૈર શમે એ માન્યતા જ ખોટી છે, એ તો ઊલટું વધીને અન્ય જન્મમાં વધુ પડવાનું. આ વાત યાદ રાખવા યોગ્ય છે. સાચો વીર એ બધાનાં મૂળને તપાસી કેવળ શત્રુઓને એટલે કે પોતાના આંતરિક ક્રોધાદિ રિપુઓને જ હણવાનું પસંદ કરે છે અને સર્વ પ્રયત્ન એમની પાછળ જ ખર્ચા વિકાસ સાધે છે. (ઉદ્દેશક ૪) સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન અર્થોપાર્જન કે એવી બીજી સર્જનાત્મક બાહ્ય પ્રવૃત્તિઓમાંયે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં તપશ્ચરણને અવકાશ ન હોય! પરંતુ અહીં તો જે તપશ્ચરણનું વિધાન છે તે મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસને અનુલક્ષીને છે. બહિર્ભત-પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈને વિખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચૈતન્યની વિપરાતી શક્તિઓ સંગ્રહિત કરી એમનો એક પ્રખર સંચય કરવો, એનું નામ તપ. જુદી જુદી રીતે વહી જતી અનેકનિર્ઝરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને મહાન કાર્ય આપી શકે છે, તેમ ચૈતન્યની સંગૃહીત શક્તિ પણ અનંતગણું કાર્ય આપી શકે છે. છૂટાંછવાયાંકિરણો કશું કાર્ય કરી શકે નહિ. પણ એ એકત્રિત થાય છે અને જ્વલંત શક્તિ પ્રગટે છે. તેમ ચૈતન્યની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. આથી કોઈ પણ ધર્મ તપાસશો તો પ્રત્યેક ધર્મસંસ્થાપકે તપ:શક્તિની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે એમ જણાયા વિના રહેશે નહિ. પરંતુ એ સંગ્રહિત થયેલી શક્તિ ખોટે માર્ગે નવેડફાઈ જાય, તે બાંધેલા પુલમાં ગાબડું પડીને પાણી ચાલી ન જાય, કિંવા તે વિશુદ્ધ પ્રવાહમાં બીજું કોઈ ઉપરથી, બાજુમાંથી કે નીચેથી અનિષ્ટ તત્ત્વ ન ભળી જાય તે પૂરતી સંભાળ રાખવાની પણ જરૂર પડે છે. આથી જ મહાશ્રમણ મહાવીરે પોતાની સાધનામાં તપનું સ્થાન જ્ઞાન અને ધ્યાન પછી આપ્યું છે. જ્યાં સુધી મોહનીય કર્મનું જોર હોય, પર પદાર્થોથી દૂર રહેવાની કાળજી ધરાવતાં છતાં મમતા કે અહંતાનું આરોપણ થઈ જાય અને એમાં સુખ છે, એવી ઊંડી ઊંડી વૃત્તિ રહે ત્યાં સુધી આત્મશાન્તિ સાધવી એ કેવળ વલખાં માત્ર છે. આવું ધારી સંયમ અને ત્યાગ કર્યા પછી પણ શ્રમણ મહાવીરે સાડાબાર જેટલા વર્ષો સુધી દીર્ઘ તપશ્ચર્યા આદરી અને તેઓ દીર્ઘ તપસ્વી મહાવીર કહેવાયા. જ્ઞાન એટલે વિવેકબુદ્ધિ અથવા સમજશક્તિ. ચૈતન્ય શક્તિના સંગ્રહમાં કયાંય ગાબડું ન પડે એની આ શક્તિ પુરતી સંભાળ રાખે છે. અર્થાતુ કે તપશ્ચર્યા કેવળ નિર્વાજ અને નિષ્કામ રહે એની એ અહર્નિશ કાળજી કર્યા કરે છે, કારણ કે કોઈ પણ ક્રિયા કર્યા બાદ તેના ફળની ઈચ્છા માનવમાત્રમાં રહે છે. એટલું જ નહિ બલકે કિંઈ પણ નવીન જુએ એટલે આવું મને મળે તો ઠીક એવી એને ઊંડી ઊંડી સ્પૃહા કે જેને જૈન પરિભાષામાં નિદાન તરીકે ઓળખવામાં આવે છે, તે રહ્યા કરે છે. સામાન્ય રીતે જીવમાત્રમાં અને પ્રગટ સ્વરૂપે માનવમાત્રમાં એ લાલસા અતિ સ્પષ્ટ દેખાય છે. આ એક વાસનાનું જ સ્વરૂપ છે અથવા એની જ બીજી બાજુ છે, એમ કહી શકાય. એ સ્પૃહાના સંગથી શક્તિઓના સંગ્રહમાં ગાબડું પડે છે અર્થાત્ કે એ તપશ્ચર્યા અશુદ્ધ બની જાય છે. પણ આવી તુચ્છ વૃત્તિ કે જે શલ્યની પેઠે જીવનને ડગલેને પગલે ખેંચ્યા કરે છે તે કાંટાને સાચું જ્ઞાન ફેંકી દે છે અને આત્મવિશ્વાસમાં લેશ પણ ગાબડું પડવા દેતું નથી. એ દષ્ટિએ જ્ઞાનની સર્વ પ્રથમ અગત્ય(આવશ્યકતા) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512