Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧,
૩૯૫ |
એક જ ક્રિયાપરત્વે વિવિધ અભિપ્રાયો બાંધી લેવા અને મત જાહેર કરી દેવો, એ રીતે જનતાનું માનસ ઘડાયું હોય છે, એટલે તે તરફ જોનાર સાધકનું માનસ પણ તેવું જ ચંચલ અને ભીરુબની રહે છે. આવો સાધક પ્રત્યેક ક્રિયામાં લોકોથી જેટલો ડરે છે તેટલો આત્માથી ડરતો નથી. દંભ, પાખંડ અને આત્મવંચનાનો પ્રારંભ આવા સંયોગવશ જ જન્મે છે. સાધકને પ્રથમ તો આ સ્થિતિ સાલે છે. તેનાથી દૂર રહેવા તેનું માનસ બળ પોકારે છે પરંતુ સમાજ કે જનતાની વચ્ચે તેની પ્રતિષ્ઠા બંધાયેલી જે તેણે માની લીધી છે તે જ તેના પગની બેડી બની વિકાસને સંધે છે. આ જ દષ્ટિએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવાનું અનુભવી પુરુષોએ ઠેરઠેર સૂચવ્યું છે. એકાંત વૃત્તિ, ધ્યાન, પ્રતિક્રમણ એવી એવી ક્રિયાઓ યોજી અધ્યવસાયો (વૃત્તિથી ઊઠતા સંકલ્પવિકલ્પો)ના સમાધાન અર્થે તેનો ઉપયોગ બતાવ્યો છે.
અહીં સૂત્રકાર ભાખે છે કે, અધ્યવસાયના શુભાશુભ પર કર્મબંધનની નિબિડતા કે શિથિલતાનો મુખ્ય આધાર છે. જે સમજ જ્ઞાની પુરુષોએ આપી છે તેને તે જ રૂપે સ્વીકારી એટલે કે અમલ કરવો. બીજું બહારનું જોવા કરતાં પ્રતિપળે પોતાની વૃત્તિની ચિકિત્સા કર્યા કરવી. આ સમજ જેમનામાં ન હોય તે વિકાસના માર્ગમાં બાળક છે અને તેઓ સત્યધર્મ પાળી શકતા નથી. આથી ધર્મ એટલે સંસ્કારિતા, એટલી વ્યાખ્યા ફલિત થઈ. જે જીવનમાં સંસ્કારિતા ન હોય તે જીવન જીવન ન ગણી શકાય. એટલે કે માણસ જીવે છે એ જીવન નથી, પણ
જ્યાં વિકસે છે તે જીવન છે. તે જીવન ટકાવવાની પણ આ દષ્ટિ હોવી ઘટે. એટલે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, "જીવન ટકાવવું સહેલું છે પણ જીવન જીવવું સહેલું નથી."
(ઉદ્દેશક ૪, સૂત્ર ૧) ગૃહસ્થ સાધકો માટે પણ ગુરુકુળની પ્રથા પ્રાચીન કાળમાં હતી. આજે ભિક્ષુઓ, સાધુઓ કે સંન્યાસીઓ માટે ગચ્છ, સંપ્રદાય કે મતને નામે ગુરુકુળો પ્રવર્તે છે અને આ બધા સાધકોમાં ગુસ્સાનિધ્યનો મહિમા આજ સુધી ચાલ્યો આવે છે. અહીં તો ભિક્ષુ સાધકને ઉદ્દેશીને કહેલું છે. સદ્ગુરુકે ઉપસાધકનું પાસે હોવું સાધકને અનેક રીતે ઉપયોગી છે, એમાં જરાયે શંકા નથી.
સાધક અને સિદ્ધ વચ્ચેનું અંતરવિચારવા જેવું છે. સિદ્ધ હોય તેની પાસે સાધક હોય તોયે શું અને ન હોય તોયે શું? તેને તેની પરવા હોતી નથી. જોકે તોય તે સાધકોનું પાસે હોવું બાધક નહિ ગણે અને સાધકને અવલંબનની ક્ષણે ક્ષણે જરૂર ઊભી હોય છે.
સાધનાની નાની કેડીની આસપાસ વાસના અને લાલસાની બે મોટી ખાઈઓ છે. પ્રતિપળે પદાર્થોના આકર્ષક પ્રલોભનો સાધકની આંખને ખેંચવા પ્રયત્ન કરે છે. ભય અને વહેમની દેખાતી ભૂતાવળો તેને ભડકાવે છે. જો સહેજે પણ ગોથું ખાધું કે ગયો સમજવો. આથી તેની પીઠ પાછળ જાગૃતિ આપનાર કે દોરનારની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. એ દષ્ટિબિંદુએ જે કોઈ સાધકની સાધનાના વિકાસમાં નિમિત્તભૂત થાય તે તેના ગુરુગણાય. ગૃહસ્થ સાધકને પણ વિકાસમાર્ગમાં માતા-પિતા કે વડીલ અવલંબનરૂપ હોઈ ગુરુજન ગણાય છે. પણ એ અવલંબન તરીકે ઉપયોગ કરતાં આવડવો જોઈએ; નહિ તો સાધક અવલંબનને સાધન ન માનતા વેડફી નાખે છે. આવા સાધકની સ્થિતિ ઊલટી કફોડી અને વિષમ થઈ જાય છે. એટલે જ સૂત્રકારે 'ગ્રામાનુગ્રામ વિચરતાં એવિશેષણ મૂકી પ્રગતિ વિકાસની પ્રેરણા આપી છે અને જ્યાં સુધી સાધક જ્ઞાન અને વયમાં અપરિપક્વ હોય ત્યાં સુધી જ અવલંબનની આવશ્યકતા છે એમ સમજાવી અવલંબનનીયે મર્યાદા સૂચવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org