Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
૪૧૭
બાધક આવરણ હોય તો એ પણ આ એક જ છે એમ કહીએ તો ચાલે. તે આવરણનું નામ છે અભિમાન. ઘણીવાર ચારિત્રવાન ગણાતા સાધકોના જીવનમાંય ઊંડા અવલોકનથી જણાશે કે તેઓ પોતાની ક્રિયા પાછળ અભિમાનનો કાંટો લઈને ફરતા હોય છે અને તેથી જ જો કોઈ તેમને તેઓ કરતા હોય તેની વિરુદ્ધ કહે તો તેઓ વાતવાતમાં છેડાઈ પડતા હોય છે. આ કાંટો સમભાવના મૂળમાં જ કાપ મૂકે છે.
સમભાવી સાધકને પોતામાં પૂરેપૂરી ખાતરી હોય છે. તે જાણે છે કે જો હું મારે માટે ક્રિયા કરું છું તો તેનું ફળ મારા વિકાસ અર્થે જ હોઈ શકે. જગત તેને ઊલટું રૂપ આપે કે ઊલટી રીતે જુએ તોય એમાં મારે શું?" આવા આત્મવિશ્વાસને બહારનાં વચનો લેશ પણ ક્રોધ ઉત્પન્ન કરાવી શકે નહિ અને સમભાવથી ડગાવી શકે નહિ.
પણ હજ જે સાધકની દષ્ટિ બહાર હોય છે, એની ચિત્તશાન્તિના જળાશયને આ બહારના વચનોરૂપી કાંકરાઓ ક્ષણે ક્ષણે પડીને ખળભળાવે છે. જેની આંતરદષ્ટિ હોય છે તેને ઉપરનો ખળભળાટ લેશ પણ ખળભળાવી શકતો નથી અને એ પુરુષો જે કંઈ બોલે છે તે પોતાના ઉપરના પ્રતિકાર માટે નહિ, પણ કેવળ સામાના સમાધાન અર્થે બોલે છે અથવા મૌન ભજે છે; એવો આ સૂત્રમાં રહસ્યસ્ફોટ છે.
(ઉદ્દેશક ૪, સૂત્ર ૧) જે સાધક સાધના માર્ગને બરાબર સમજ્યો છે તે શરીરશૃંગાર માટે તો કશું ન જ વાપરે અને જેને ઉપયોગમય દષ્ટિ અને વિવેકબુદ્ધિ હોય તે જરૂરિયાત કરતાં વધુ પદાર્થો પણ ન લે; કારણ કે તેમ કરી ઉપાધિમાં પડવું એને ગમે નહિ એ સ્વાભાવિક છે. તોયે સાધક માટે વસ્ત્ર, પાત્રાદિ સંયમના ઉપયોગી સાધનોની અહીં મર્યાદા બતાવી છે. એ મર્યાદા અભિગ્રહધારી ભિક્ષુની અપેક્ષાએ જ છે, એમ વૃત્તિકાર મહાત્મા માને છે. તે ગમે તે હો! પરંતુ સૂત્રકાર આ સૂત્ર રજૂ કરીને એ સમજાવે છે કે જ્યારે પદાર્થોમાં જરૂરિયાત પૂરતી મર્યાદા બંધાય છે, ત્યારે મર્યાદા બહારના પદાર્થો પરનું મમત્વ સહેજે છૂટે છે. બીજી ચિંતા સ્વયં ક્ષીણ થાય છે અને સંકલ્પબળ દૃઢ થાય છે. એ દષ્ટિએ મર્યાદાપ્રતિજ્ઞા આવશ્યક છે.
બીજી વાત, મર્યાદિત રાખેલાં સાધનો પર પણ મમત્વ ન થાય તે સારું છે. તે પરથી વસ્ત્ર ન ધોવા કે ન ધોઈને રંગેલા પહેરવાં એ ઉપલક અર્થ માની તેનો દુરુપયોગ કોઈન કરે ? એમ કહેવાની પાછળ સૂત્રકારનો આશય શરીર વિલાસની દષ્ટિએ છે, સ્વચ્છતાની દષ્ટિએ નહિ; કારણ કે સાધક મર્યાદિત વસ્તુઓ વાપરે તો ય જેમ જેમ ટાપટીપમાં પડી જાય છે, તેમ તેમ તેનું તે પર મમત્વ બંધાય છે.
આત્માથી પર રહેલા પદાર્થો પરથી મમત્વ બુદ્ધિ ઉઠાવી લેવી એજ સાધકનું ધ્યેય હોય તેને આટલુંય મમત્વ બંધનકારક છે. વસ્ત્રો કે બીજાં સાધનો માત્ર શરીર જરૂરિયાતની દષ્ટિએ ઉપયોગી છે અને શરીર પોતે પણ એક સાધનરૂપે જરૂરનું છે એટલું જ જાણે છે તે સાધક વસ્ત્રોને રંગવાની કે તેવી ટાપટીપમાં ન પડે એ સ્વાભાવિક છે. (ઉદ્દેશક ૪, સૂત્ર ૨) ઘણીવાર એવું બને છે કે ઉત્કૃષ્ટ ક્રિયાને પાળતો એક સાધક પોતાના મનમાં બીજા સાધકને પોતાનાથી જરા હલકો માનતો હોય, તોય પ્રેમ, સન્માન ઈત્યાદિ ભાવો જાળવી શકે છે. પણ સૂત્રકાર કહે છે કે એમાંય સાચો સમભાવ નથી. સમભાવી સાધક હંમેશાં સૌના ચૈતન્ય તરફ જૂએ; કારણ કે ચૈતન્ય તો સૌને સમાન છે. કોઈને આવરણ અલ્પ હોય તો તેનો વિકાસ વધુ દેખાય, કોઈને આવરણ વધુ હોય તો તેનો વિકાસ અલ્પ દેખાય. એટલે બહિર્દષ્ટિનો ત્યાગ કરી કેવળ ગુણગ્રાહી અને આત્માભિમુખ દષ્ટિથી જોઈને સૌ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org