Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ 1
આ સુત્ર પરથી બીજી વાત એ ફલિત થાય છે કે જે અન્ન પવિત્ર અને સંયમજન્ય હોય તે અન્નની અસર સંયમી જીવનને વધુ સુંદર સહાયક બને છે. એટલે તેવી ભિક્ષા મેળવવા માટે પ્રયાસ કરવો ઉચિત છે. પોતાને માટે બનાવેલું અન્ન અનેક દષ્ટિએ ત્યાગી માટે ગ્રહણ કરવું દૂષિત હોઈ ત્યાજ્ય છે. ત્યાજ્ય એટલા માટે છે કે તે અન્ન સંયમ જન્ય ન ગણાય અને જે અન્ન સંયમ જન્મ ન હોય તેનો બદલો આપવો જ રહ્યો. તો જ તે ગ્રહણ થઈ શકે. જગતની કોઈ પણ વસ્તુ પર જેનો માલિકી હક નથી એવો ત્યાગી બદલો શો આપી શકે ? જેનું કોઈ ક્રિયાપ૨ મમત્વ નથી ત્યાં હું આટલું કરુંછું એ ભાવના પણ કયાંથી હોય? ત્યાગી જગતનો પરમ ઉપકારી અને આદર્શ હોવા છતાં હું જગતને આપું છું એવું એના મનમાંય ન હોય એ તો એની સહજ ક્રિયા હોય. આથી જ જેના પર પોતાપણું સ્થાપિત થયું હોય તેવું કોઈ પણ સાધન કે અન્ન લેવું એ ત્યાગી માટે યોગ્ય નથી. પણ જે ગૃહસ્થ પોતે પોતાની જરૂરિયાતમાં સંયમ કરી મુનિને આપે તે જ સાધન ગ્રહણ કરવું ત્યાગી માટે યોગ્ય છે. કારણ કે તે અજ્ઞ પર સાધુના વ્યક્તિત્વનું આરોપણ નથી અને તેમાં સંયમના જ આંદોલનો વસ્યાં છે. આ વાત ખૂબ ઊંડાણથી મનનીય છે. આ સૂત્ર ત્યાગીની સ્વાભાવિક્તાનો આદર્શ સ્પષ્ટ કરે છે, એટલું જ નહિ પણ ભક્ત કેવી ભક્તિ કરે અને ભક્તિનો ઉપયોગ મુનિ પણ કયા પ્રમાણમાં કરે, તેનુંયે અહીં આબેહૂબ ચિત્ર દેખાય છે.
૪૧૫
(ઉદ્દેશક ૨, સૂત્ર ૬) સાંકળ સુવર્ણની હોય તો યે સાંકળ છે. વિકાસના માર્ગનું એ ગતિ રોધક બાધક કારણ છે. નિર્ભયતા અને આત્મસ્વાતંત્ર્ય એ બે સાધુતાના મુદ્રાલેખો છે. સાધક પોતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રલોભનનાં પુષ્પો હોવા છતાં ન કંટાળે, ન તે મુગ્ધ બને, સ્થિર અને સમભાવી રહે, પવિત્ર અને નિર્દોષ રીતે સાધના કર્યા કરે અને પોતાનામાં (આત્મામાં) જે સદા મસ્ત રહે એ અભિષ્ટ છે.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૧) યૌવનવય એટલે જીવનનો મધ્યાત્મ, જીવન નૌકાનું હોકાયંત્ર અને ઉન્નત કે અવનત જીવન ઘડવાની મૂળ ચાવી. બાળવયમાં દેહ અને ઈન્દ્રિયોની સ્પષ્ટતા હોવી શક્ય નથી અને વૃદ્ધાવસ્થામાંયે દેહ અને ઈન્દ્રિયો જીર્ણ થઈ ગયેલા હોઈ પ્રગતિ સાધવાની સંપૂર્ણ અનુકૂળતા શક્ય નથી. પરંતુ એક યૌવન જ એવું વય છે. કે ત્યારે બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત કે બાહ્ય તથા આંતરિક મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને દેહ વગેરે જે જે જીવન વિકાસને ઉપયોગી સાધન સંપત્તિ પ્રાપ્ત થવી ઘટે તે તે બધી સામગ્રી યોગ્યતા મુજબ દરેકને પ્રાપ્ત થાય છે. યૌવન વયે દેહ અને મુખ પર જે સૌંદર્ય, ઉત્સાહ, ઓજસ અને પ્રતિબિંબ દેખાય છે, તે એની પ્રતીતિરૂપ છે.
આવે વખતે જાગૃતિ આવવી કે જાગૃતિ આવે તેવાં નિમિત્તો મળવાં એનો આધાર પૂર્વ પુરુષાર્થ પર છે, જેને આપણે પૂર્વ સંસ્કારો, ઉચ્ચ પ્રારબ્ધયોગ કે મહાપુરુષોની કૃપાને નામે ઓળખીએ છીએ.
વિવેકબુદ્ધિ જાગ્યા પછી જ ધ્યેયની સ્પષ્ટતા થાય અને સાચો પુરુષાર્થ સધાય, પણ સૂત્રકાર કહે છે કે યૌવનવયે આ દશા પ્રાપ્ત થવી ભાગ્યે જ શક્ય છે. એટલે જ "સાધકોએ" એવો નિર્દેશ કર્યો છે. વળી અહીં "કેટલાક" પદના નિર્દેશનો બીજો આશય એ છે કે ત્યાગ સૌ કોઈને સુલભ નથી. સૂત્રનો સાર એટલો છે કે ત્યાગ તરફનું વલણ એ જ પુણ્યાર્ધનો પ્રધાન હેતુ હોવો ઘટે.
Jain Education International
સંયમવિના જગતમૈત્રી સાધી ન શકાય એ વાતને વધુ સમજાવવી પડે તેમ નથી. અને મિત્રભાવ આવ્યા વિના સમભાવે વર્તી ન શકાય તે પણ તેટલું જ સ્પષ્ટ છે. અનડાઈ, મોહ, જડતા, સ્વાર્થાંધતા અને નિર્દયતા ઈત્યાદિ દોષો અસંયમના ચિહ્નરૂપે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org