Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 489
________________ પરિશિષ્ટ-૧ . | ૪૨૭ | ઈચ્છે એ સંભવિત છે. છતાં માનો કે અપવાદ બને તો ય બાળકો રડે, છતાં તેમને છાનાં રાખવાં કે તેમના તરફ સહાનુભૂતિ દર્શાવવા ઊભા ન રહેવું એની પાછળ શ્રી મહાવીરની અજોડ એકાગ્રતા દેખાય છે. બીજાઓ પોતા પ્રત્યે કઈદષ્ટિથી જુએ છે એવી જેને લોકેષણા નથી તે જ પુરુષની રસ્તે જતાં પણ આટલી ક્રિયા એકાગ્રતા હોઈ શકે. (ઉદ્દેશક ૧, ગાથા ૫, ૬) શ્રી મહાવીર સાધના કાળમાં સર્વથા લોકસંગથી અલગ જ રહેતાં. ગુફા, વનખંડ કે તેવાં સ્થાનોમાં તેમનો એકાંત નિવાસ હતો. તોય આહારાદિ લેવા જતાં કે બીજે ગામ વિચરતાં માર્ગે વસતિ પરિચયનો પ્રસંગ પડતો એ સ્વાભાવિક હતું. સૂત્રકાર એ બીનાને અનુલક્ષીને અહીં આ વાત કહી નાખે છે. | વિશ્વમાં સ્ત્રી નિમિત્ત એ બીજા અનેક પ્રલોભનો કરતાં બળવાન નિમિત્ત છે. વાસનાનું સૂક્ષ્મ પણ બીજ રહ્યું હોય, ત્યાં આ નિમિત્ત અસર કર્યા વગર રહેતું નથી. સ્ત્રીદેહ પરનું આકર્ષણ અને નિરીક્ષણ એ બંને ય અંતર્મનમાં વાસના હોય ત્યારે જ સંભવે છે. દેહસૌંદર્યથી ભરપૂર સ્ત્રીઓ સ્વયં આવીને આ રીતે યાચના કરે છતાં મનથી પણ અડોલ રહેવું, એમાં શ્રી મહાવીરનો કેવળ સંયમ કે ત્યાગ જ નહિ, પણ ત્યાગની પાછળના આદર્શનું, નિરાસક્તિયોગનું, વાસનાવિનાની આત્મલીનતાનું દર્શન થાય છે. અહીં એક પ્રશ્ન થવો સંબંધિત છે કે જેણે વાસનાજય મેળવ્યો છે, તેવા યોગીને જોઈને સામા પાત્રને વિકારી ભાવના કેમ જન્મે? આ પ્રશ્ન ખૂબ તાવિક છે. સ્વજાતીય તત્ત્વ વિના આકર્ષણ સંભવિત નથી, તેમ નિર્સગનો કે કર્મનો અબાધિત નિયમ સાક્ષી પૂરે છે. પણ એક વાત અહીં ભૂલવા જેવી નથી કે કેટલીક વાર એક વ્યક્તિ બીજામાં તે ભાવ ન હોય તો યે તેનું આરોપણ કરી શકે છે. જો કે ક્રિયા થવી કે ન થવી, આકર્ષણનું વધુ વખત ટકવું કે ન ટકવું, એ સામા પાત્રની વાસનાની તરતમતા ઉપર આધાર રાખે છે. પણ કોઈ નિર્વાસનામય પદાર્થ પર પણ આરોપિત કલ્પના દ્વારા આ રીતે આકર્ષણ સંભવે છે. કોઈની આકૃતિ કે તેવું કંઈક જડ પદાર્થનું નિમિત્ત મળતાં યે આવું આકર્ષણ થતું અનુભવાય છે. પણ તે આકષર્ણ ક્રિયામાં ન પરિણમે એટલો જ ફેર. (ઉદ્દેશક ૧, ગાથા ૧૨) અહીં શ્રમણ મહાવીરના આ અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ છે. જૈનદર્શન સિવાય કોઈ પણ દર્શનમાં મહાવીરના કાળ સુધી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવા સ્થિર તત્ત્વોમાં ચેતન છે એવું વિધાન મળતું નહોતું. તેવા વખતે શ્રી મહાવીરના ધ્યાનદ્વારા આત્મજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ આખા જગતનો કોયડો ઉકેલાતો ગયો અને શ્રમણ મહાવીરની અહિંસાની વ્યાખ્યા વધુ વ્યાપક થતી ગઈ. આખા વિશ્વ સાથે જેને મૈત્રી સાધવાનો કોડ હોય, જેને જગતના જીવો સાથે પ્રેમનો મહાસાગર ઢોળવો હોય તે એક સૂક્ષ્મ ચૈતન્ય પરત્વે પણ ઉપયોગ શૂન્ય વ્યવહાર ન રાખી શકે, લેશ પણ ગફલતભર્યું જીવન ન જીવી શકે, એમ શ્રમણ મહાવીરે ત્યાગમાર્ગમાં જીવીને બતાવ્યું અને સમજાવ્યું કે ત્યાગ વિના પૂર્ણ દયા કે અહિંસા જીવનના એક એક વ્યવહારમાં વણાઈ શકતી નથી. આરંભથી મુક્તિ પણ આ જાતના સાચા જ્ઞાન પછી જ મેળ વી શકાય છે. ત્યાં સુધી નિમિત્ત ન મળે, તો આરંભની ક્રિયા ભલે ન દેખાય પણ આરંભ તો છે જ, આરંભનું મૂળ વૃત્તિમાં છે. તે વૃત્તિના સંસ્કારો પછી પલટાઈ જાય છે અને એ રીતે આરંભક્રિયાથી મનનો વેગ પાછો હટી જાય શ્રી મહાવીર પણ આવું જીવન જીવીને છ કાયના પિયર અને છ કાયના નાથ બન્યા. આજે તો વિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512