Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 485
________________ પરિશિષ્ટ-૧ _ | ૪૨૩ | સમજાય તેવું છે. પણ શક્તિનો અર્થ અહીં એ છે કે, પોતાનાં નિશ્ચયબળ અને વિવેકબુદ્ધિ એ બેનો વિચાર કરી કોઈ પણ ક્રિયાનો પ્રારંભ કરવો, કે જેથી એ કાર્ય સાંગોપાંગ પાર ઉતરે. ઘણીવાર શક્તિ નથી એમ માનીને ઘણા મનુષ્યો વિકાસની ક્રિયા તરફ લક્ષ્ય આપતા નથી, એ યોગ્ય નથી, કારણ કે શક્તિ તો સૌમાં છે જ; માત્ર એને કેળ વવી જોઈએ. એ કેળવવા માટે માનવને ઈતર પ્રાણીઓ કરતાં વધુ સુંદર અને અનુકૂળ સાધનો તથા અવસર બન્ને છે. એટલે શક્તિ નથી એમ કહીને એ પોતાની ફરજથી ન જ છૂટી શકે, અને છૂટે તો તે બેવડો ગુનેગાર ગણાય. સારાંશ કે અહીં શક્તિ પ્રમાણેનો ઉલ્લેખ ક્રિયા ઉતાવળથી ન કરવી ઘટે એટલું સમજાવવા પૂરતો છે, ક્રિયા ન કરવી એ માટે નહિ. શક્તિ નથી એમ માનવામાં ભૂલ અને દંભ છે. હા, એ બનવા યોગ્ય છે કે તેમાં અલ્પતા કે બહુતા હોય તોયે શક્તિ અલ્પ હોય તો એને વધુ કેળવી અને સમાધી સાધવી એ સૌનું કર્તવ્ય થઈ પડે છે અને શક્તિ ક્રમપૂર્વક ચાલવાથી આવે જ છે, એ વાત જો નિશ્ચિત છે તો પછી શુદ્ધ માર્ગે પુરુષાર્થ કરવો જ રહ્યો. (ઉદ્દેશક, ગાથા ૪, ૫) સમાધિનું લક્ષ્ય હોય એ સાધકમરણ અને જીવન બન્ને માત્ર કર્મજન્ય સહજ અવસ્થા છે એમ સમજે. જેને આવું સમજાય એને જીવનનો મોહ કે મરણનો ભય એ બેમાંથી કશુંયે નહોય એ સ્વાભાવિક છે. એવો સાધક જીવે ત્યાં સુધી મધ્યસ્થ ભાવથી જીવી શકે અને મરણ આવે તો તેને પ્રસન્ન હૈયે ભેટી પણ શકે. એ વખતની તપશ્ચર્યા પણ એ જ હેતુએ ઉપયોગી છે. પ્રત્યેક સમયે ધ્યેય તરફ લક્ષ્ય રાખવું, ધ્યેયને બાધિત હોય તે ક્રિયાને ન પકડવી અને ધ્યેયને બાધક થાય તેવી ક્રિયા પકડી હોય તો યે એને છોડી દેવી અથવા વિવેકબુદ્ધિથી આચરવી. (ઉદ્દેશક ૮, ગાથા ૮-૯) અણસણ કરવા માટે અમુક જ ક્ષેત્ર જોઈએ, બીજું હોય તો ન ચાલે એવા આગ્રહને સ્થાન નથી; કારણ કે સ્થાન એ તો માત્ર નિમિત્ત છે. ઉપાદાનની પૂર્ણ તૈયારી હોય તો નિમિત્તની પ્રતિકૂળતા તદ્દન ગૌણ બને છે. પણ માત્ર એટલો વિવેક રાખવો જોઈએ કે તે સ્થાન પવિત્ર હોવું ઘટે. સ્થાનના શુદ્ધ આંદોલનો સમાધિમાં સહકારી નીવડે છે અને બીજી વાત અંતિમ સમયે આવી પડતી આફતોના સંબંધમાં કહી છે. પ્રથમ સુધા, રોગ વગેરે સ્વજન્ય સંકટોની વાત હતી. જોકે આફત એ આફત જ છે. પણ તોયે પોતે આફતને જાણે છે તે સહન કરવી સહેલી છે. પરંતુ અન્ય તરફથી અને તે પણ કોઈ જાતના વાંકગુના વગર જે આફત આવે છે એ અપરિચિત હોવાથી સહવી કઠિન થઈ પડે છે. જો કે સ્વજન્ય કે પરજન્ય કોઈ પણ જાતની આફતો આવે છે એ આકસ્મિક નથી, પણ એ દેખાતાં કે નહિ દેખાતાં એવાં પોતાનાં જ કરેલા કર્મોનું પરિણામ છે અને તે પોતાને જ ભોગવવા રહ્યાં, એવી જેની શુદ્ધ સમજ છે તેને માટે સહનશક્તિનો પ્રશ્ન ગૌણ છે. કારણ કે વિવેકી સાધક એ બધું પ્રેમપૂર્વક સહી શકે છે. સહવું એટલે કેવળ ભોગવી લેવું એટલું જ નહિ, બલકે એ સંકટોનાં નિમિત્તો પર લેશ માત્ર પણ મનમાં કલુષિત ભાવ કે પ્રતિકારક ભાવ ન આવવા દેવો એ જ આદર્શ સહિષ્ણુતા છે. જોકે આવા ઉચ્ચ સાધકો પાસે એવી સિદ્ધિ, શક્તિઓ અને એટલું સામર્થ્ય હોય છે કે તેઓ ધારે તો બેઠાં બેઠાં પણ અનેક બળો સામે પ્રતિકાર કરી શકે છે; તો યે તેઓ એનો પ્રયોગ કરવાનું ઈચ્છતા નથી, એટલું જ નહિ પણ બીજાનું અનિષ્ટ સુદ્ધાં ચિંતવતા નથી. આ દશા જ એમની સાચી સહિષ્ણુતાની કે સમભાવની પ્રતીતિરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512