Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, ૩ : ૨
ઉ૫૭
લીન રહેતા.
વિવેચન :સહિંતસુવા, અને હવા :- નિવાસસ્થાનોમાં ભગવાનને મુખ્યરૂપે આ પ્રમાણે ઉપસર્ગો આવ્યા- (૧) સર્પ અને નોળિયાદિ દ્વારા કરડવું. (૨) ગીધ આદિ પક્ષીઓ દ્વારા ચાંચથી માંસ કાઢવું. (૩) કીડી, ડાંસ, મચ્છર, માખી આદિનો ઉપદ્રવ. (૪) શૂન્યઘરમાં ચોર કે કુશીલ પુરુષો દ્વારા સતામણી થવી.(૫) સશસ્ત્ર કોટવાળાદિની સતામણી. (૬) ગામના સ્ત્રી પુરુષો દ્વારા પજવણી. (૭) ક્યારેક મનુષ્ય, તિર્યંચ અને ક્યારેક દેવો દ્વારા ઉપસર્ગ. (૮) નિર્જન સ્થાનોમાં એકલા કે લુચ્ચા–લફંગા લોકો દ્વારા ઢંગધડા વગરના પ્રશ્ન-પૃચ્છા દ્વારા તંગ કરવા. (૯) આ કોણ છે? કેમ બેઠા છે? બહાર નીકળો. આમ અજ્ઞાની લોકો દ્વારા ક્રોધમય વ્યવહાર થવો.
નિવાસ સ્થાનોમાં પરીષહ :- (૧) દુર્ગધિત સ્થાન, (૨) ઊંચું–નીચું, વિષમ કે ભયંકર સ્થાન, (૩) ઠંડીનો પ્રકોપ, (૪) ચારે બાજુથી બંધ હોય તેવી જગ્યાનો અભાવ આદિ. આવા નિવાસ સ્થાનોમાં સાધના માટે ભગવાન સાડા બાર વર્ષ સુધી હંમેશાં યત્નાપૂર્વક, અપ્રમત્તભાવે સમાધિવંત બનીને રહ્યા હતા. સુપર ૩વરતિ :- વૃત્તિકારે કુચરનો અર્થ કર્યો છે– ચોર, પરસ્ત્રીલંપટ આદિ લોકો ક્યાંક શૂન્ય ઘરાદિમાં આવી ઉપસર્ગ કરતા હતા. જ્યારે ભગવાન ત્રણ રસ્તા કે ચાર રસ્તા ઉપર ધ્યાનમાં ઊભા રહેતા ત્યારે સશસ્ત્ર કોટવાળ વગેરે તેમને હેરાન કરતા હતા. અડુબિયા ... લ્થી ફા પુરસા :- આ ગાથાનો અર્થ વૃત્તિકારે આ પ્રમાણે કર્યો છે– ક્યારેક ભગવાન એકલા એકાંત સ્થાનમાં હોય તો ગ્રામિક–ઈન્દ્રિય વિષય સંબંધી ઉપસર્ગ આવતા હતા. કામાસક્ત કોઈ સ્ત્રી કે કોઈ કામુક પુરુષ આવીને ઉપસર્ગ આપતા હતા. ભગવાનના રૂપમાં મુગ્ધ બનીને સ્ત્રીઓ તેમની પાસે કામભોગોની યાચના કરતી હતી. ભગવાન ચલિત થતા નહિ, તો તે વ્યાકુળ અને ઉત્તેજિત થયેલ સ્ત્રીઓ તેમના પતિને ભગવાન વિરુદ્ધ વાત કરીને ચડાવતી, તેઓના પતિ, સ્વજનાદિ આવીને ભગવાનને રોષ યુક્ત થઈ, પીડા આપતા હતા.
વનરને સે ને તળિખ :- ક્યારેક ભગવાન પોતાનો પરિચય પૂછવા પર હું ભિક્ષુ છું એમ કહેતા અને ક્યારેક મૌન રાખવું જ શ્રેષ્ઠ છે, ઉત્તમ માર્ગ છે એમ વિચારી મૌન ધારણ કરતા હતા. ભગવાન કાંઈ ન બોલે કે જવાબ ન આપે તો તે હલકી પ્રકૃતિના લોકો ક્રોધિત થઈ જતા, મારતા, સતાવતા તથા ત્યાંથી નીકળી જવાનું કહેતા હતા.
આ સર્વ પરીષહ ઉપસર્ગના સમયે ભગવાન દુર્વ્યવહાર કરનાર પ્રત્યે બદલો લેવાનો જરા પણ વિચાર મનમાં લાવતા નહિ.
આ ગાથામાં મદ૯ શબ્દની વ્યાખ્યા કરતાં વ્યાખ્યાકારોએ કહ્યું છે કે કોઈ પુરુષ ભગવાનને ત્યાંથી નીકળી જવાનું કહેતા તો ભગવાન મુનિધર્મ સમજી ત્યાંથી નીકળી જતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org