Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
_
૩૮૭ |
છે. એટલે બાહ્ય સંસાર એ કાળો કોલસો નહિ, પણ એનો જેવો જે ઉપયોગ કે દુરુપયોગ કરી શકે તેટલી અને તેવી તેના ઉપાદાનની શુદ્ધિઅશુદ્ધિ માટેનું માત્ર નિમિત્ત બને. એટલું જ વિચારવું રહ્યું.
આ સૂત્ર નિરાસક્તિયોગનું સૂચક છે. મન પત્ર મનુષ્યનાં વાર વંશનોયો એ ભાવ પણ અહીં બહુ સ્પષ્ટ થાય છે. વિશ્વમાં એક પણ નિરર્થક વસ્તુ નથી. પદાર્થ માત્રમાંથી જ્ઞાન મળે છે. એક જ પદાર્થ એકને અમૃતરૂપ બને છે અને બીજાને ઝેર પણ બની શકે છે. મિથ્યાદષ્ટિ જીવ જ્યાં જઈ પાપનાં પોટલાં બાંધે છે, ત્યાં જ સમ્યક્દષ્ટિજીવ કર્મ બાંધવાને બદલેછોડે છે. કોશા જેવી લાવણ્યવંતી અને ચતુર વેશ્યાનાવિલાસગૃહમાં લાંબાકાળ સુધી અહોરાત્ર વસવા છતાં શ્રી સ્થૂલિભદ્ર નિર્વિકાર રહ્યા. એક તરફ વિકારોત્તેજક વાસનાનું તીવ્ર વાતાવરણ અને બીજી તરફ શાંતમૂર્તિ યોગીશ્વરની અડગતા. એ બન્નેના ઉગ્ર તંદ્રમાં આખરે યોગી જીત્યા,ને વૈશ્યા પર પોતાના સચારિત્રની અખંડ છાપ પાડી. આ રીતે કર્મબંધનના સ્થાનમાં કર્મબંધન તોડ્યાં એવો ઉલ્લેખ જૈનગ્રંથોમાં મળે છે. તેજ રીતે કેટલાક જીવો એવા પણ હોય છે, કે જે ઉત્તમ કોટિના પવિત્ર વાતાવરણમાં પણ પોતાની ગંદી વાસનાના પ્રબળપણાથી–પાપિષ્ઠ વૃત્તિથી કર્મના તીવ્ર બંધન બાંધે છે.
સારાંશ કે નિમિત્તો કરતાં ઉપાદાનનું પ્રાબલ્ય છે. જેનું ઉપાદાન પવિત્ર છે, તેને નિમિત્તો ગમે તેવાં મળે તોયે તેની પવિત્રતા જશે નહિ, પણ જેનું ઉપાદાન અપવિત્ર હશે, તે પવિત્ર નિમિત્તોમાંથીયે પતન પામશે. આથી સાધકે ઉપાદાનને પવિત્ર બનાવવાનો પ્રત્યેક સાધનામાં પ્રયત્ન કરવો, અને તે જ ધ્યેયે આગળ વધવું ઘટે. પરંતુ આ ઉપરથી નિરાસક્તિ કેળવીએ તો કર્મબંધનના સ્થાનમાં તટસ્થ, મધ્યસ્થ કે સમભાવી રહી શકાય છે એમ માની કોઈ સાધક પોતાની કસોટી માટે સ્વયં તેવા સ્થાનમાં યોજવાનું સાહસ ન કરે; કારણ કે નિરાસક્તિ કહેવામાં જેટલી સરળ છે તેટલી આચરણીયતામાં વિકટ છે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૩) જીવાત્મા જે પ્રકારનાં કર્મો કરે છે, તેવા તેવા આકારમાં ચૈતન્ય વિકૃત થતું જાય છે અને તે વિકૃત ચૈતન્ય કર્મોને વશ હોવાથી જે પ્રકારના કર્મોને યોગ્ય વાતાવરણ હોય છે, તેવા તેવા નિકૃષ્ટ (હલકા) સ્થાનમાં એને યોજાઈ જવું પડે છે. આટલું સ્વરૂપ જાણી જે સાધકો અધમ કૃત્ય કરતાં ડરે છે, તે અધમ સ્થાનમાં જવું પડે તેવું કલુષિત માનસ ઘડતા નથી. (ઉદ્દેશક ૨, સૂત્ર ૪) જૈનદર્શનમાં દશપૂર્વથી માંડીને ચૌદપૂર્વ સુધીના જ્ઞાનના ધરનાર હોય તે શ્રુતકેવળી કહેવાય છે. આ પુરુષો તીર્થકર દેવોના ઉપદેશ પ્રમાણે જ પ્રવર્તે છે. તેથી આ સત્પષોની વાણીમાં સર્વજ્ઞ દેવોની વાણીની એકવાક્યતા બરાબર જળવાઈ રહે છે. આવા સમયજ્ઞ અને સદ્વર્તનવાળા મહાપુરુષોની શિક્ષાને અનુસરવું એ સાધકનું કર્તવ્ય થઈ પડે છે. (ઉદ્દેશક ૨, સૂત્ર ૫) જાતિથી અનાર્ય ગણાતા લોકો કરતાં ક્રિયાથી જેઓ અનાર્ય છે તે વધુ ભયંકર છે; કારણ કે પેલા તો બિચારા પાપપુણ્ય કે ધર્મ અધર્મને જ સમજતા નથી, તેથી જ ભૂલ કરે છે. પરંતુ જેઓ ધર્મને સમજે છે છતાં ધર્મને નામે અધર્મ આદરે છે, તે ખરેખર ઉપર્યુક્ત અનાર્યો કરતાં વધુ દૂષિત છે. અનાર્યમાત્ર પોતે જ પાપ કરે છે અને ડૂબે છે, પરંતુ આર્યને નામે અનાર્યત્વમાં પ્રવર્તનારાઓ પોતે ડૂબે છે અને તેમને અનુસરનારા બીજા પણ અનેકને ડૂબાડે છે. આ સૂત્ર એમ કહે છે કે કોઈ પણ હેતુ માટે હિંસા કરવી એ આર્યના સ્વભાવમાં ન હોય. (ઉદ્દેશક ૨, સુત્ર ૫) જે કોઈ મહાપુરુષોએ વિકાસ સાધ્યો છે, તે અન્યનો ભોગ લઈને નહિ પણ અન્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org