Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ધર્મની સત્યતા અને પ્રાચીનતા કાળ પરથી નિયત કરવામાં આવે છે, ત્યાં ભુલ છે. કાળ કે સંયોગો પર ધર્મનું નિર્માણ જ નથી. ધર્મનિર્માણનો આધાર પ્રત્યેક જીવના પૃથક જીવનવિકાસ પર નિર્ભર છે. જીવનનાં ક્ષેત્રો અને ભૂમિકાઓમાં જેમ જેમ વિવિધતા દેખાય તેમ તેમ તે પાત્ર પરત્વે ધર્મમાં પણ તેવું વૈવિધ્ય હોય અને હોવું ઘટે.
૩૮૬
આથી જ કહે છે કે ધર્મતત્ત્વ કોઈ અમુક સાધક, અમુક સંપ્રદાય કે અમુક સમાજ માટે જ નથી. સૂર્યના કિરણોની માફક પ્રાણીમાત્રમાં તેનો ચિરાગ સળગે છે. માનવજાતમાં બુદ્ધિ અને પુરુષાર્થનો સ્વાધીન વિકાસ હોઈ તેમાં આ તત્ત્વ વધુ વિકસિત બનવાનો સંભવ છે અને તેથી તેમને ઉદ્બોધીને અહીં કહ્યું છે કે ગૃહસ્થ કે ત્યાગી, આ મતને માનનારો કે બીજા મતને માનનારો અને ભોગી કે યોગી સૌ કોઈને આ ધર્મનું પાલન એક સરખું અનિવાર્ય બને છે.
જો કે ધર્મ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભૂમિકા તથા માનવપ્રકૃતિને અપેક્ષિત હોઈ તેમાં વિકાસર્ભદે તરતમતા હોઈ શકે, પરંતુ જગતમાં જીવતી કોઈ પણ વ્યક્તિ ધર્મતત્ત્વથી પૃથક્ તો ન જ હોઈ શકે અને રહી શકે.
આ રીતે જીવનમાં જેટલે અંશે ધર્મનું સ્થાન, ધર્મની વ્યાપકતા અને ધર્મની વિવિધતા હોય, તેટલે અંશે અહિંસાનુંયે સ્થાન, વ્યાપકતા અને વૈવિધ્ય હોવાં સ્વાભાવિક છે. આથી કોઈ પણ ક્ષેત્ર કે ભૂમિકાએ વસતાં વિકાસેચ્છુ માનવને તેનું પાલન સંભાવ્ય અને સુશક્ય બની રહે છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૩) લોંણા જ સંસારનું મૂળ છે. હું બહાર સારો દેખાઉં એ જાતની આસક્તિથી જ પાપબંધનની ક્રિયાઓ થાય છે. એ લોકેષણા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ તે સાધકની પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં શુદ્ધિનું તત્ત્વ વધતું જાય. આવો શુદ્ધ મનુષ્ય કોઈનું અનિષ્ટ કરતોયે નથી અને ચાહતોયે નથી. તે પોતાનું જીવન હળવું બનાવી માત્ર પરકલ્યાણના શુભ આશયથી જ પ્રવૃત્તિ સેવે છે, એટલે એની પ્રવૃત્તિ કર્મબંધનના કારણભૂત હોતી નથી.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૪) અપ્રમાદ એ જ અમૃત છે, એ જ ધર્મ છે. પ્રમાદ એ અધ્યાત્મ મૃત્યુ છે. તે દર્દનો ચેપ એવો ભૂંડો છે કે તેના દર્દીને જ માત્ર નહિ પરંતુ તે દર્દીના સંસર્ગમાં આવનારા પ્રત્યેકને પકડી પાડે છે અને પતનની ગર્તામાં ધકેલી દે છે. આથી ધર્મમાર્ગને યથાર્થ સમજીને શ્રદ્ધાદઢ નિશ્ચયપૂર્વક પોતાના માર્ગમાં અપ્રમત રહેવું, એ જ સમ્યક્ત્વનું પરિણમન છે.
(ઉદ્દેશક ૨, સૂત્ર ૧) જ્યારે ધર્મમાં કે વ્યવહારમાં નિમિત્તોને જ મહત્ત્વ અપાય અને એ મહત્ત્વ પણ એટલું વધી જાય કે તેમાં ઉપાદાનને તો લગભગ ભૂલી જ જવાય, ત્યારે ધર્મ જીવનવ્યાપી ક્ષેત્રને બદલે કર્મકાંડો, શુષ્કત્યાગ અથવા એવાં જ કઈ બાહ્ય આચરણમાં સમાપ્ત થઈ જતો હોય એમ દેખાય છે. વાસ્તવિક રીતે જોતાં કર્મકાંડો તો માત્ર નિમિત્ત પૂરતાં છે અને તેમનો હેતુ ઉપાદાન (અંતઃકરણસ્થિત સંસ્કારો)ની શુદ્ધિઅર્થે હોવો ઘટે. જે નિમિત્તો ઉપાદાનની શુદ્ધિમાં ઉપયોગી ન નીવડતાં હોય તે નિમિત્તોને મહત્ત્વ આપવુંનિરર્થક ગણાય, એ પ્રતિપાદન આ બન્ને સૂત્રો સચોટપણે કરે છે. સારાંશ કે બહાર દેખાતો સંસાર એ સંસાર નથી, પણ સંસાર તો અંતરની વાસનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org