Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ
(ઉદ્દેશક ૧, સૂત્ર ૫) જ્ઞાન એટલે સ્વભાવ અને પરભાવની ભિન્નતાનું ભાન. એવા સાચા જ્ઞાન વગર સાચો વૈરાગ્ય જાગતો નથી અને સાચા વૈરાગ્ય વગરનો ત્યાગ પાપકર્મોથી બચાવી શકતો નથી, એમ કહેવાનો સૂત્રકારનો આશય દેખાય છે.
૩૮૧
(ઉદ્દેશક ૧, સૂત્ર ૭) જ્યાં રાગ દેખાય છે ત્યાં દ્વેષ છે જ એમ માનવું, કારણ કે રાગ અને દ્વેષ બન્નેનું ઉત્પતિસ્થાન એક જ છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે જ અને સંસાર છે ત્યાં દુઃખ પણ છે જ. હૃદય સાથે આટલો નિશ્ચય થયા પછી દુઃખથી આત્યંતિક નિવૃત્તિ ઈચ્છનાર સાધક લોકોની પ્રવૃત્તિ તરફ ન ઢળતાં કે સ્વ પર પ્રત્યે મોહ, વાસના કે રાગ ન ધરતાં, કેવળ પ્રેમમય જીવન બનાવે. સત્ય પ્રત્યેનો પ્રેમ જાગ્યા પછી અનુકંપા, સંયમ, ત્યાગ, અર્પણતા અને નિર્ભયતા એ બધું ક્રમશઃ જન્મે છે જ.
(ઉદ્દેશક, ૨સૂત્ર ૧) પાપકર્મ શબ્દથી પાપક્રિયા એટલો જ પરિમિત અર્થ ઘટાવવાનો સામાન્ય રીતે સ્વભાવ થઈ પડે છે, એટલા ખાતર સૂત્રકાર મહાત્મા પોતે જ પાપકર્મની વાસ્તવિક વ્યાખ્યા સમજાવતાં કહે છે કે "કર્મો બે પ્રકારનાં છે; મૂળ કર્મ અને અગ્રકર્મ,"
કેટલીક વખત ક્રિયા પરથી જ ધર્મ કે અધર્મની વ્યાખ્યા બાંધી લેવાતી હોય છે. સૂત્રકાર અહીં કહે છે કે તેમ નથી. ક્રિયા પોતે એકાંતધર્મ કે અધર્મયુક્ત નથી. (૧) જે ક્રિયા પાછળ આસક્તિ હોય છે તે જ મૂળકર્મ એટલે મોહનીય કર્મ—મૂળિયાંવાળી આસક્તિપૂર્વકની ક્રિયા; (૨) અને અગ્નકર્મ એટલે મોહનીયથી ઈતર કર્મો કે જે ક્રિયા પોતે ભલે શુભ કે અશુભરૂપે દેખાતી હોય, પરંતુ જેની પાછળ આસક્તિ ન હોય, તે મૂળિયાવાળી નહિ, પણ કેવળ અગ્ર એટલે ટોચવાળી ક્રિયા કહેવાય. આવી ક્રિયાઓ જ્યાં સુધી સાધક જીવન છે ત્યાં સુધી રહેવાની જ; પણ તેમની પાછળ આસક્તિ નહિ હોવાથી તેવી અગ્ર કર્મવાળી ક્રિયાઓમાં આત્મવિકાસ રુંધાતો નથી; એટલું જ નહિ પણ તેવી ક્રિયાઓને લીધે બંધાતા કર્મોનો અંત પણ શીઘ્ર આણી શકાય છે. એવા ભેદજ્ઞાનના અનુભવ પછી જ સાધક વિધિનિષેધોના અસ્યને ઉકેલી શકે છે અને નિરાસક્ત બની શકે છે. કર્મોના ઊંડા ભેદને સમજ્યા વગર નિરાસક્તિ અસંભવનીય છે. પણ એ નિરાસક્તિ લોકસંસર્ગ અને પદાર્થોના સંગમાં રહીને કેળવવી એ કંઈ ઉત્સર્ગમાર્ગ નથી પણ અપવાદમાર્ગ છે. ઉત્સર્ગ માર્ગે નિરાસક્તિ માટે લોક સંસર્ગ અને પદાર્થોનો ત્યાગ આવશ્યક છે.
(ઉદ્દેશક, ૨સૂત્ર ૩) સાચા સુખની પ્રાપ્તિ માટે ત્યાગમાર્ગ એ રાજમાર્ગ છે. જેણે બાહ્ય પદાર્થોમાં સુખ માન્યું હતું તેવા અનેકોને પણ સુખપ્રાપ્તિ માટે એ સ્વીકારવો પડયો છે.
:
જૈનદર્શન કહે છે કે – ભરત વગેરે અનેક ચક્રવર્તીઓ છ ખંડના અધિપતિઓ હતા તો પણ તેમાં તેમને આત્મસંતોષ મળ્યો નહિ અને તેઓ તૃષ્ણાની બેડીને તોડી આખરે મુક્ત થયા ત્યારે જ સુખના અધિકારી બન્યા. આવો જૈનો નિશ્ચય છે તે કામોગોની સામગ્રીમાં હોવા છતાં અલિપ્ત રહેવા પ્રયત્ન સેવે છે અને તે છૂટયા પછી તો કદી તેમની તરફ દષ્ટિ સુદ્ધાં ઠેરવતા નથી, કારણ કે તેમને અનંત જ્ઞાની જનોના અને પોતાના અનુભવ પરથી તેનું સ્વરૂપ યથાર્થ સમજાઈ ગયું છે.
Jain Education International
(ઉદ્દેશક, ૩ સૂત્ર ૧) પદાર્થોથી કે વિષયોથી વેગળા રહ્યા એટલે ત્યાગ થઈ ગયો, એવી ભ્રાન્તિ ઘણાખરા શાણા ગણાતા સાધકોમાં પણ પ્રવર્તતી હોય છે. સૂત્રકાર મહાત્મા અહીં એ ભેદ ટાળી નાખે છે અને સમજાવે છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org