Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
૩૭૯.
તે જ બીજાને શત્રુ લાગે છે. એકનું જ્યાં બંધન છે, ત્યાં બીજાની મુક્તિ છે. આ બધી સંસારની વિચિત્રતાને જે જાણે છે, તે લોકના ઊંચા, નીચા અને તીરછા ભાગને એટલે લોકમાનસની વિવિધ પ્રવૃતિઓને પણ જાણી શકે છે. અહીં અવલોકનબુદ્ધિનું રહસ્યસૂચન છે. (ઉદ્દેશક, પસૂત્ર ૬) બાળકના મુખમાંથી જેમ લાળ પડે તેમ ઉગતા સાધકને અનેક ઈચ્છનીય અને અનિચ્છનીય વૃત્તિઓ તો આવ્યા જ કરે, પણ એ વૃત્તિઓને બાળકની લાળ માફક ચૂસી ન જાય પણ ફેંકી દે, અર્થાત્ વમવા જેવી ખોટી વૃત્તિ જાગે તેને મૂર્ત સ્વરૂપ ન આપતાં, શરીર જેમ બાહ્ય અને આંતરિક અસાર છે તેમ તજ્જન્ય વૃત્તિને પણ અસાર તેમજ મલિન છે એમ સમજીને તુરત જ વમી નાંખે. મનુષ્ય અકાર્યને જ્યારે અકાર્યરૂપે જુએ છે, ત્યારે જોયા પછી પણ કર્મને દોષ આપે છે, પણ ખરી રીતે ત્યાં એના સાચા પુરુષાર્થની જ ખામી છે.
(ઉદ્દેશક, પ સૂત્ર ૧) શરીર ધર્મનું સાધન છે તેમ જાણીને તેને સ્વસ્થ અને નિરાબાધ રાખવું એ સાધકનું અનિવાર્ય કર્તવ્ય છે. પરંતુ આસક્તિથી કાંઈદેહાદિની સ્વસ્થતા રહી શકતી નથી. માટે વ્યામોહન રાખતાં શરીર માત્ર એક ઉપયોગી સાધન છે એમ સમજીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
(ઉદ્દેશક, સૂત્ર ૧) સુખનું યથાર્થ મૂળ શોધ્યા વિના જેઓ સુખ માટે દોડધામ કરે છે, તેમાં તેમને સુખની પ્રાપ્તિને બદલે એકાંત દુઃખની ગર્તામાં ગબડવું પડે છે. તાત્પર્ય એ છે કે સાધકમાં જેમ જેમવિવેક શક્તિની જાગૃતિ થાય છે તેમ તેમ તે સ્વયં અહિંસક બનતો જાય છે. (ઉદ્દેશક, દસૂત્ર ૨) જ્યાં સુધી મમત્વની વૃત્તિ અંતઃકરણ સાથે જડાયેલી છે, ત્યાં સુધી કોઈ પણ પદાર્થને જોઈને આસક્તિ થવાની જ. અર્થાતુ પદાર્થ પોતે કંઈ આસક્તિનો જનક નથી આથી પદાર્થ પ્રત્યે વૈર રાખવું એ કંઈ વિકાસનો માર્ગ નથી અને પદાર્થોથી દૂર રહેવું એ કંઈ બહુ કપરું કામ પણ નથી. સારાંશ એ છે કે પદાર્થ પ્રત્યે કાબૂ લાવવાનો પ્રયત્ન વૃત્તિ પર કાબૂ લાવવા અર્થે જ છે, તે ધ્યેય ન ભૂલવું ઘટે.
બાહ્ય પદાર્થોનો ત્યાગ સાધનાની પ્રાથમિક ભૂમિકા માટે ઉપયોગી છે કારણ કે પહેલાં તે પરથી ચિત્તવૃત્તિને હટાવવાનો પ્રયોગ કરવો અને પછી તે ચિત્તવૃત્તિની આંતરિક વાસનાનું રહસ્ય સમજી તેના પર વિજય મેળવતા જવું, એ સાધકના વિકાસનો સાચો માર્ગ છે.
ઘણા સાધકો વૈરાગ્યપૂર્વક સાધનામાર્ગમાં જોડાય છે, ત્યારે પદાર્થો પર તેને જરાયે આસક્તિ નથી એવો અનુભવ થાય છે. છતાં કોઈ પ્રસંગ એવો આવી પડે છે કે તેનો કોઈને કોઈ પદાર્થ પર મમત્વભાવ સહસા જાગી ઊઠે છે. આને પ્રસંગે તેને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે આ શું? પરંતુ તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. એમ થવું એ મમત્વબુદ્ધિનું પરિણામ છે. જ્યાં સુધી વૈરાગ્યના પ્રબળવેગનું આચ્છાદનહતું ત્યાં સુધી તેમમત્વબુદ્ધિનો પ્રકાશ પદાર્થ પર પડતો નહોતો અને તેથી પદાર્થ પ્રત્યે તે વૃત્તિ મનને પ્રેરી શકતી નહોતી, પણ તે વૈરાગ્યનું આવિષ્કરણ (પ્રગટીકરણ–પ્રભાવ) દેખાય તો તે જરાયે અસ્વાભાવિક નથી.
વૈરાગ્ય એજિજ્ઞાસુનું સૌથી પ્રથમ ચિહ્ન છે. તે પ્રગટ્યા પછી જે સાધક પૂર્ણતા ન માની લેતાં મમત્વબુદ્ધિના સ્વરૂપને સમજી તેના પર કાબૂ લાવવાનો પુરુષાર્થ આદરે છે તે શીધ્ર આગળ ધપે છે. આ સ્થળે સંસારનો સર્વ સામાન્ય પ્રવાહ જે તરફ ઢળી રહ્યો છે અને જેણે રૂઢિનું પણ સ્વરૂપ લીધું હોય છે તેના તરફ પણ લક્ષ ન આપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org