Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
૩૭૭
કારણ કે જીવ માત્ર પોતારૂપ છે, તેથી બીજાને હણવાથી પોતે જ હણાય છે. વાસનામાં બંધ છે અને વિરતિમાં મુક્તિ છે. તે ભાવના આપી, નાનાં મોટાં બધાં પ્રાણીઓમાં ચેતન્ય છે માટે સૌ તરફ અનુકંપા રાખો; પ્રેમની પરબો માંડો; વિવેકથી જીવો અને વિકાસપંથમાં આગળ ધપો.
બીજું અધ્યયન
ઉદ્દેશક ૧, સૂત્ર ૧) વિષયો, જે પરંપરાથી સંસારનું મૂળ થાય છે તે ક્રમ આ પ્રમાણે છે– શબ્દાદિ વિષયોથી કામેચ્છા-વાસનાને વેગ મળે છે. વાસનાથી ચિત્તનો વિકાર થાય છે.વિકૃત ચિત્તવાળો જીવાત્માવિષયોપભોગમાં વાસ્તવિક આનંદનહોવા છતાં ચેતન્ય આનંદની પ્રાપ્તિ અનુભવવાને આતુર બને છે. આ આતુરતા, આ મુગ્ધતા, આ આસક્તિ, આ મોહાદિની સ્થિતિ, તે જ સંસારનું મૂળ છે. આ રીતે વિષયો ક્રમશઃ સંસારના મૂળભૂત બની રહે છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૨) યૌવન અતિ ચંચલ છે. થોડા જ દિવસો પહેલાં જેના અંગમાં યુવાનીની મસ્તી અને આંખમાં યુવાનીનું નૂર હોય તે જ માનવ દહાડા જતાં હીન, દીન અને ક્ષીણ બની જાય છે. યુવાન વય જ ચૈતન્યવિકાસ સાધવાની સાધનાની વય છે. તે ગયા પછી જરાવસ્થામાં શરીર પણ પરવશ સમું બની રહે છે.
(ઉદ્દેશક ૧, સૂત્ર ૩) પુત્ર કે કુટુંબને અર્થે ધન ભેગું કરી આપવામાં જ માત્ર કર્તવ્યધર્મ પૂર્ણ થઈ જતો નથી. આપેલું ધન પણ જો સંસ્કારો ન હોય તો ધૂળમાં મળે છે અને સંસ્કારો હોય તો નિર્ધનતા હોવા છતાં પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. એટલે તે સારુ પરિગ્રહ વધાર્યો જવો એ કેવળ ભ્રમમૂલક માન્યતા છે.
(ઉદ્દેશક૨, સૂત્ર ૧-૨) સાધનાનો માર્ગ કપરો છે. ઘડીમાં પ્રલોભન, ઘડીમાં વિપત્તિ એવાં એવા અનેક પતનના નિમિત્તો ખડાં થાય છે, ઘડીમાં પ્રશંસા તો ઘડીમાં નિંદા, એવાં અનેક કારણો ઉપસ્થિત થાય છે, ત્યાં નટની જેમ એક લક્ષ્ય પર સમભાવ રાખી જે સાધક જીવન નિર્વહે છે તે તરત પાર ઉતરે છે, પરંતુ જે નિમિત્ત કારણોની આંટીમાં સપડાય છે, રાગદ્વેષ,વિષમતા અને ચંચળતાના શિકાર થઈ જાય છે, તેની ગૂંચવણનો પાર રહેતો નથી. મુનિવેશ હોવાથી તે ગૃહસ્થી નથી અને મુનિપદની જવાબદારી પ્રમાણે ન વર્તતા હોવાથી તે મુનિ પણ નથી.
(ઉદ્દેશક ૨, સૂત્ર ૪) આસક્તિ અને મધ્યસ્થતા બન્ને વિરોધી વસ્તુ છે. આત્માના સહજ ગુણનો આસક્તિથી લોપ થાય છે અને સમજ, કાર્યદક્ષતા તથા એવા અનેક ગુણોને ધારણ કરનારો સાધક પણ આસક્તિમાં પડી અક્ષમ્ય એવી ઘણી ભૂલો કરી બેસે છે. આથી આસક્તિને દૂર કરવી એ સાધનાનું મુખ્ય અંગ હોવું ઘટે.
(ઉદ્દેશક૨, સૂત્ર ૫) આત્મસાક્ષાત્કાર ન થયો હોય ત્યાં સુધી વૃત્તિના પૂર્વ અધ્યાસોને લઈને તે સાધકને ડગુમગુ સ્થિતિ થવાનો ભય રહે છે. આવે સમયે જે પુરુષોએ પરમરસ ચાખ્યો છે તેમનાં વચનો પરની અપૂર્વશ્રદ્ધા અને તેવા સત્પષોની આજ્ઞાની આરાધના એ જ અપૂર્વ અવલંબન છે.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૩) ઈન્દ્રિયદમન, મનોદમન, સંયમ એ બધાં આત્મવિકાસનાં મુખ્ય અને ઉપયોગી અંગો છે. એમના પાલનથી શારીરિક અને માનસિક તંદુરસ્તી રહે છે; અને શરીર તથા મન સ્વસ્થ રહેવાથી વિકાસમાર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org