Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
આગળ વધી શકાય છે. એટલે કોઈ પણ સાધકને માટે યમનિયમો વગેરેની ખૂબ આવશ્યક્તા છે પરંતુ મોહ અને આસક્તિ એવી વસ્તુ છે કે જે સમર્થ આત્માને પણ એક પામર જેવો બનાવી મૂકે છે. આથી તે પોતે ઈન્દ્રિયોનો ગુલામ બની જાય છે અને યમનિયમ આચરી શકતો નથી માટે સાધકને સહુથી જરૂરી છે મોહ અને આસક્તિથી સાવધાન રહેવું. (ઉદ્દેશક ૩, સૂત્ર ૪) જન્મેલાનું મૃત્યુ એ નિશ્ચિત વસ્તુ છે અને તે ક્યારે આવે તેનો પણ ભરોસો નથી છતાંયે બધા જીવો જીવવા ઈચ્છે છે. મરણપથારીએ પડેલાનેય મૃત્યુ ભયંકર ભાસે છે. તેનું કારણ જો કંઈ હોય તો તે એ છે કે એણે જે ધ્યેય રાખ્યું હતું તે પાર પડ્યું નથી. સાધ્યની સાધના થઈ નથી તેથી જ તે જીવને પોતાની અપૂર્ણતાને લીધે જ દુઃખ થાય છે. જે ગૃહસ્થ કે સાધકે પોતાના લક્ષ્યને પૂર્ણ કરી લીધું હોય તેને માટે મૃત્યુની ભયંકરતા ઓછી થઈ જાય છે.
(ઉદ્દેશક ૪, સૂત્ર ૧) વિષયો તરફની ગાઢ આસક્તિને કારણે ચિત્તતાપ સતત રહ્યા કરે છે. ચિત્તગ્લાનિને લીધે સ્થાનાસ્થાન કે નીતિ અનીતિનો ખ્યાલ કર્યા વગર એ જીવવિષયો મેળવવા અર્થે ઝાંપા મારવા મંડી પડે છે. એવા કુપ્રયત્ન, કુસંગ તથાચિત્તગ્લાનિને પરિણામે શારીરિક રોગો પણ અવશ્ય જન્મે છે; અને એ રીતે બને રોમિય સૂત્ર સાર્થક થાય છે. (ઉદ્દેશક ૪, સૂત્ર ૩) પદાર્થોનો ત્યાગ કર્યા પછી વૃત્તિનો સંયમ શા અર્થે છે? તેનું સમાધાન એ છે કે વાસનાનો વેગ પ્રદીપ્ત થાય તેવાંનિમિત્તોથી બચવાનો પ્રયત્ન કરવો તે તો આવશ્યક જ છે પરંતુ તેટલે થી જ કંઈ પતી જતું નથી. તે વાસનાના મૂળને નાબૂદ કરવા માટે પણ સતત માનસિક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એટલે સાધકે પ્રતિક્ષણે અપ્રમત્ત રીતે જાગ્રત રહેવું જોઈએ. (ઉદ્દેશક ૪, સૂત્ર ૫) સંયમીને સાધનો મળે કે ના મળે તોય રાગ કે દ્વેષ ન થાય અને સમતા રહે એ એના સંયમની કસોટી છે. બીજી પ્રજાની ફરજ છે કે સંયમીને ઉપયોગી સાધનો પુરાં પાડવાં, પણ પ્રજા એ ફરજ ચૂકે, તોય સાચો સંયમી એનું દુઃખ મનમાં ન લાવે તેમજ સંયમના સાધનો મેળવવા માટે ગૃહસ્થના અતિ સંસર્ગમાં ન આવે. (ઉદ્દેશક ૫, સૂત્ર ૨) ઘર અને ઘરનું મમત્વ ન હોય તે અણગાર; જેનું અંતઃકરણ નિર્મળ હોય તે આર્ય; જેની બુદ્ધિ પરમાર્થ તરફ ઢળે તે આર્યપ્રજ્ઞ; અને ન્યાયમાં જ જેનું સતત રમણ હોય તે આર્યદર્શી; અને સમયને યોગ્ય ક્રિયા કરનાર હોય તે સમયજ્ઞ કહેવાય છે. આ બધાં વિશેષણો સાર્થક છે અને તેટલી વધુ જવાબદારીના સૂચક છે.
(ઉદ્દેશક ૫, સૂત્ર ૩) અહીં સાધકે અવસર જોઈને જ કાર્ય કરવાનું હોય છે કારણ કે એક જ કાર્ય કોઈ કાળ માટે આચરણીય હોય છે તે જ કાર્ય બીજા કાળમાં ત્યાજ્ય થઈ જાય છે. જો કાળને ન ઓળખે તો તે કાર્ય રૂઢિમય થઈ અનિષ્ટ ઉત્પન્ન કરે. વળી પોતાની શરીરશક્તિ જોઈને જ યોગ્ય રૂપે ધર્માચરણ કરવું તેમ પણ અહીં બલજ્ઞ શબ્દથી કહ્યું છે. આથી જૈનદર્શનમાં વિવેકની પળેપળે આવશ્યક્તા બતાવી છે, એમ સ્પષ્ટ દેખાય છે. સ્વદર્શનના શાસ્ત્રો અને પારદર્શનનાં શાસ્ત્રોનું અધ્યયન કરવું, માનસિક ભાવોનું અવલોકન કરવાની શક્તિ મેળવવી, એ પણ મુનિ માટે અતિ આવશ્યક છે, એમ અહીં સ્વસમયજ્ઞ, પરસમયજ્ઞ શબ્દથી બતાવ્યું છે. (ઉદ્દેશક, પસૂત્ર ૫) એક જ પદાર્થ એકને ઈષ્ટ લાગે છે, બીજાને તે જ અનિષ્ટ લાગે છે. એકને જે મિત્ર લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org