Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
| ११ अदु माहणं व समणं वा, गामपिंडोलगं च अतिहिं वा ।
सोवागं मूसियारिं वा, कुक्कुरं वा विविहं ट्ठियं पुरओ ॥ શબ્દાર્થ :- માદ વ સમi = બ્રાહ્મણ કે શ્રમણને, પોત= ગામના ભિખારીને, તિહિં = બહારથી આવેલા માગણ, અતિથિને, નવા = ચાંડાલ, મૂસવારિ = બિલાડી, વિવિ૬ = વિવિધ પ્રકારના પશુ, દિયું = બેઠેલા જોઈને, પુરો = સામે. ભાવાર્થ :- બ્રાહ્મણ, શ્રમણ, ગામના ભિખારી કે અતિથિ–બહારના આવેલ ભિખારી, ચાંડાલ, બિલાડી કે કુતરા આદિ વિવિધ પ્રાણીઓને ઘર આગળ બેઠેલા કે ઊભેલા જોઈને તેઓની આજીવિકામાં ભંગ ન થાય તે રીતે ભગવાન ભિક્ષા માટે જતા. | १२ वित्तिच्छेयं वज्जतो, तेसिंऽप्पत्तियं परिहरंतो।
मंदं परक्कमे भगवं, अहिंसमाणो घासमेसित्था । શબ્દાર્થ - વિત્તિøયં = વૃત્તિ–આજીવિકાના છેદને, વગર્નંતી = વર્જતાં, તેઓને કોઈ પણ જાતની અંતરાય ન કરતાં, તેકિં = તેઓની, અMત્તિ = કોઈપણ પ્રકારની અપ્રીતિ, પરિદરત= ન ઉપજાવતાં, - પરમે- ધીરે ધીરે ત્યાંથી નીકળી જતા હતા, હંસનાળો- કોઈ પણ જીવની હિંસા કર્યા વિના, પાલિત્થા = આહાર પાણીની ગવેષણા કરતા હતા. ભાવાર્થ :- ઉપરોક્ત દરેક જીવોની આજીવિકાનો વિચ્છેદ ન થાય તથા તેઓના મનમાં દ્વેષ, ભય કે અપ્રીતિ ઉત્પન્ન ન થાય, તેને ધ્યાનમાં રાખી ભગવાન ધીરે ધીરે ચાલતા પ્રાણીઓને જરામાત્ર પણ ત્રાસ ન થાય એવી અહિંસક વૃત્તિથી તેઓ આહારની ગવેષણા કરતા. | १३ अवि सूइयं वा सुक्कंवा, सीयपिंडं पुराणकुम्मासं ।
अदु बुक्कसं पुलागंवा, लद्धे पिंडे अलद्धे दविए । શબ્દાર્થ - કવિ = ક્યારેક, સૂવું = સંસ્કારિત પદાર્થ, સુi = શુષ્ક પદાર્થ, અસંસ્કારિત પદાર્થ, વ્યંજનરહિત, સપિંડ = ઠંડા આહારને, પુરાણHIR = જૂના અડદનો, જૂની કળથીનો આહાર,
= ધાન્યનું ભૂસું, કુશકા, જૂના ધાન્યનો આહાર, પુના = જવ આદિ નીરસ અનાજમાંથી બનેલ,fપંડે= આહાર, નક્કે = મળવા પર, અનિદૈ = નહિ મળવા પર, રવિ = ભગવાન શાંત રહેતા હતા.
ભાવાર્થ :- ભોજન વ્યંજન સહિત હોય કે વ્યંજન રહિત, ઠંડા ભાત હોય કે કુશકા, વાસી અડદ કે સાથવો હોય કે ચણા આદિનું રૂક્ષ ભોજન હોય, આહાર મળે કે ન મળે આ સર્વ પરિસ્થિતિમાં સંયમનિષ્ઠ ભગવાન રાગદ્વેષ કરતા ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org