Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉપધાનશ્રુત અધ્ય-૯, 8 : ૪
_
૩૬૫ |
અહીં કોઈ ઉલ્લેખ મળતો નથી પરંતુ ત્યાં કૂતરાઓનો ઉપદ્રવ વધારે હતો. તે કૂતરાઓ હિંસક, ખૂનખાર હતા. કતરાથી બચવા માટે ત્યાંના રહેવાસી કે તે ક્ષેત્રમાં વિચરણ કરતા અન્ય તીર્થિક ભિક્ષુઓ પોતાની રક્ષા માટે લાકડી અને દંડાઓ રાખતા હતા. ભગવાન તો પરમ અહિંસક હતા તેથી તેમની પાસે ન હતી લાકડી કે ન હતા દંડા. કૂતરાઓ નિઃશંક બનીને તેમના ઉપર આક્રમણ કરતાં હતાં. કોઈ અનાર્ય લોકો છૂ-છૂ કરીને કૂતરાને બોલાવતા અને ભગવાનને કરડે તે રીતે તેમને ઉશ્કેરતા હતા છતાં ય ભગવાન નિર્ભય, નીડર બની ચાલ્યા જ જતા.
સંક્ષેપમાં કઠિન ક્ષેત્ર, કઠોર લોકો, લુખા–સુકા આહારપાણી, કઠોર અને રૂક્ષ વ્યવહાર તેમજ ઊબડ-ખાબડ ભૂમિના કારણે લાઢ દેશ સાધુઓના વિચરણ માટે દુષ્કર અને દુર્ગમ હતો પરંતુ પરીષહો અને ઉપસર્ગો સામે ઝઝૂમનારા મહાયોદ્ધા ભગવાન મહાવીરે તો તે દેશમાં તેમની સાધનાની અલખ જગાવી. આવી વિકટ પરિસ્થિતિમાં તેઓએ સમતાની સાધનાને અખંડ રાખી. ના સામણી વાપરતા તે મહાવીરે - સંગ્રામના મોરચે ઊભેલો યોદ્ધો કે હાથી ભાલાદિથી વીંધાઈ જવા છતાં પણ પાછો ફરતો નથી અને યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે ભગવાન મહાવીર પરીષહ-ઉપસર્ગોની સેનાનો સામનો કરવામાં અડગ રહ્યા અને પાર પામી પારગામી થયા. વાસ્તવમાં કર્મક્ષયના લક્ષ્ય તે દેશમાં ભગવાન પધાર્યા હતા, તેમાં તેઓને પૂર્ણ સફળતા મળી.
II અધ્યયન-૯/૩ સંપૂર્ણ | Coo નવમું અધ્યયન : ચોથો ઉદ્દેશક 000 ભગવાન મહાવીરની ઉગ્ર તપશ્ચર્યા - - | १ ओमोयरियं चाएइ, अपुढे वि भगवं रोगेहिं ।
पुढे वा से अपुढे वा, णो से साइज्जइ तेइच्छं ॥ શદાર્થ - કોમોરિયં ઊણોદરી તપ, વીડુિ કરતા હતા, રોહિંગપુદ્દે વિનીરોગી હોવા છતાં, અસ્પષ્ટ હોવા છતાં, જો સફળ = ઇચ્છતા હતા, તેૐ = ચિકિત્સા–દવા કરાવવી. ભાવાર્થ :- ભગવાન નીરોગી હોવા છતાં ઊણોદરી તપ કરતા હતા. આગંતુક (પરીષહ ઉપસર્ગજન્ય) કોઈ પણ વેદના થાય કે ન થાય તેઓ ઔષધની અભિલાષા કરતા ન હતા. | २ संसोहणंच वमणंच,गायब्भंगणं सिणाणं च ।
संबाहणंण से कप्पे, दंतपक्खालणं परिण्णाए । શબ્દાર્થ :- સંસોહમાં કોઈ પણ જાતના જુલાબ, મi = વમન, કાળું = એલાદિ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org