Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉપધાનશ્રુત અધ્ય-૯, ઉ: ૩.
[ ૩૧ ]
| ५ एलिक्खए जणे भुज्जो, बहवे वज्जभूमि फरुसासी ।
लट्ठि गहाय णालीयं, समणा तत्थ य विहरिंसु ॥ શબ્દાર્થ :- પતિના = આ રીતના, નળ = લોકો, મુળ= વારંવાર, વદ = ઘણા, લીલી = રૂક્ષ આહાર કરનારા, Éિ= પોતાના શરીર પ્રમાણ લાકડી, ગાલિયું = નાલિકા,પોતાના શરીરથી ચાર અંગુલ મોટી લાકડી, સન = અન્ય તીર્થિક ભિક્ષુ, તત્થ = ત્યાં, આ પ્રમાણે, વિટરિંતુ = વિહાર કરતા હતા. ભાવાર્થ :- તે વજભૂમિમાં કઠોર સ્વભાવવાળા ઘણાં લોકો હતા. તે જનપદમાં બીજા અનેક શ્રમણ શરીર પ્રમાણ લાકડી અને નાલિકા-શરીરથી ચાર અંગુલ લાંબી લાકડી લઈને વિહાર કરતા હતા. ६ एवं पितत्थ विहरंता, पुट्ठपुव्वा अहेसि सुणएहिं ।
संलुंचमाणा सुणएहिं, दुच्चरगाणि तत्थ लाढेहिं ॥ શબ્દાર્થ-વિદરતા વિચરતા પણ અન્ય તીર્થિક ભિક્ષુ, પુ૬પુષ્યા મલિક કરડાતા હતા, સુખદં = કૂતરાઓ દ્વારા, સંવમા = ચામડી ઉખેડી નાખતા, સુખદં= કૂતરા દ્વારા,દુર્વાણિ વિચરવું ઘણું કઠિન હતું. ભાવાર્થ :- આ પ્રમાણે લાકડી આદિ લઈને પણ ત્યાં વિચરણ કરતા શ્રમણોને પણ ઘણીવાર કૂતરા કરડી જાતાં અને ક્યારેક તો ચામડી ઉતેડી નાખતાં હતાં તેથી ખરેખર તે લાઢદેશમાં વિચરણ કરવું ઘણું જ દુષ્કર હતું. |७ णिहाय दंडं पाणेहिं,तं वोसिज्ज कायमणगारे ।
अह गामकंटए भगवं, ते अहियासए अभिसमेच्चा ॥ શબ્દાર્થ - જિહાય= સર્વથા ત્યાગ કરીને, વંદુ દંડ દેવાનું, મારવાનું, પાર્દિ = પ્રાણીઓને, તે = પોતાના, વોલિન્ન- મમત્વનો ત્યાગ કરીને, ગામg-ગ્રામ્ય લોકોના કઠોર વચનોને અન્ય પરીષહોને,
મસમેશ્વ-નિર્જરાનું કારણ જાણીને. ભાવાર્થ :- અણગાર ભગવાન મહાવીર તે કૂતરાદિ પ્રાણીઓ પ્રત્યે હિંસક પરિણામોનો ત્યાગ કરી તથા પોતાના શરીર પ્રત્યેના મમત્વનો પણ ત્યાગ કરી સંયમમાં વિચરણ કરતા હતા અને તે ભગવાન નિર્જરાનું કારણ સમજીને તે ગ્રામ્યજનોનાં કાંટા જેવા તીક્ષ્ણ વચનોને સહન કરતા હતા. ८ णागो संगामसीसेवा, पारए तत्थ से महावीरे ।
एवं पितत्थ लाढेहिं, अलद्धपुव्वो वि एगया गामो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org