Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૫s |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
| १० अहियासए सया समिए, फासाई विरूवरूवाई ।
अरइं रइं अभिभूय, रीयइ माहणे अबहुवाई ॥ શબ્દાર્થ :- દિયાસણ = સમભાવપૂર્વક સહન કરતા હતા, જેમણ = સમિતિથી યુક્ત થઈને,
મૂથ = દૂર કરીને, રીય = વિચરતા હતા, મહુવા = થોડું બોલનારા, બહુ નહિ બોલનારા. ભાવાર્થ :- તેઓ વિવિધ પ્રકારના સ્પર્શો-કષ્ટોને હંમેશાં સમભાવપૂર્વક સહન કરતા હતા. તેઓ સંયમમાં થનારી અરતિ(ગ્લાનિ) અને અસંયમમાં થનારી રતિ(હર્ષ)ને ધ્યાન દ્વારા શાંત કરી દેતા હતા. તેઓ થોડું બોલતા અને પોતાના સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેતા હતા. |११ स जणेहिं तत्थ पुच्छिसु, एगचरा वि एगया राओ।
अव्वाहिए कसाइत्था, पेहमाणे समाहिं अपडिण्णे ॥ શબ્દાર્થ :- સ = તે ભગવાન મહાવીર, નહિં = પુરુષ દ્વારા, પુછસુ = પૂછતા હતા, થાવરા = એકલા ફરનારા સ્ત્રી લંપટાદિ, વિ= પણ, અવ્વાદિપ = ભગવાન પ્રત્યુત્તર ન આપે ત્યારે, સાસ્થા = ક્રોધિત થતા હતા, પદમાવે = આ સર્વને જોતા, આત્મપ્રેક્ષા કરતા, સમદં = સમાધિમાં, અપડિom = બદલો લેવાની ઈચ્છા સંકલ્પ કરતા ન હતા. ભાવાર્થ :- ક્યારેક ભગવાન પાસે આવીને લોકો પૂછતા– "તમો કોણ છો ? અહીં શા માટે ઊભા છો ?" ક્યારેક એકલા ફરનારા લોકો રાતે આવીને પૂછતા કે- "આ ખંડેરમાં- શૂન્ય ઘરમાં તમે શું કરી રહ્યા છો?" ત્યારે ભગવાન કાંઈ પણ બોલતા નહિ, તેથી તેઓ ક્રોધિત થઈને દુર્વ્યવહાર કરતા. આ સર્વ ક્રિયાઓ પ્રત્યે ભગવાન આત્માનુપ્રેક્ષા કરતાં સમાધિમાં લીન રહેતા પરંતુ તેનો બદલો લેવાનો વિચાર કરતા ન હતા. | १२ अयमंतरंसि को एत्थ, अहमसि त्ति भिक्खू आहटु ।
अयमुत्तमे से धम्मे, तुसिणीए सकसाइए झाइ ॥ શબ્દાર્થ :- અ = આ, અંતરંશિ= આ મકાનની અંદર, સ્થાનમાં, જો = કોણ છે, ત્થ = અહીં, કહ્યું = હું, અતિ ત્તિ = છું, એ રીતે, બહુ = ભિક્ષ, આ ૮- કહીને ઉત્તર સાંભળી, અયં = આ, સત્તને = ઉત્તમ, તે = તે, અને = ધર્મ છે એમ જાણીને, તુલિળી = મૌન રહી જતા હતા, સવસાણ = જો તેઓ ક્રોધિત થાય તો, ફા = શુભ ધ્યાનમાં લીન રહેતા હતા. ભાવાર્થ :- કોઈ વ્યક્તિ ભગવાનને પૂછતી કે આ જગ્યાની અંદર રહેલ તમે કોણ છો ? ત્યારે ક્યારેક ભગવાન કહેતા કે– "હું ભિક્ષુ છું." આ ઉત્તર સાંભળી પૂછનાર ગમે તેવો વ્યવહાર કરે તો પણ ભગવાન સમજતા કે સહિષ્ણુતા એ ઉત્તમધર્મ છે. એમ સમજીને મૌન ભાવથી તેઓના કષ્ટોને સહન કરતાં ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org