Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિોશ અધ્ય−૮, ૯ : ૪
ભાવાર્થ :- જે સાધુને એ સમજાય જાય કે હું શીત પરીષહ અર્થાત્ સ્ત્રી આદિના પરીષહથી ઘેરાઈ ગયો છું અને હું આ અનુકૂળ પરીષહને સહન કરવામાં અસમર્થ છું, તેવી પરિસ્થિતિમાં પોતાને પ્રાપ્ત સંપૂર્ણ પ્રજ્ઞાન તેમજ સ્વવિવેકથી સંપન્ન સંયમી મુનિ માટે શ્રેયસ્કર છે કે આવી સ્થિતિમાં તેણે વૈહાનસ અર્થાત્ ગળે ફાંસો નાખી મરણ સ્વીકારી લેવું જોઈએ પરંતુ બ્રહ્મચર્ય ખંડિત કરવું ન જોઈએ. આ રીતે કરવાથી તેનું તે મરણ કાલપર્યાય મરણ અર્થાત્ યોગ્ય સમયનું મરણ છે. તે ભિક્ષુ તે મૃત્યુથી પણ વિશિષ્ટ કર્મોના ક્ષયકર્તા થાય છે.
૨૯૯
આ રીતે આ વિમોક્ષના આયતન રૂપ મોક્ષદાયક મરણ ભિક્ષુને માટે હિતકર, સુખકર, કર્મક્ષયમાં સમર્થ, નિઃશ્રેયસ્કર, પરલોકમાં સાથે આવનાર હોય છે. —એમ ભગવાને કહ્યું છે. ॥ ચોથો ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
નમેળે વિજ્ઞમાÇ :– શરીર જ્યારે ધર્મનું પાલન કરવામાં અક્ષમ, અસમર્થ તેમજ જીર્ણ—શીર્ણ, અશક્ત થઈ જાય ત્યારે ભિક્ષુને માટે સંલેખના દ્વારા ભક્તપરિજ્ઞા, ઈગિત મરણ તેમજ પાદપોપગમન સ્વીકાર કરી સમાધિમરણ પ્રાપ્ત કરવાનું ઔત્સર્ગિક વિધાન છે, તેની પ્રક્રિયા ઘણા લાંબા કાળની છે. કોઈ આકસ્મિક કારણ આવી જાય અને તેના માટે તાત્કાલિક શરીર–વિમોક્ષનો નિર્ણય લેવાનો હોય તો તે શું કરે ? આવી આપવાદિક પરિસ્થિતિમાં શાસ્ત્રકારોએ વૈહાનસ મરણની અનુમતિ આપી છે અને તે ભગવાનની આજ્ઞારૂપ તેમજ કલ્યાણકારી માનેલ છે.
વ્યાખ્યાકારે વ્યાખ્યા કરતાં આ પ્રકારે મરણ માટે બે પ્રકારની સ્થિતિ પ્રકટ કરી છે– (૧) કોઈ ભિક્ષુ ગુહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયા. ત્યાં કોઈ કામ—પીડિતા, પુત્રાકાંક્ષિણી, પૂર્વાશ્રમ(ગૃહસ્થજીવન)ની પત્ની કે કોઈ વ્યક્તિ તેને એક રૂમમાં તે સ્ત્રીની સાથે પૂરી દે કે તે સ્ત્રી રતિદાન માટે બહુ અનુનય, વિનય કરે, તે સ્ત્રી કે તેના પારિવારિકજનો તેને ભાવભક્તિથી, પ્રલોભનથી, કામસુખને માટે ચલિત કરવાનું ઈચ્છે, તેને વિવશ કરી દે કે ઘેરી લે. આવી ધર્મસંકટાપન્ન સ્થિતિમાં સાધુ તે સ્ત્રીની સામે શ્વાસ બંધ કરી મૃતવત્ બની જાય, અવસર પામી ગળામાં ફાંસી નાખવાનો પ્રયત્ન કરે, જો આમ કરતાં તેનાથી છૂટકારો થઈ જાયતો સારું અને જો છૂટકારો ન થાય તો ગળામાં ફાંસી નાખી શરીરનો ત્યાગ કરી દે પરંતુ સ્ત્રીના સહવાસ આદિ ઉપસર્ગ કે સ્ત્રી પરીષહને વશ ન થાય, કોઈ પણ ભોગે તે મૈથુન સેવનનો સ્વીકાર કરે
Jain Education International
(૨) તે પોતે જ વાયુ આદિથી ઉત્પન્ન થયેલ કામપીડાથી પીડિત થઈ જાય, શાસ્ત્રોક્ત કોઈ પણ વિધિથી તેની કામવાસના શાંત ન થાય અને કુશીલ સેવન વિના તેની સમાધિ ન ટકે તો એવી સ્થિતિમાં તેને વ્રત આરાધના માટે વૈહાનસ મરણથી મરી જવું જ શ્રેષ્ઠ છે. એવો શાસ્ત્રકારનો આશય છે. કારણ કે એવી સ્થિતિમાં તે સાધુએ જલ્દી નિર્ણય કરવાનો હોય છે, થોડો પણ વિલંબ તેના માટે અહિતકારી કે અનુચિત બની શકે છે. ટીકાકારે અહીં ફાંસીના ઉપલક્ષણથી અન્ય પ્રકારે પણ મરવાનું કથન કર્યું છે. જેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org