Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિમોશ અધ્ય-૮, ઉઃ ૭.
[ ૩૧૯ ]
समए इमं सरीरगं अणुपुव्वेणं परिवहित्तए । से अणुपुव्वेणं आहारं संवट्टेज्जा, अणुपुव्वेणं आहारं संवदे॒त्ता कसाए पयणुए किच्चा समाहियच्चे फलगावतट्ठी उट्ठाय भिक्खू अभिणिव्वुडच्चे अणुपविसित्ता गाम वा जाव रायहाणिं वा तणाई जाएज्जा, तणाई जाएत्ता से तमायाए एगंतमवक्कमेज्जा ए गंतमवक्कमेत्ता अप्पंडे जाव मकडासंताणए तणाई संथरेज्जा, तणाई संथरेत्ता एत्थ वि समए कायं च जोगं च इरियं च पच्चक्खाएज्जा।
तं सच्चं सच्चवाई ओए तिण्णे छिण्णकहकहे आतीतढे अणातीते चिच्चाण भेउरं कायं संविहुणिय विरूवरूवे परीसहोवसग्गे अस्सि विसंभणयाए भेरवमणु चिण्णे । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ विअंतिकारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । त्ति बेमि ।
|| સત્તનો ૩૬નો સમો છે શબ્દાર્થ :-પત્થ = આકવિ- પણ, સમયે = સમયમાં, વાર્થ = કાયાને, ૨- અને, નોf યોગને, ૨ = અને, વુિં = ઈર્યાના, પદવાણા = પચ્ચકખાણ કરે. ભાવાર્થ :- જે સાધુના મનમાં એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. હું આ અત્યંત વૃદ્ધ તેમજ અશક્ત શરીર દ્વારા આવશ્યક ક્રિયાઓ કરવા માટે અસમર્થ થઈ ગયો છું, ત્યારે તે ભિક્ષુ ક્રમથી આહારને ઘટાડતાં કષાયોને પણ કૃશ કરે.
આમ કરવા સમાધિપૂર્ણ લેશ્યા(અંતઃકરણની વૃત્તિ) વાળા તથા લાકડાના પાટિયાની જેમ શરીર અને કષાયો બંને રીતે કૃશ થયેલ તે સાધક સમાધિ મરણ માટે ઉસ્થિત થઈ શરીરના સંતાપને પૂર્ણતયા શાંત કરે છે.
આ પ્રમાણે સંલેખનાની ભૂમિકા યુક્ત તે ભિક્ષુ ગામ યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરીને ઘાસની યાચના કરે. જે ઘાસ મળ્યું હોય તેને લઈને તે ગામાદિની બહાર એકાંતમાં ચાલ્યા જાય, ત્યાં જઈને જ્યાં કીડા, ઈડા યાવતું કરોળીયાના જાળા ન હોય તેવા સ્થાનનું સારી રીતે પ્રતિલેખન કરી, પ્રમાર્જન કરી ઘાસની પથારી કરે. ઘાસની પથારી કરી તે શરીર, શરીરની પ્રવૃત્તિ અને ગમનાગમનાદિ ક્રિયાઓનો ત્યાગ કરે અર્થાતુ પાદપોપગમન સંથારાને સ્વીકારે.
આ પાદપોપગમન અનશન સત્ય છે. તેને સ્વીકારનારા સત્યવાદી છે, જીવનના અંત સુધી દઢ રહેનાર છે. તેઓ વીતરાગ, સંસાર-પારગામી, શંકાઓથી મુક્ત, સર્વથા કૃતાર્થ, જીવાદિ પદાર્થોના સાંગોપાંગ જ્ઞાતા અથવા સમસ્ત પ્રયોજનોથી અતીત, પરિસ્થિતિઓથી પ્રભાવિત રહે છે.
તે ભિક્ષુ પ્રતિક્ષણ નાશવંત શરીરને છોડી, વિવિધ પ્રકારના ઉપસર્ગો અને પરીષહો ઉપર વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org