Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, 8 : ૧ _
૩૪૭ |
પરિક્ષ સિરિત્તિ - ભગવાન પોતાના શરીર પ્રમાણ પ્રારંભમાં સાંકડા અને પછી પહોળા ધુંસરના આકાર જેવા માર્ગને ઉપયોગ પૂર્વક જોતાં, ઈર્યાસમિતિથી ચાલતા હતા.
ફાફ :- આચાર્ય શીલાંકે આ સૂત્રનો અર્થ ધ્યાનપરક નહિ પરંતુ ગમનપરક માન્યો છે. 'ફાફ શબ્દનો અર્થ તેઓએ ઈર્ષા સમિતિ યુક્ત ગમન કરવું, કર્યો છે. દંતા બંતા વદવે હિંદુ-ઘણાં બાળકો ભેગા થઈને ભગવાન પર ધૂળ ઉડાડી હલ્લો મચાવતા અને દેકારો કરતાં તેઓ કહેતા હતા કે જુઓ આ નગ્ન મુંડિતને, આ કોણ છે? ક્યાંથી આવ્યો છે? તે કોના સંબંધી છે? બાળકોની ટોળી ભેગી થઈ, આ પ્રમાણે અવાજ કરતી અને તેઓ પ્રત્યેનું પોતાનું કુતૂહલ પ્રગટ કરતી હતી.
સાવુિં જ રેવે :- ક્યારેક ભગવાન એકાંત સ્થાન ન મળતાં ગૃહસ્થો અને અન્ય તીર્થિકોથી ઘેરાયેલા સ્થાનમાં રહેતા, તો તેના અભૂત રૂપ યૌવનથી આકર્ષાઈને કામાતુર સ્ત્રીઓ તેમની પાસે આવી પ્રાર્થના કરતી અને ધ્યાનમાં અનેક પ્રકારના વિદનો નાંખતી પરંતુ મહાવીર પ્રભુ પોતાના અંતરાત્મામાં પ્રવિષ્ટ થઈ ધ્યાનમાં લીન રહેતા, ક્યારે ય અબ્રહ્મચર્યનું સેવન કર્યું નહીં.
પુકો IfમમાલિY :- વિચરણકાળમાં કે ગૃહસ્થ સંકુલ સ્થાનમાં ક્યારે ય લોકો ભગવાનને કંઈ પણ પૂછતા તો તેનો કશોય ઉત્તર ન આપતા, મૌન ગ્રહણ કરી પોતાની સાધનામાં જ દત્તચિત્ત રહેતા હતા. વિહાર કરતા ભગવાનને કોઈ કંઈ પૂછતા તોપણ જવાબ ન આપતાં ચાલતા રહેતા.
નો સુર નેચંપલં:- ભગવાન અભિવાદન કરનારની સાથે પણ બોલતા ન હતા. તેમાં રાગ ન કરતા. ડિંડા વગેરેથી મારનાર પ્રત્યે પણ કંઈ રોષ પ્રગટ કરતા નહિ પરંતુ પોતાના ધ્યાનમાં જ લીન રહેતા હતા. સાધનાની આવી ઉચ્ચ અવસ્થા હરકોઈ સાધક માટે સુલભ નથી. આવી સમતાની અવસ્થા માટે ઘણાં જ અભ્યાસની આવશ્યકતા હોય છે. નહીં બોલવાના કારણે લોકો મારપીટ કરતા તેમજ અનેક રીતે રોષ પ્રગટ કરતા હતા.
દીક્ષા પૂર્વે ત્યાગ સાધના :| ११ अवि साहिए दुवे वासे, सीओदं अभोच्चा णिक्खंते ।
एगत्तगए पिहियच्चे, से अहिण्णायदसणे संते ॥ શબ્દાર્થ :- વ તુવે વાતે સાહપ = બે વર્ષથી કંઈક અધિક સમય સુધી, સીગો = ઠંડા-કાચા પાણીનું, મોડ્ય = સેવન કર્યું નહિ, fણવતે = ભગવાને દીક્ષા ગ્રહણ કરી હતી, પNITIણ = એકત્વભાવનાથી ભાવિત ચિત્તવાળા, એકાંતમાં રહ્યા હતા, પિરિયન્થ = શરીર સંસ્કારનો ત્યાગ કરી, ક્રોધની જ્વાળાને જેણે શાંત કરેલ છે તથા, તે = તે ભગવાન, હાથલો = સમ્યકત્વની ભાવનાથી ભાવિત, જ્ઞાનદર્શનથી યુક્ત અને, તે = શાંત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org