Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- માતા પિતાના સ્વર્ગવાસ પછી ભગવાને બે વર્ષથી વધારે સમય સુધી ગૃહસ્થવાસમાં રહેવા છતાં સચેન્ન પાણીનો ઉપયોગ કર્યો નહિ. તેઓ એકત્વભાવનામાં ઓતપ્રોત થઈ એકાંતમાં રહેતા હતા કષાયને શાંત કરી, તેઓએ શરીરના સંસ્કાર, સ્નાનાદિનો ત્યાગ કરી દીધો હતો. તેઓ અવધિ જ્ઞાન, દર્શનથી યુક્ત હતા. બે વર્ષની ત્યાગ સાધના પછી તેઓએ નિષ્ક્રમણ કર્યું.
વિવેચન :
વિ સહજ ટુ વારે:- માતાપિતાના સ્વર્ગવાસ પછી ૨૮ વર્ષની ઉંમરે પ્રભએ સંયમ સ્વીકારની ઈચ્છા પ્રગટ કરી પરંતુ માતા-પિતાના વિયોગના કારણે વડીલબંધુ નંદીવર્ધનની સંમતિ મળી નહીં. તેથી બે વર્ષ પર્યત અનાસક્ત ભાવે પ્રભુ ગૃહવાસમાં રહ્યા. ધ્યાનમાં બાધા કારક એવા ગૃહવાસમાં પણ પ્રભુએ નિર્લેપ રહી સાધુ જીવનની સાધના કરી.
WITTE:- એકાંતવાસથી એકત્વભાવનાથી ભગવાનનું અંતઃકરણ ભાવિત થઈ ગયું. વધારે સમય તો તેઓ એકલા જ પોતાના ધર્મધ્યાનમાં લીન રહેતા હતા.આ શબ્દથી એ પણ સમજી શકાય છે કે પ્રભુએ બે વર્ષ સુધી સ્ત્રી સહવાસનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.
પિરિયન્ટે :- અર્ચા એટલે શરીર સંસ્કાર, સ્નાનાદિનો તેઓએ ત્યાગ કરી દીધો હતો. તાત્પર્ય એ છે કે ભાઈના કહેવાથી તેઓને બે વર્ષ સંસારમાં રહેવું પડયું, છતાં તેઓ ત્યાગ-સાધના પૂર્વક રહ્યા. સચેતનો ત્યાગ, બ્રહ્મચર્ય, એકાંતવાસ, સ્નાનાદિનો ત્યાગ વગેરે અનેક નિયમોના પાલન સાથે તેઓએ ઉદાસીનતા અને વૈરાગ્યપૂર્ણ અવસ્થાથી સમય પસાર કર્યો.
અહિંસા આરાધના :| १२ पुढविं च आउकायं च, तेउकायं च वायुकायं च ।
पणगाई बीयहरियाई, तसकायं च सव्वसो णच्चा ॥ ભાવાર્થ – પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, પંચવર્ણી લીલફૂગ, લીલણ ફૂલણ, બીજ અને અનેક પ્રકારની લીલોતરી, વનસ્પતિ તેમજ ત્રસકાય આ સર્વને સર્વ રીતે જાણીને. | १३ एयाई संति पडिलेहे, चितमंताइ से अभिण्णाय ।
परिवज्जियाण विहरित्था, इति संखाय से महावीरे ॥ શબ્દાર્થ :-પાઈ = આ સર્વ, સંતિ = છે, હિરેદે એવો વિચાર કર, વિરમંતા = સચિત્ત, રે – તેઓની હિંસાથી પાપ લાગે છે, બચ= જાણીને તથા, પરિવાવાળ = તેની હિંસાનો ત્યાગ કરીને, વિહરિત્થા = વિચરતા હતા, તિ= આ પ્રમાણે, સંહાય = જાણીને, મહાવીરે = ભગવાન મહાવીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org