Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
१७ अइवत्तियं अणाउट्टि, सयमण्णेसिं अकरणयाए । जस्सित्थीओ परिण्णाया, सव्वकम्मावहाओ से दक्खू ॥
૩૪૬
શબ્દાર્થ :- અવત્તિય = હિંસાની પ્રવૃત્તિ, અળાઽěિ= સંકલ્પ વિનાની, સયં = પોતે, અર્ટ્સિ = બીજા પાસે, અર્ળયાપ્= કરે નહિ, કરાવે નહિ, ગલ્સ = જેણે, રૂત્થીઓ- સ્ત્રીઓનો, સ્ત્રી સંસર્ગને, પાિયા = જાણીને ત્યાગ કર્યો છે, સવ્વજન્માવાઓ- સર્વ પાપોનું કારણ, સેવવધૂ – તે યથાર્થદર્શી છે.
ભાવાર્થ :- તે સમ્યગ્દષ્ટિ ભગવાન મહાવીરે સંકલ્પપૂર્વકની અને સંકલ્પ રહિતની સર્વ હિંસા કરવી કે બીજા પાસે કરાવવી તે સર્વનો ત્યાગ કરી દીધો હતો, સ્ત્રી સંસર્ગને પણ કર્મ પરંપરાનું અને પાપ પરંપરાની વૃદ્ધિનું કારણ સમજીને તેનો સમ્યક્ પ્રકારે ત્યાગ કરી દીધો હતો .
વિવેચન :
ગાથા ૧૨ થી ૧૭ સુધીમાં ભગવાનની અહિંસાયુક્ત વિવેકચર્યાનું વર્ણન છે. સાથે જ છકાય જીવોના અસ્તિત્વ તથા એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ પરિવર્તનનું વર્ણન કર્યું છે.
વિત્તમતારૂં સે અભિળાય :- શ્રમણ ભગવાન મહાવીરના આ અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ છે. જૈનદર્શન સિવાય કોઈ પણ દર્શનમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવા સ્થિર તત્ત્વોમાં ચેતન છે, એવું વિધાન મળતું નથી. ભગવાન મહાવીરે પૃથ્વી, પાણી, અગ્નિ વગેરે છકાયજીવોનું અસ્તિત્વ અને સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ગાથા ૧૨, ૧૩ માં સ્પષ્ટ છે. તેનું તાત્પર્ય એ છે કે પૃથ્વી પાણી આદિ સ્થાવર જીવોમાં પણ ચેતના છે.
અડુ થાવરા તલત્તાપુ, તલ પીવા ય થાવર્ત્તાણ્ :– આ ગાથામાં જીવોના પુનર્જન્મ અને યોનિ પરિવર્તનની માન્યતા સ્પષ્ટ કરી છે. પાશ્ચાત્ય તેમજ વિદેશી ધર્મ પુનર્જન્મને સ્વીકારતા નથી. ચાર્વાકાદિ
નાસ્તિકો શરીરમાં આત્મા જેવા કોઈ તત્ત્વને જ માનતા નથી. તેઓ વર્તમાનના ભવ પછી જીવના અસ્તિત્વને જ સ્વીકારતા નથી પરંતુ પૂર્વજન્મની ઘટનાઓને પ્રગટ કરનારી કેટલીય વ્યક્તિઓના પ્રત્યક્ષ મળવાથી અને તેનો અભ્યાસ કરવાથી પરામનોવૈજ્ઞાનિકો પણ આ નિર્ણય ઉપર આવ્યા છે કે પુનર્જન્મ છે, પૂર્વજન્મ છે, ચેતના આ જન્મની સાથે નાશ પામતી નથી.
Jain Education International
ભગવાન મહાવીરના સમયમાં એક માન્યતા પ્રચલિત હતી અને આજે પણ બ્રહ્માકુમારીવાળા માને છે કે સ્ત્રી મરીને સ્ત્રી જ થાય છે, પુરુષ મરીને પુરુષ જ થાય છે. જે જીવ વર્તમાને જે યોનિમાં છે, તે જીવ આવતા ભવમાં પણ તે જ યોનિમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયાદિ સ્થાવર જીવ પૃથ્વીકાયિક આદિ સ્થાવર જીવ રૂપે જ ઉત્પન્ન થાય છે. ત્રસકાયિક જીવ ત્રસયોનિમાં જ ઉત્પન્ન થાય છે. ભગવાને આ માન્યતાનું ખંડન કર્યું અને યુક્તિ તથા અનુભૂતિ દ્વારા નિશ્ચિત રૂપે કથન કર્યું કે પોત–પોતાના કર્મોદયને વશ જીવ એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ લે છે. ત્રસ, સ્થાવર રૂપે જન્મ લઈ શકે છે અને સ્થાવર ત્રસ રૂપે જન્મ લઈ શકે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org