Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉપધાનશ્રુત અધ્ય-૯, ઉ : ૧
૩૫૧ |
સંયમ મર્યાદાનો ભંગ કર્યો નથી. દેવદૂષ્ય વસ્ત્ર પરઠવા સંબંધી વર્ણન આ ઉદ્દેશકની ત્રીજી અને બાવીસમી બે ગાથાઓમાં છે પરંતુ કોઈને દેવાનું કથન નથી. ઉદ્દેશકનો ઉપસંહાર :| २३ एस विही अणुक्कतो, माहणेण मईमया ।
अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा ॥ त्ति बेमि ॥ (વહુનો મહિvળ, ભાવય પર્વ રીયંતિ ત્તિ વેરિ II)
I પદનો ૩ણો સમાતો શબ્દાર્થ -પક્ષ = આ, વિહીવિધિનું, અણુવતો- આચરણ કર્યું હતું, માહોળ માહણ, મા = મતિમાન, અપવિણ =નિદાનરહિત, રેપ = વીર, તારવે = કાશ્યપ ગોત્રી, મતિ= મહર્ષિ, વેહુલો = અનેકવાર,(વં યતિ = આ પ્રમાણે આચરણ કરવું જોઈએ.) ભાવાર્થ :- જ્ઞાનવાન, અપ્રતિજ્ઞ, મહામાહણ (અહિંસક) કાશ્યપગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું જોઈએ. –એમ ભગવાને કહ્યું છે.
ને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત .
વિવેચન :૩yવતો - ભગવાને આ ઉદ્દેશકની ૧ થી ૨૩ ગાથા સુધીમાં વર્ણિત આચારનું આચરણ કર્યું પરંતુ ચૂર્ણિકાર તેના બે અર્થ કહે છે– ૧.અન્ય તીર્થકરો દ્વારા આચરિતનું આચરણ કર્યું. ૨. તીર્થકરોના માર્ગનું અતિક્રમણ ન કર્યું અર્થાતુ તેઓની પ્રણાલિકાને જાળવી તેથી આ અન્યાનતિક્રાંત વિધિ છે. અડિખ બનાવવા :- ભગવાન કોઈ વિધિ-વિધાનમાં પૂર્વગ્રહ, નિદાન કે હઠાગ્રહ પૂર્વક વર્તતા ન હતા. તેઓ સાપેક્ષ–અનેકાંતવાદી હતા. આહારના વિષયમાં કોઈ મનોજ્ઞ આહારની સુવિધા માટે તેઓ સંકલ્પ કે આગ્રહ રાખતા ન હતા પરંતુ ત્યાગની ભાવના સાથે અભિગ્રહ ધારણ કરતા હતા. પવિહી :- આ નવમાં અધ્યયનના ચારે ય ઉદ્દેશકની અંતિમ ગાથા એક સરખી છે. તેના ત્રીજા અને ચોથા ચરણના મૂળપાઠમાં ભિન્નતા જણાય છે. તેનું કારણ એ છે કે એક પ્રકારનો પાઠ ચૂર્ણિકારે સ્વીકારેલ છે અને બીજા પ્રકારનો પાઠ ટીકાકારે સ્વીકારેલ છે. ચૂર્ણિકારે સ્વીકારેલ પાઠની સંરચના અને અર્થઘટના વધારે સુસંગત હોવાના કારણે અહીં તે પાઠને સ્પષ્ટ રૂપે સ્વીકારેલ છે. સાથે ટીકાકારે સ્વીકારેલ પાઠને કોષ્ટકમાં રાખ્યો છે.
I અધ્યયન-૯/૧ સંપૂર્ણ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org