Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૦
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
કહેવામાં આવી છે તે સાવધાની અહીં પણ જાળવવી જરૂરી છે.
ઈંગિનીમરણમાં કેટલીક વિશિષ્ટ વાતોનું કથન શાસ્ત્રકારે કર્યું છે. જેમ કે આ અનશનને સાધુ જ સ્વીકારી શકે છે. શ્રમણોપાસક કે સાધ્વીઓ તેનો સ્વીકાર કરતા નથી. તેમજ આ અનશનમાં બીજા કોઈની સેવા સહયોગ લેવાય નહીં. ઈંગિતમરણમાં સાધક તેના અંગોને હલાવવા, ઊઠવું, બેસવું, પડખા ફેરવવા, વડીનીત, લઘુશંકા આદિ સર્વ શારીરિક કાર્યો પોતે કરે છે પરંતુ બીજા દ્વારા કરવું-કરાવવું, કે અનુમોદન કરવું મન, વચન, કાયાથી તે સર્વનો તેણે ત્યાગ હોય છે. તે છૂટ રાખેલ મર્યાદિત ભૂમિમાં જ ગમનાગમન આદિ કરે છે. જીવજંતુ રહિત, લીલોતરી વિનાની ભૂમિમાં ઈચ્છાનુસાર બેસે, ઊઠે, સૂવે છે. શરીરની ચેષ્ટાઓને બની શકે તેટલી ઓછી કરે છે. બની શકે તો તે પાદપોપગમનની જેમ અચેતન થઈ જાય અર્થાત્ આ અનશનમાં પણ સર્વધા નિશ્ચેષ્ટ થઈને રહે. જો બેઠા—બેઠા કે સૂતા—સૂતા થાકી જાય તો જીવજંતુ રહિત લાકડાના પાટિયાદિ કોઈ પણ વસ્તુનો આધાર લઈ શકે છે પરંતુ સંચિત કે જીવયુક્ત કાષ્ટનો સહારો લે નહીં અને કોઈ પણ પરિસ્થિતિમાં આર્તધ્યાન કે રાગદ્વેષાદિનો વિકલ્પ જરા પણ મનમાં થવા દે નહિં. તે સાધક અત્યંત અપ્રમત્ત ભાવે, સાવધાનીપૂર્વક આત્મભાવમાં સ્થિર થવાનું જ એક માત્ર લક્ષ રાખે.
અનુવા વિદ્ને મહાયતે ઃ– સોળમી ગાથાના આ ચરણની ટીકા આ પ્રકારે છે– સેનાપિ ાંતઃસન્ અથવોપવિષ્ટઃ શિત, 'ચાવો' યથાિિહતશાસ્ત્ર તિ। આ ટીકાના આધારથી વિભિન્ન અર્થ થાય છે. (૧) ગમનાગમનથી થાકી જાય તો બેસી જાય અને બેસવાથી થાકી જાય તો સૂઈ જાય. તેમજ પકાસાન, અર્ધ પર્યંકાસન કરે અને તેમાં પણ કષ્ટ થવા લાગે તો બેસી જાય. જે રીતે તેને સમાધિ રહે તેમ કરે (૨) ચંક્રમણથી થાકી જાય તો સીધા ઊભા રહે અને ઊભા રહેવાથી થાકી જાય તો અંતે બેસી જાય (૩) સીધા થઈને સૂઈ જાય (૪) બેસવા સૂવાના વિવિધ આસન કરે.
Jain Education International
વર્ષાં :– ટીકામાં આ શબ્દના બે રૂપ સ્વીકારીને બે અર્થ કર્યા છે– (૧) વજની સમાન ભારે એવું મોહકર્મ (૨) અવદ્ય = પાપ (૩) વર્જ્ય = છોડવા યોગ્ય પાપ.
પતિને પરિણિશે ઃ− આ સોળમી ગાથાનો સાર એ છે કે કિંગનીમરણ અનશનના આરાધક પોતાની ચિત્તસમાધિ કે શરીર સમાધિ માટે મર્યાદિત ક્ષેત્રમાં ચંક્રમણ-ગમનાગમન, ઊભા રહેવું અને કોઈ આસને બેસવું, સૂવું આદિ ક્રિયા કરે પરંતુ પોતાની સમાધિ ટકી રહે તેમ કરે. આ અનશન આરાધક વિશેષતઃ સૂતા કે બેઠા આત્મભાવમાં લીન રહે છે. જ્યારે સૂતા કે બેસતા થાકી જાય ત્યારે થોડીકવાર ચંક્રમણ કરે, ફરે. તેનાથી થાકી જાય તો ઊભા રહે. ઊભા રહેવાથી થાકી જાય તો વિવિધ આસને બેસે કે સૂવે અર્થાત્ તેને બેસવા, સૂવા કે ચંક્રમણ કરવા કે કોઈ પણ આસને રહેવા ન રહેવાનો પ્રતિબંધ હોતો નથી. જો ક્ષમતા હોય તો તે પાદપોપગમન અનશનની જેમ નિષ્ઠ રહીને પણ સમય પસાર કરે. પાદપોપગમન અનશન સાધના ૩
१९ अयं चायततरे सिया, जे एवं अणुपालए ।
सव्वगायणिरोहे वि, ठाणाओ ण वि उब्भमे ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org